SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૮] ગોગા ૪તના ગિા સર્વ . 5. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ કી. અ૦ ૧૮/૧ ચારે આશ્રમને માટે સર્વ સામાન્ય નિયમ સ્વનાવ સારે રાખવો ઇત્યાદિ ઉપર જે બ્રહ્મચારીના નિયમો કહ્યા છે તે નિયમો તે ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસીને પણ લાગુ પડે છે. ગૃહસ્થે ઋતુ સમયે સ્ત્રીને સંગ કરવો અને બને તેટલી ગુરુની સેવા અને ઉપજીવિકાની વ્યવસ્થા કરવી એટલું વિશેષ છે. બ્રહ્મચારી, વાનપ્રરથ અને સંન્યાસીઓએ આંજણ આંજવું નહિ, શરીરને તેલ વગેરે ચોપડવું નહિ, મર્દન કરવું નહિ, સ્ત્રી તથા સ્ત્રીનાં ચિત્રો વગેરે પણ જેવાં નહિ. મધ, માંસ, ફુલની માળા, લેપન, સુગંધ અને અલંકાર વગેરેનો ત્યાગ કરવો. એ પ્રમાણે ગુને ઘેર રહી અંગ અને ઉપનિષદ સહિત પિતાની શક્તિ અને અધિકાર મુજબ વેદોનો અભ્યાસ કરી, અર્થ સમજી લઈ શક્તિ હોય તો ગુરુ માગે તે દક્ષિણ આપી પછી ગુરુની રજા લઈ અધિકાર પ્રમાણે ગૃહસ્થાશ્રમમાં વનમાં કે સંન્યાસાશ્રમમાં જવું અથવા નૈષ્ઠિક બ્રહ્મચારી થવું એટલે આખો જન્મ ગુરુને ઘેર રહી તેમની સેવા કરવી તથા સર્વત્ર આત્મા છે. આમા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના નિશ્ચય વડે દઢ ભાવના રાખવી. આ રીતે હંમેશાં આત્મચિંતન કરવાથી ચારે આશ્રમવાળા છેવટે પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. વાનપ્રસ્થના નિયમ હવે વાનપ્રસ્થના ધર્મોનિયમો) કહું છું કે જેના આચરણ વડે મુનિ મહર્લોકમાં અનાયાસે જ જાય છે. સકામ કર્મો કરનારા ગૃહસ્થાશ્રમી વધુમાં વધુ સ્વર્ગલોક સુધી જ જઈ શકે છે. પણ વાનપ્રસ્થ તો તેથી ઉપર આવેલા મહર્લોકમાં જઈ શકે છે. વાનપ્રસ્થ ખેડવાથી થયેલું ધાન્યાદિ કદી પણ ખાવું નહિ. વગર ખેડેલા પિકી પણ જે ઋતુમાં જે પાકવું જોઈએ તે ઋતુ સિવાયના ઇતર સમયે જો તે પાકયું હોય તે તે પણ ખાવું નહિ. અગ્નિથી પકવેલું પણ ખાવું નહિ અને કાચું પણ ખાવું નહિ પરંતુ જે સૂર્યથી પાકે તે ખાવું. વનમાં ઉત્પન્ન થયેલે સામ, મેરિયો વગેરે તૃણ ધાન્યથી તૈયાર કરેલા ચરુ પુરેડાશાદિને શાસ્ત્રનિયમાનુસાર અગ્નિને અર્પણ કરવા અને નવું અન્ન મળી આવે ત્યારે જાનાનો ત્યાગ કરી દે. માત્ર અગ્નિના રક્ષણ માટે જ ઝૂંપડા કિંવા પર્વતની ગુડાનો આશ્રય કરવો. બાકી પોતે તે ટાઢ, વાયુ, અગ્નિ, વરસાદ અને તડકાને સહન કરી રહેવું. કેશ, સંવાડા, દાઢી, નખ, મૂછ અને મેલને એમનાં એમ જ ધારણ કરવાં. જટા રાખવી, કમંડળ, મૃગચર્મ, દંડ, વલ્કલ અને અગ્નિહોત્રની સામગ્રી દર્મ, સમીધ વગેરે રાખવાં. આ પ્રમાણે વનમાં બાર, આઠ, ચાર, બે કે એક વર્ષ સુધી રહેવું. ત્યાર પછી તપના કલેશ વડે બુદ્ધિ નાશ નહિ પામે તે માટે નીચે કહેલા પિકી ગમે તે એક પક્ષને સ્વીકાર કરવો. રોગ કિંવા વૃદ્ધાવસ્થાને લીધે પોતાની વાનપ્રસ્થ આશ્રમની ક્રિયા પાળવામાં કિંવા જ્ઞાનાભ્યાસમાં જે તે અસમર્થ હોય તે અનશનાદિ બત કરીને ધારણાભ્યાસ વડે દેહનો ત્યાગ કરે, પણ જે જ્ઞાનાભ્યાસ કરવા સમર્થ હોય તો વાનપ્રસ્થ દેહત્યાગ નહિ કરતાં સંન્યાસ ગ્રહણ કરવો. સંન્યાસીના ધર્મો નિયમ)* સંન્યાસીએ ફક્ત એક દેડને જ બાકી રાખી ઇતર સર્વનો ત્યાગ કરવો. સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને એક સ્થળે એક રાત્રિ કરતાં વધુ નિવાસ નહિ કરવો, કેવળ નિપૂડ વૃત્તિથી પૃથ્વી ઉપર વિચરવું, સંન્યાસીને ધ રાખવાની જરૂર પડે તો તેણે સ્વસ્થતાના સમયમાં ફકત એક કૌપિન(લંગોટી) જ રાખવી, પરંતુ બીજા કોઈ પણું રાખવું નહિ અને દંડ કે જે સંન્યાસની નિશાની છે તે સિવાય બીજું કંઈ પણ પાસે રાખી શકાય નહિ. સંન્યાસીએ સર્વભૂતો સાથે મિત્રી, શાંતિ અને આત્મસ્વરૂપ એવા નારાયણની પરમભકિત શાખીને હંમેશ એક આત્મામાં જ પ્રીતિ રાખવી. આત્મા સિવાય બીજા કશાનો આશ્રય કરો નહિ, એકલા જ કરવું. કાર્ય કારણ ઇત્યાદિ ભાવથી પર એવા એક આત્મામાં જ આ સવળું જગત રહ્યું છે અને આ સર્વેમાં એક આત્મા જ રહ્યો છે, એવો નિશ્ચય કરીને તેને સતત અભ્યાસ સંન્યાસીના ધર્મોને વધુ વિવેચન માટે ભાગ કંધ૦ ૧૧/૧૮ જુઓ. * * * * * * * * * *
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy