SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] (આત્મસ્વરૂપ એવા તે મારું અને આત્મસ્વા૫) વક્તાનું રક્ષણ કરશે. [૪ હટ તે પરમાત્માની પ્રાર્થના कृष्णाय वासुदेवाय हरये परमात्मने । प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः ॥ જે પરબ્રહ્મ પરમાત્માનાં કૃષ્ણ વાસુદેવ, શ્રીહરિ, ગોવિંદ એવાં નામે છે અને જે ભક્તજનનું દુઃખ સંહારે છે એવા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનને વારંવાર સાષ્ટાંગ નમસ્કાર. नमस्ते वासुदेवाय सर्वभूतक्षयाय च । हृषीकेश ! नमस्तुभ्यं, प्रपन्नं पाहि मां प्रभो॥ શ્રીમદ્દ ભા. ૧૦/૪૦/૩૦ અફર રસ્તુતિ. આપ વાસુદેવને હું નમસ્કાર કરું છું, સર્વ પ્રાણુઓના આશ્રય આપને હું નમસ્કાર કરું છું, અને ઈતિઓના નિયંતા હે હલીકેશ! આપને હું નમરકાર કરું છું. હે પ્રભો! શરણે આવેલા મારું આપ રક્ષણ કરે. नमोऽस्तु ते महायोगिन् ! प्रपन्नमनुशाधि माम् । यथा त्वचरणाम्भोजे रतिः स्यादनपायिनी ॥ શ્રીમદ્ ભા. ૧૧/૨૯૪૦ ઉદ્ધવજીની ભગવસ્ત્રાર્થના. હે મહાયોગી! હું આપને નમસ્કાર કરું છું. મને મુકતદશા પ્રાપ્ત થાય, તે પણ નાશ ન પામે એવી આપના ચરણકમળ ઉપરની પ્રીતિ જે રીતે સ્થિર થાય, તે રીતે આપ મને શરણાગતને ઉપદેશ આપે. नमः कृष्णपदाब्जाय भक्ताभीष्टप्रदायिने । आरक्तं रोचयेच्छश्वन्मामके हृदयांबुजे ॥ ભક્તજનોને ઇષ્ટ વસ્તુ આપનાર એવા શ્રીકૃષ્ણના ચરણકમળને અમારા નમસ્કાર છે. એ આરત ચરણકમળ મારા હદયકમળમાં વારંવાર રુચિ ઉત્પન્ન કરો. श्रीगीतारूपमेवै तत् पूजयेद्भक्तिपूर्वकम् । अर्चकायाखिलान् कामान् प्रयच्छति न संशयः ॥ શ્રીગીતાજીને ભગવાનનું સ્વરૂપ સમજીને આ પ્રમાણે જે ભકિતપૂર્વક પૂજે છે, તેને સર્વ મનોરથ સિદ્ધ છે; એમાં સંશય નથી. इति श्रीगीतापुस्तकषोडशोपचारपूजनविधिः समाप्तः ।। | શ્રીકૃષ્ણનમg u
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy