SearchBrowseAboutContactDonate
Page Preview
Page 930
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા દેહન ]તે વસ્તુતઃ મુક્ત હોવા છતાં બંધનમાં હતા એમ માનનાર)મુક્તિને પામે છે તે આ તે જ છે. [૮૦૧ સંન્યાસ અને ત્યાગનું તત્ત્વ કહો છે દીનવત્સલ, દીનદયાળ પ્રભે ! આપે સંન્યાસ અને ત્યાગ સંબંધે પ્રથમ જે કે કહેલું છે છતાં મને તે સારી રીતે સમજાયું નથી, તો હું મડાબાડા ! હું હષકેશ ! આ સંન્યાસ અને ત્યાગનાં તત્ત્વને ભિન્નપણે જાણવાને હું ઈચ્છું છું. અર્થાતુ ખરો સંન્યાસ અને ત્યાગ કેને કહેવો તે બંનેનું પૃથક્કરણ એટલે ભિન્ન ભિન્ન રૂપે સ્પષ્ટીકરણ જાગુવાની મારી ઇચ્છા છે તો તે આપ કૃપા કરીને મને કહો કે જેથી હું તે સારી રીતે સમજી શકું. * ધખાવાનુવાવकाम्यानां कर्मणां न्यासं सन्यास कवयो विदुः ! सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥ २ ॥ ન્યાસ એટલે શું ? ભગવાન બોલ્યાઃ હે વત્સ ! તે ઘણો સારો પ્રશ્ન કર્યો. જો કે તું તને તે સારી રીતે સમજે છે છતાં વ્યવહારમાં આ સંન્યાસ અને ત્યા સંબંધે લોકોમાં પોતપોતાની મનની કલ્પના અનુસાર અર્થોને બદલે અનર્થો જ થવા પામેલા છે; માટે તેનું નિશ્ચિત અને સ્પષ્ટ સ્વરૂપ જાણવાની ઇચ્છાએ તે કરેલો આ પ્રશ્ન ઘણું જ મહત્ત્વનું છે માટે તેનું રહસ્ય હું કહું છું તે તું સાંભળ. “ કામ કર્મોના ન્યાસને વિદ્વાને સંન્યાસ જણે છે તથા વિચારકશળ પંડિતે સર્વ કર્મના ફળના ત્યાગને ત્યાગ કહે છે.” આમાં ભગવાને કામ કર્મોના ન્યાસને સંન્યાસ કહેલો છે. ન્યાસમાં વિ+ગર એ પ્રમાણે બે શબ્દો છે. સ્થાપન કરવું, સ્મરણમાં રાખવું, પિતાની વસ્તુ વિશ્વસનીય એવા કોઈને ત્યાં રાખવી, કઈ વસ્તુ જેને આપતી હોય તેને પ્રત્યક્ષ નહિ આપતાં - તેના ઘરના બીજા કેાઈ મારફતે આ વસ્તુ માલિકને આપો એમ કહીને આપવામાં આવે છે તે, જે મંત્રને જપ કરવાનો હોય તે મંત્રના બીજનું પોતાના શરીરનાં અંગે (અવયવો)માં અધિષ્ઠાન કપીને તે તે શરીરવયને સ્પર્શ કરવો; જેમ કે 28 અંગુષ્ઠાભ્યાં નમઃ, ૐ હ્રદયાય નમઃ ઇત્યાદિ કર કિંવા અંગન્યાસ કરવામાં આવે છે અથવા મંત્રો વડે દેવતાની મૂર્તિના અવયવો ઉપર દેવત્વભાવની સ્થાપના કરવી. જેમ કે આ મુર્તિની આંખમાં મર્ય, હાથમાં ઇન્દ્ર વગેરે છે એમ કલ્પવું તે ન્યાસ કહેવાય છે. સિવાય છાપ (બીબો, છે,ત્યાગ કરવો અથવા સ્વીકાર નહિ કર ઇત્યાદિ ન્યાસના પુષ્કળ અર્થે વ્યવહારમાં વિવક્ષિત છે. પરંતુ અહીં તે ભગવાને કામકર્મોના ન્યાસને સંન્યાસ એમ કહેલું છે તેનો ઉદ્દેશ એટલો જ છે કે પ્રથમ વખતોવખત કહેવામાં આવેલું જ છે કે (અધ્યાય ૨, શ્લોક ૩૯ તથા ૪૨ થી ૪૪, પૃષ્ઠ ૧૫૫/૧૫૬ અને ૧૭૬ થી ૧૭૯ અને અધ્યાય ૩ હેક ૩૫ પ્રથમ અધ્યાય ૪ શ્લોક ૧૬, ૧૭, ૨૦ તેમ જ સંન્યાસ માટે અપાય ૫ શ્લોક ૨-૩ અને ૬ જુઓ) વેદ જે કે નિવૃત્તિપરાયણ છે છતાં તેને સાચા અર્થે નહિ સમજતાં બાળકના બાઉની જેમ તેણે કહેલા સ્વર્ગાદિ ફળની લાલચ આપનારા અને ત્રણ ગગાના પાશમાં સપડાવનારા યજ્ઞ, દાન, તપ, વગેરે ફળની ઈચ્છા વડે થતાં તમામ કર્મો મિથ્યા હોઈ ત્યાજ્ય છે એવી રીતે નિત્યપ્રતિ સ્મરણમાં રાખવું કિવા મનમાં દઢ નિશ્ચય વડે તેનું સ્થાપન કરવું. આ રીતે નિશ્ચય કરીને ફળની ઇરછા વડે થનારાં તમામ કર્મો નાશવંત હોઈ અવિશ્વસનીય છે એમ જાણીને વિષયપાશમાંથી મુકત થઈ બ્રહિને વિશ્વસનીય એવા એક આત્મસ્વરૂપમાં જ સ્થિર રાખવી એટલે નાશવંત અને અવિશ્વસનીય એવા વિષયોમાંથી વૃત્તિને ખેંચી લઈ શાશ્વત એવા એક આત્મામાં જ તેને સ્થિર કરવી. અર્થાત હદયમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું. તેમ જ કઈ વસ્તુ માલિકને પ્રત્યક્ષ નહિ આપતાં તેના માણસોના હવાલે કરી માલિકને પહોંચાડવી એવું જે ઉપર કહ્યું છે તેને અર્થ, પિતપતાન જમાના નાના કણ કણ - - - - - રસ - રાજ રાગ ગાવાના કામમાકર નામા નાગાગા ગાગા - કાર ના - નવા કાપનારા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy