SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદોહન ] એની (સંધિમાં) સ્થિત, વામન (આત્મવ૫)ને જ સૌ દે ઉપાસે છે. [ ૮૧૩ એ કાંઈ ખરે ત્યાગ નથી પરંતુ જ્યાં કદી અહંભાવનું અસ્તિત્વ છે જ નહિ એવું જે આત્મસ્વરૂપ હે તે જ એક સત્ય છે, એવો નિઃશંક રીતે બોધ થવો તેનું નામ જ ખરો સર્વયાગ કહેવાય છે. આ, હું, તું, તે, આ ઇત્યાદિ દશ્યરૂપે દેખવામાં આવતું દેહાદિ દશ્ય જ હું છું અને દેહાદિ સાથે સંબંધ રાખનારું જમતાદિ મારું ભાગ્ય છે એ રીતે હું અને મારું એવી ભાવનાનો દઢ થયેલે ગિયા અધ્યાસ તેલ વગરના દીવાની પેઠે શાંત થઈ જતાં બાકી રહેનારું નિઃશેષ એવું શુદ્ધ ચિતન્ય કે જે સર્વના આત્મા કિવા મૂળરૂપ છે તે જ બાકી રહે છે. હુ” અને “મારું” એવા પ્રકારનો ભ્રમ જેઓને શાંત થયો નથી તેમને કદી પણ જ્ઞાન થતું નથી અને સાચો ત્યાગ પણ કદી સિદ્ધ થતો નથી તેમ જ નિવૃત્તિ પણ કદી પ્રાપ્ત થતી નથી અને શાંતિ પણ મળતી નથી. હું અને મારું” એટલાનો જ નાશ થઈ જાય તે પછી તે સર્વના અધિષ્ઠાનરૂપ શાંત, આનંદમય અને જ્ઞાનસ્વરૂપ એ એક આત્મા જ શેષ રહે છે. તે વિના બીજું કશું જ રહેતું નથી. આ રીતના તત્વજ્ઞાન વડે જે અહમ નાશ પામી જાય તો મમતાના સ્થાનરૂપ સર્વ દશ્ય જાળનો અનાયાસે જ વિલય થઈ જાય છે અને તદષ્ટિએ જોતાં કશાની કદી ઉત્પત્તિ જ હતી નથી તો નાશ કયાંથી હોય? “” એવી કોઈ વસ્તુ અને તેને જાણનારે સાક્ષી, વરસ્વતઃ અનિર્વચનીય રૂ૫ એવો પરમાત્માની સત્તાથી ભિન્ન છે જ નહિ, એવી નિરહંકારબુદ્ધિની ભાવના કરવાથી અહ એ ભાવ કે જે સર્વ વિદ્યાનું મૂળ છે તે નિર્વિને પિતાની મેળે જ શાંત થઈ જાય છે અને માત્ર એટલા જ એક પ્રયત્નથી ખરી સુખશાંતિ મળી શકે તેમ છે તો પછી તેમાં શા માટે કંટાળી જવું જોઈએ ? હુ” અહંરૂ૫ છું એવા અધ્યાસનું અધિષ્ઠાન પણ ચાન્ય રૂ૫ આત્મા સિવાય બીજું કોઈ નથી અને ચૈતન્યરૂપ આત્મા તે આકાશની પેઠે તદ્દન નિર્વિકાર, અરૂ૫, શુદ્ધ અને અનંત છે; તેમાં એ અવાસની સ્થિતિ પણ કયાંથી સંભવે ? ખરા કર્મત્યાગ વડે મળતી શાંતિ બ્રાંતિ, ભ્રાંતિનું સાધન, બ્રાંતિનો આશ્રય અને ભ્રાંતિનું ફળ તથા તેનું અધિષ્ઠાન ઇત્યાદિ કશું વાસ્તવિક રીત છે જ નહિ અને છે કે નથી એમ જે કહેવું એ બધો પણ એક વાચારંભણ કાર્યરૂ૫ વાગીને વિલાસ જ છે આ બધો અજ્ઞાનને વિલાસ હેવાથી જ્ઞાન થતાં તે પછી કાંઈ છે જ નહિ એમ જણાય છે. જે સત્તા વડે આ મિથ્યા અજ્ઞાનાદિ મૃગજળ પ્રમાણે ભાસે છે તે સત્તાનું જ સ્વરૂપ વસ્તુતઃ નહિ હોવાથી તે સત્તાને આધારે અનુભવમાં આવતું આ સર્વ દશ્યજાળ રૂપથી રહિત એવું એક સર્વવ્યાપી પરમતત્ત વૃક્ષાંક ૧) જ છે. માટે અંતઃકરણમાં “અહમ' એવું સ્કરણ જ નહિ થવાપી અનિર્વચનીય એવા મૌનને ધારણ કરીને રહેવું, કેમ કે આ સર્વ તે એટલે અહમની સ્મૃતિ પૂર્વે જે રૂપ હોય છે તે જ રૂપ છે અર્થાત છે તે છે તે જ આ અહમમમાદિ પણ છે; અર્થાત આ અને તે બન્ને એકરૂપ જ છે. માટે જે ક્ષણમાં “હું” એવો અહંભાવ સ્કરે કે તે જ ક્ષણે “હું” એવી કોઈ વસ્તુ છે જ નહિ એમ ચિત્તમાં લાવવાથી ખરો ત્યાગ સિદ્ધ થઈ શકે છે. તથા તેવા ત્યાગ વડે જ ખરી આત્મશાંતિ પ્રાપ્તિ થઈ શકે છે અને અનર્થોમાં પડીને કદી પણ દુઃખ કિવા શેક કરવો પડતો નથી. આ મુજબ અહંકારને ત્યાગ કરો એટલે નિરંતર અહંકારની ભાવનાને છોડી દઈ અહમ'રૂપ રકુરણ જ થવા નહિ દેવું કિંવા “અમ' એવું જે ફુરણ પ્રતીતિમાં આવે છે તે આકાશને લે હેય છે કિંવા વધ્યાના પુત્ર અમુક એક કાર્ય કર્યું એમ કહેવા સમાન તદ્દન મિથ્યા છે. સંન્યાસને માટે અસમર્થ કેણ ? આ રીતે મૂળમાંથી જ અહંભાવને સંપૂર્ણ પણે ઉચ્છેદ કિવા ત્યાગ કરી સર્વ વિકારોથી રહિત અને " તદ્દન અસંગ થઈ આ મિથ્યા સંસારને તરી જવું એ જ ખરો સંન્યાસ છે. જે પુરુષ આટલી સાદી વાત કરવાને પણ શક્તિમાન થતો નથી, તે નરપશુ સમજ. જે કોઈ આ રીતે અહંકારને વિલય કરવા શક્તિમાન ના હોય તો તેણે અહમ એવી ફુરણા થતાંની સાથે જ તરત તે આત્મા છે એવા પ્રકારની
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy