SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતદેહન : (આમ પરાપરને કેવળ) આત્મરૂપ જાણનારે (પછી તેવું) રક્ષવા પણ ઇચ્છતો નથી. [ ૭૭૭ જ કારણ છે, એ રીતે કર્મોમાં દુખ દેખીને જ્યારે ઉદ્વેગ થાય છે તથા કર્મફળોમાં જ્યારે સારી રીતે વૈરાગ્ય ઉપજે ત્યારે યોગીએ જિતેન્દ્રિય બની એટલે દરેક ઈન્દ્રિયો, તેનાં કાર્યો અને વિષયો આત્મરૂપ જ છે એ રીતે દઢ નિશ્ચય વડે અંતઃકરણમાં સંકલ્પવિકલ્પનું ઉત્થાન થતાંની સાથે તુરત જ તેને દાબી દઈ અવિચ્છિન્ન આત્મવિચારથી મનને અચળ રાખવું. પહેલાં પહેલાં તો મન આત્મામાં સ્થિર થવું સંભવતું નથી, માટે પ્રથમ તે કંઈક તેના સ્વભાવને અનુસરીને તેને વશ કરવું. તેને ધીરે ધીરે વિવેક વડે આ મિથ્યા પદાર્થોના ગુણદોષ બતાવવા તથા સર્વ આત્મસ્વરૂપ શી રીતે છે તે સમજાવવું. આમ જ્યારે યત્નથી નિશ્ચળ રાખ્યા છતાં જે તે ફરીથી ભટકવા માંડે અને સ્થિર નહિ રહે ત્યારે સાવધાન રહીને તેની કંઈક કચ્છી પરિપૂર્ણ કરતા તેને પાછું પિતાને સ્વાધીન કરવું. આ રીતે ધીરે ધીરે તેને વશ કરતાં રહેવું. યોગીએ મનની ગતિને છેક છૂટી નહિ મૂકવી જોઈએ, પરંતુ પ્રાણવાયુ તથા ઈન્દ્રિયોને આત્મરૂપત્તિ વડે જીતી લઈને તેને વિવેક અને વિચારદ્વારા સત્તાગણ વડે વશ કરવું જોઈએ. જેમ કોઈ નહિ કેળવાયેલા ઘોડાને કેળવવો હોય ત્યારે તે ઘોડો મારી ઇચ્છા પ્રમાણે ચાલે તો ઠીક એમ મનમાં ઇરછીને કઈ ઘોડેસ્વાર પ્રથમ પ્રથમ તો તે ઘોડો જેમ ચાલે તેમ ચાલવા દે છે પરંતુ તે વેળા ઘોડાની લગામ તો પોતે જ પકડી રાખે છે અને તે ઘોડે ત્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ પોતે પણ ઉપેક્ષા કર્યા વગર ચાલ્યો જાય છે, તે પ્રમાણે યોગીએ ધીરે ધીરે સત્વગુણથી ભરપૂર એવી બુદ્ધિરૂપ દેરીવડે પકડીને આત્મરૂપ સંયમ વડે મનને વશ કરવું. આ મુજબના પુરુષાર્થ વડે ધીરે ધીરે તે વશ થવા માંડે છે. આ પ્રમાણે મનને અન્ય સંકલ્પોમાંથી નિવૃત્ત કરી કેવળ એક આત્મામાં વશ કરવું એનું નામ જ મોટો યોગ કહેવાય છે, ત્યાર પછી તેને અત્યંત વશ કરવાને માટે આગળનો ઉપાય કરવો. બ્રહ્મનિષ્ઠ સદગુરુ પાસેથી તને યથાર્થ રીતે સમજી લઈ એટલે આત્મા કિંવા બ્રહ્મ તદ્દન અસંગ છે; એવા પ્રકારે તેને સારી રીતે પરોક્ષજ્ઞાન પ્રાપ્ત થયા પછી મહત્તત્ત્વાદિ કારણુતોનો તથા બ્રહ્માંડથી માંડી દેહશુદ્ધિના સધળા કાર્ય પદાર્થોનો પ્રકૃતિના ત્રણ ગુણે વડે જ વિરતાર થવા પામેલ છે તથા આ સર્વ દશ્યજાળ નાશવંત છે, ક્ષણિક છે. એ રીતે ઉત્પત્તિ તથા નાશનો વારંવાર વિચાર કર્યા કરવો. એ પ્રમાણે જગત ક્ષણિક છે અને વિકારી છે તથા એક આત્મા જ નિર્વિકારી અને સત્ય છે, એવો નિશ્ચય થવાથી મન નિર્મળ થાય છે. આમ જગતદિની વિકારિતા કિવા નશ્વરતા અને એક આત્માની જ સત્યતા ધ્યાનમાં આવી આત્માનાત્મe૫ પ્રાપ્ત થયેલા વિવેક વડે સંસાર ઉપર ઉદ્વેગ થતાં તે થકી જેને વૈરાગ્ય થયો હોય તથા સદગુરુએ ઉપદેશેલા તત્વબોધના અર્થને જ જે વિચાર કરતો હોય તેવા પુરૂનું મન સદગુરુના કહેવાયેલા ઉપદેશનું વારંવાર ચિંતન કરવાથી પોતાના દુષ્ટાત્મા પ્રાણને એટલે દેહાભિમાનને ત્યજી દે છે પરમાત્માના નિત્ય સ્મરણના ઉપાય જ્ઞાન, ધોગ અને ભક્તિ છે. શમદમાદિ યોગમાર્ગેથી કિવા તત્વમસિ વાક્યમાં તા કોણ? ત્રમ કોણ? એવી શોધ જેમાં કરવામાં આવે છે તે અવિક્ષિકી બ્રહ્મવિવાથી અથવા આત્મસ્વરૂપ એવી મારી પૂજા, ધ્યાન વગેરેથી મન હંમેશાં પરમાત્માનું જ રમરણ કરે છે. આ ત્રણ સિવાય બીજા કોઈ ઉપાયોથી મન પરમાત્મામાં એકરૂપ થતું નથી. આ રીતે નિત્યપ્રતિ જેનું મન આત્મામાં જ પરોવાયેલું છે એવા યોગીના હાથે કદાચ અજ્ઞાતપણે કિવા ભૂલથી કાંઈ દોષ થઈ જાય તો તે આ જ્ઞાનાભ્યાસરૂપ યોગ વડે અથવા ભક્તપુરુષોના નામસંકીર્તનથી જ તે પાપને તત્કાળ નાશ કરે છે. તેને બીજા કેઈ કચાંદ્રાયણાદિ તો કરવાની જરૂર પડતી નથી. પરંતુ જાણી જોઈને દોષ કરે અને પછી તેના માલનને માટે મોટા દાન, યજ્ઞો કરછચાંદ્રાયણદિ વ્રતો કરે છતાં કરેલું પાપ ભોગવ્યા વગર શ્યો જ થતો નથી. માટે દરેકે આ સિદ્ધાંત સારી રીતે સમજી પોતપોતાના અધિકારમાં રહેવું તે જ ખરો ગુણ છે, બીજો કોઈ ગુણ નથી. મેં તો : ત્પત્તિથી જ અશહ છે, તે માટે કર્મો તથા તેના સંગનો ત્યાગ કરવાની ઇચ્છાથી વેદમાં આ ગુણ અને દષના વિધાન દ્વારા કર્મોનો નિયમ કર્યો છે નહિ કે કર્મોમાં રુચિ કરાવવા માટે '
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy