SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮] પૂર્વ પમન્યુ વાતાનેવાનુપાવતિ . 4. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૭/૧૬ કેવા ગુરુ પૂજનીય છે? બ્રહ્મનિષ્ઠ એવા મહાત્મા ગુરુ જે દેવગે મળે તે શાસ્ત્રમાં કહેલા સઘળા માર્ગો કરતાં પણ પુરુષ કેવળ એક ગુરુભક્તિથી જ પૂર્વોક્ત સર્વ કામાદિને અનાયાસે જીતી શકે છે, એકનિષ્ઠા વડે કરાયેલી બ્રહ્મનિષ્ઠ સાચા ગુરુની સેવા થકી તે સમગ્ર પુરુષાર્થ સાધ્ય કરી શકે છે. જે મનુષ્યને સાક્ષાત ભગવાનસ્વરૂપ અને પિતાને જ્ઞાનરૂપી દી૫ક અર્પણ કરનારા આવા સાંપડેલા બ્રહ્મનિષ્ઠ સાચા ગુરુ વિષે “ આ ગુરુ તે એક સાધારણ માનવી જ છે” આવા પ્રકારની દુર્બુદ્ધિ હોય તેનું તમામ શાસ્ત્રશ્રવણું હાથીના સ્નાનની પેઠે કેવળ વ્યર્થ જ છે. ગુરુ એ જ પ્રકૃતિપુરુષના પણ નિયંતા અને મોટા મોટા યોગીઓ પણ જેમનાં ચરણોને શોધી રહ્યા છે એવા સાક્ષાત ભગવાન છે છતાં તેમને ભૂખ લેકે મનુષ્ય સમજે છે(ભા.. રક ૭ અ. ૧૫ - ૨૪/૨૭). દ્વિજ કેણ? વેદાદિની આજ્ઞા અનુસાર વેદના મંત્રો વડે જેને (૧) ગર્ભાધાન, (૨) પુંસવન, (૩) સીમન્ત, () જાતકર્મ, (૫) નામકરણ, (૬) નિષ્ક્રમણ, (૭) અન્નપ્રાશન, (૮) ચૌલકર્મ, (૯) વ્રતબંધ, (૧૦ થી ૧૩) ચારે વેદ વ્રત, (૧૪) કેશાના, (૧૫) સમાવર્તન અને (૧૬) વિવાહ આદિ સોળ સંસ્કાર અવિચ્છિના કરવામાં આવે તે જ દ્વિજ કહેવાય છે (આ દ્વિજત્વના અધિકારી બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વેશ્ય એમ ત્રણ વર્ણવાળા છે. આ દ્વિજના સંસ્કારો જેમને માટે સ્વયં બ્રહ્માએ વેદની આજ્ઞાનુસાર કહેલા છે, તેને જ થઈ શકે છે. જે દિ કુળથી અને આચારથી શુદ્ધ હોય તેઓને યg, વેદાધ્યયન અને દાન એ ત્રણ કર્મો તથા આશ્રમધર્મ સંબંધી ક્રિયાઓ કરવાની આજ્ઞા છે. બ્રાહ્મણ સર્વ વેદમય છે. મનને નિમ્ર, ઇંદ્રિયોને નિગ્રહ, વ્રત, પવિત્રતા, સંતોષ. ક્ષમા. સરળતા. નાન, દયા અને હંમેશાં આત્મપરાયાપણું એ બ્રાહ્મણ ધર્મ હોઈ જેઓ આ ધર્મનું આચરણ કરે છે તે પશુ બ્રાહ્મણ સમાન જ છે, એ શાસ્ત્રના નિયમ છે(ભા. કં૦ ક અ૦૧૧ લો. ૮ થી ૧૦ તથા ૨૧ જુએ), આ મુજબ દેવ, દ્વિજ, ગુરુ અને જ્ઞાનીએાનું પૂજન; શૌચ એટલે આંતરબાહ્ય પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. अनुढेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।। स्वाध्यायाभ्यसनं चैव वाङ्मय तप उच्यते ॥ १५ ॥ વાડ્મય તપ અનદેગ એટલે સંતાપ નહિ કરાવનાર. સાચું. પ્રિય અને હિત કરાવનારું એવું જે વાક્ય તથા સ્વાધ્યાય એટલે અંતે જેનું ધ્યેય આત્મસ્વરૂ૫ની પ્રાપ્તિ કરાવી આપવી એ જ એક છે તેવા વેદાદિને અભ્યાસ, એ વાચિક તપ કહેવાય છે; ચટલે સાચું અને હિત કરનારું વચન કહેવા ચૂકવું નહિ, પછી તે લોકેને ખોટું નહિ લાગે એવા પ્રકારે સૌમ્યતાથી અથવા તે શુદ્ધ હદયે કડકપણુથી સ્પષ્ટ અને ખુલ્લેખુલ્લી રીતે જડબા તોડ કહી દેવું, સામાની શરમને લીધે અથવા તો તેને ખોટું લાગશે એમ સમજી અંદરખાને એક અને બહારથી જા એ અજબનું વર્તન કદી પણ રાખવું નહિ. કેમ કે તે પોતાને છેતરવા સમાન છે. આમ લેકે સાથે કેવી રીતે એલવું કે જેથી તેઓનું પ્રિય અને હિત થાય તથા પિતાનું વામય તપ અનાયાસે જ થાય: એ પ્રકાર બતાવ્યા પછી ભગવાને આમાં એક શરત રાખેલી છે. તે એ કે સ્વાધ્યાય એટલે કે જે વડે પિતાનું આત્મસ્વરૂપ જાણી શકાય એવા ઉદેશવાળા વેદાદિનો અભ્યાસ કિંવા સ્વ એટલે પોતે શરીર નહિ પરંતુ આત્મા છે એવા પ્રકારનો નિત્યપ્રતિ અભ્યાસ કરનાર તે જ વાલ્મય તપને લાયક છે. સારાંશ એ કે, જેમ પોતાને તરતાં આવડતું નહિ હોય તે તે બીજાને શી રીતે તારે, તેમ જે પિતે જ આત્મસ્વરૂપમાં સ્થિર થયેલે નહિ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy