SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન] શુદ્ધ આત્મતત્ત્વરૂપ દેહી, શરીરાદિમાંથી જ્યારે વિલયને પામે છે, (આમ) [ ૮૧૫ માટે યોગ્યતાનુસાર બાહ્ય અને આંતર સંન્યાસ અથવા ત્યાગ કરવાની રીતિઓ વર્ણાશ્રમાદિ ધર્મોમાં શાસ્ત્રકારોએ બતાવેલી છે. સંન્યાસ અને ત્યાગ ભગવાન કહે છેઃ હે અર્જુન ! આ રીતે સંન્યાસ અને ત્યાગે કેને કહે તે સંબંધી શાસ્ત્રમાં નિર્ણય છે (જુઓ યે નિ ઉ૦ સ૩/૪). આથી કામ્ય કર્મોના ન્યાસને સંન્યાસ કહે છે તથા સર્વકર્મા ફળોના ત્યાગને ત્યાગ કહેલો છે. આ કર્મફળના ત્યાગના સંબંધમાં મેં પણ તને પ્રથમ કડેલું છે (જુઓ અધ્યાય ૧૨ કલાક ૧૧, ૧૨ પૃષ્ઠ ૫૯૮ થી ૬૦૩). તે તું સારી રીતે ધ્યાનમાં રાખ કે જેથી તારા મનમાંથી ગુંચવાડો નીકળી જશે. હવે તું કદાચ કહેશે કે આ સંન્યાસ અને ત્યાગની જે આવી વ્યાખ્યાઓ પછી મારે વ્યવહારદષ્ટિએ કર્મો કરવાં કે નહિ કરવાં? કારણું કે આ બધાં કર્મો તે આપે બતાવેલા સંન્યાસ અને ત્યાગની વ્યાખ્યા અનુસાર નિરુપયોગી જ ગણાશે, તો તે સંબંધે તો કહું છું તે સાંભળ. આ વિષયમાં મેં તને પ્રથમ વખતેવખત નિયતિ વા પ્રારબ્ધવાદને આધારે સમજાવેલું છે છતાં દઢતાને માટે ફરીથી કહું છું. મેં કહેલ સંન્યાસ કિંવા ત્યાગ જેણે કર્યો હોય તે તો જીવન્મુકત બની જાય છે, આથી તેમાં જેમ સુષુપ્તિ (ગાઢ નિદ્રા)માં પડેલો મનુષ્ય મારામાં હલનચલનાદિ ક્રિયાઓ થાય એમ પણ ઇચ્છતો નથી અને ન થાય એમ પણ ઈચ્છતો નથી, તેમ જ કોઈ ક્રિયાઓ થાય તો પણ તેને તેની કશી માહિતી હોતી નથી. તેના શરીરની હલનચલનની ક્રિયાઓ તો બીજાઓની દૃષ્ટિમાં હોય છે તેની પોતાની દૃષ્ટિમાં તે તે ફકત એટલું જ જાણે છે કે મેં ઘોર નિદ્રા લીધી. તેને બીજો કોઈ પુછે કે તું તો નિદ્રામાં આમથી તેમ આળોટવાની ક્રિયાઓ કરતો હતો. કિંવા બબડતો હતો તેની તને ખબર છે? તો તે કહેશે કે મને તો તેની કશી ખબર નથી. પરંતુ ફકત મેં નિદ્રા લીધી એટલું જ હું કહી શકું છું. અર્થાત નિદ્રા લેનારની દૃષ્ટિએ તો તેમાં થયેલી તમામ ક્રિયાઓનો સમાવેશ પણ ઉંધની અંદર જ થઈ જાય છે, તેમાં મેં કહ્યા પ્રમાણે ખરો સંન્યાસ કરનાર અથવા ત્યાગી જીવન્મુકત હોવાથી તેને કલ્પના પણ હોતી નથી કે મારામાં કાંઈ ક્રિયા હશે. જ્યાં હું ભાવ જ નથી તો પછી ક્રિયાઓની વાત જ કયાં રહી? સારાંશ કે, તે પોતે તો કેવળ આત્મસ્વરૂપમાં જ તદન નિશ્ચળ હોય છે. તેનામાં આત્મા સિવાય બીજી કઈ ભાવના સ્પથી શકતી જ નથી. એટલે જેમ સમુદ્રમાં તરંગ, ફીણ, પરપોટાઓ છે એમ કાંઈ તે જાણતો નથી પરંતુ આ તરંગાદિ છે અને આ સમુદ્ર છે એવો ભેદભાવ તેને જેનારા બીજા કેઈની દૃષ્ટિએ હોય છે, તેમ અદ્વૈત એવા આત્મચેતન્યરૂપ મહાસાગરમાં જ તકપ બનેલ છવમુક્ત મહાયોગો, જેઓની વૈતભાવના નષ્ટ થયેલી હોતી નથી તેવા અજ્ઞાનીઓની દષ્ટિએ સર્વ કર્મો કરતો હોવા છતાં પોતાની દૃષ્ટિથી તે કાંઈ પણ કરતો કે જાતે નથી, એટલે તે જીવન્મુકત યોગી કર્મ કરે છે કિવા નથી કરતો તે ભેદભેદ અજ્ઞાનદષ્ટિનો છે, તત્ત્વદષ્ટિને નથી. જેમ સમુદ્ર, તરંગ, ફીણ, પરપોટા વગેરે રૂ૫ કર્મો કરે તે પણ તેની તે લીલા પાણીથી અભિન્ન હેય છે, વળી સમુદ્રની ઇચ્છા હોય કે ન હોય પણ આ તરંગાદિ તેમાં હંમેશ કુર્યા જ કરે છે. સમુદ્ર તે ન હોય તેમ પણ ઇચ્છતું નથી અને હોવાની પણ ઇચ્છા કરતો નથી અને તેવું કાંઈ જાણતા પણ નથી તેમ આ આત્મારામ પુરુષ ગમે તો મહાન સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની ક્રિયા કરે કિંવા નિર્વિકલ્પ સમાધિમાં જ બેસી રહે, તે બંને તેની દષ્ટિએ તો આત્મસ્વરૂપથી અભિન્ન હોવાથી એકસરખાં જ છે. ફકત તેના શરીરનું હલનચલન થા ક્રિયાની વાત તે શું પણ તરંગરૂપ એવાં આ મિયા અને બ્રહ્માંડે ઉત્પન્ન કિંવા નષ્ટ થવા ૩૫ જે આ માયાનું ભ્રમરૂ૫ વિરાટ કાર્ય અજ્ઞાન વડે પ્રતીત થાય છે તે સર્વ આત્મસ્વરૂપ એવો જીવન્મુક્ત પિતે પિતામાં પિતા વડે અને પિતા રૂપે જ લીલા વડે કરી રહેલો હોવાથી તે સર્વ કાર્ય પણ આત્મર૫ એવા તેનાથી તદ્દન અભિન્ન છે. તાત્પર્ય કે, જેમ સમુદ્રમાં અનેક તરંગો ઉત્પન્ન થતા રહે એવો તેને સ્વભાવ છે પરંતુ સમુદ્ર અને તરંગો પાણીથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી તેમ આ જીવમુક્ત એટલે આત્મારામ પુરુષ પિતે આત્મરૂપ બનેલે હેવાથી તેમાં ઈશ્વરીય શક્તિરૂપ મિથ્યા માયા અને તેનું અજ્ઞાન વડે થતું વિશાળ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy