SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદોહન ] હંસ, શુચિષત, અંતરિક્ષસત – [ ૮૦૩ મહાન દુઃખનાં બીજ અદશ્ય રૂપે રોપાયેલાં હોય છેતેની બિચારા વિષયવાસનાના મેહપાશમાં સપડાએલા આ કામી જીવને સહેજ પણ કલ્પના હોતી નથી. જેમ પતંગિયાઓ રૂપવિષયના મોહપાશમાં સપડાઈ પ્રકાશને જોતાં જ દીવામાં કૂદી પડી પોતાનો વિનાશ પોતાને હાથે કરી લે છે પરંતુ દીપકથી નિવૃત્ત થવામાં જ પિતાનું હિત છે એમ સમજવા શક્તિમાન થતાં નથી ત્યાં સુધી પોતે પોતાને હાથે જ અનર્થરૂપ એ વિનાશ વહેરી લે છે, તેમ આ છવામાં પણ મિથ્યા મૃગજળ જેવા શબ્દ, સ્પર્શાદિ વિષયોના મેહમાં સપડાઈ પોતાને હાથે જ પોતાનો વિનાશ કરી લે છે. મરણ પછી પણ તેમાંથી તે છૂટી શકતો નથી, કેમ કે મરણ તે કાંઈ જીવાત્માનું થતું નથી. તે તો શરીરનું થાય છે પરંતુ જીવાત્મા તે વિષયવાસનાવશાત એક શરીર છૂટે કે બીજું અને બીજું છૂટે કે ત્રીજું એમ અસંખ્ય શરીરો ધારણ કરતો રહે છે તથા તેમાં ગર્ભવાસાદિ તથા નરકવાસાદિ જેવાં અનેક પ્રકારનાં દુઃખોને ભોગવ્યા કરે છે એટલું જ નહિ પણ શરીર લીધા પછી પણ તેમાં શારીરિક અને માનસિક એમ અનંત પ્રકારનાં દુઃખ ભોગવ્યા જ કરે છે, તેનો અંત નથી. આ મુજબ જીવાત્માને વિષયે મેળવવા પ્રત્યે સ્વાભાવિક રીતે જ પ્રીતિ હોય છે તથા જ્યાં સુધી વિષયોમાંથી સંન્યાસ કરી સંપૂર્ણપણે તે મુક્ત થતો નથી ત્યાં સુધીને માટે તેના દુઃખની નિવૃત્તિ કદાપિ થતી નથી. સિવાય જ્યારે આ જગત દિ સર્વ દશ્યજાળ અસાર ડેઈ મૃગજળ કિંવા રવનવત્ છે એવું આત્માનું નિઃશંક જ્ઞાન તેને થાય છે ત્યારે જ વિષયોમાંથી સંન્યાસ થઈ શકે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વેદે પરોક્ષવાદનાં અંગિકાર કરી, જીવાત્માને નિવૃત્તિપરાયણ કરવાનો માર્ગ કહેલ છે. આ સંબંધમાં વિશેષ વિવેચન અગાઉ આપવામાં આવેલું જ છે (જુઓ અધ્યાય ૨-૪-૮-૧૫). સંન્યાસને મૂળ કિંવા અંતિમ હેતુ આ વિવેચન ઉપરથી જાણી શકાશે કે શાસ્ત્રકારોને મૂળ ઉદ્દેશ જીવાત્માના કલ્યાણને અર્થે તેને પિતપોતાની બુદ્ધિ અનસાર યુક્તિપ્રયુક્તિથી ક્રમે ક્રમે નિવૃત્તિપરાયણ કરવાનું જ છે. આથી જ સાધારણત: વ્યવહારમાં પણ પ્રતિકળ સંજોગો ઉત્પન્ન થતાં જ વ્યાવહારિક ગણાતા સુખની ઇરછાને માટે પણ ગમે તેવો સંન્યાસ કરવામાં આવે છે. ઉદાહરણને માટે શરીરમાં કઈ ભાગ સડી જાય તે તુરત જ તેને કાપી નાખવામાં આવે છે. કારણ કે, જે તેમ નહિ કરવામાં આવે તે બીજા ભાગની ખરાબી કરે છે. પ્રથમ તે ભાગ જ્યારે સારો હોય ત્યારે તો તેની ઘણું જ સંભાળ રાખવામાં આવે છે, પરંતુ તે શરીરના બીજા ભાગને અપાયું એટલે ખરાબી કરનારો નીવડવાનો સંભવ જણાતાં જ તેને કાપીને તેને ત્યાગ કરવામાં આવે છે, પણ બુદ્ધિમાને તો તે સડીને કાપવાની પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામે તે પહેલાં જ તેની યોગ્ય સંભાળ લઈને પ્રથમથી જ સાવચેત રહે છે એટલે જે કારણથી તે ભાગ સડી જાય તેવાં કારણેને તે આરંભમાં ઉત્પન્ન જ થવા દેતા નથી. આને સંન્યાસ કહે છે. સારાંશ એ કે, શરીરમાં રોગની ઉત્પત્તિ થવા નહિ પામે એ રીતે પ્રથમથી જ તેવી સંભાળ રાખવી તેને શ્રેષ્ઠ સંન્યાસ જાણો તથા રોગનું બીજારોપણ થવા પામ્યું હોય તો તેની નિવૃત્તિને માટે ઔષધિ કિંવા યોગ્ય પરેજીનું પાલન કરવું ઇત્યાદિ ઉપાયો એ ગૌણ સંન્યાસ સમજો. આમ શ્રેષ્ઠ અને ગૌણ એવા બે સંન્યાસક્રમો છે તથા રોગ થઈ હાથપગાદિ કઈ ભાગ સડી જવા પામ્યો હોવાથી હવે કાપ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી, નહિ તે તે શરીરના બીજા ભાગોને નુકશાનકર્તા થશે, એમ જાણીને તેને કાપી નાખવો તે ત્યાગ સમજે, એટલે ખરે સંન્યાસ તે મૂળમાંથી જ મનમાં સંક૯૫વિકલ્પ થવા નહિ દેવો તે જ છે. તેમ જે ના બની શકે તે મૂળમાંથી જ તેની સિદ્ધિને માટે પોતપોતાની બુદ્ધિ અનુસાર ઓછામાં ઓછાં સાધનો વડે નિભાવ કરવાની ટેવ પાડવી તેમ જ ઉપભોગની ઈરછાએ કોઈ પણ પ્રકારના વ્યાવહારિક વિષયો મેળવવાનો પ્રયત્ન નહિ કરવો અર્થાત કોઈ પણ કાર્ય વ્યાવહારિક વિષયો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી નહિ કરવાં પરંતુ આ સર્વ ઈશ્વર૨૫ છે એવી દઢ ભાવના રાખી કરવાં. આમ સાચો સંન્યાસ પ્રાપ્ત થતાં ૧ સંન્યાસની વ્યાખ્યા માટે અધ્યાય ૫ શ્લોક ૨, ૩, ૨૯૧/૨૯૪ અને અધ્યાય ૧ શ્લોક ૧, ૨, ૩૨૦/૨૪,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy