SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૪] ईशानो भूतभव्यस्य [ સિદ્ધાન્તકાણ ભ૦ ગીટ અર ૧૭/૧ શ્રીકૃષ્ણ! એવા શાસ્ત્રવિધિને છોડીને એટલે શાસ્ત્રને નહિ જાણતાં ચિકિત્સક બુદ્ધિથી રહિત થઈ તદ્દન નિઃશંક બની નિષ્કપટપણે સંપૂર્ણ શ્રદ્ધાથી જેઓ યજે છે અર્થાત આ પ્રમાણે પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે માટે આપણે પણ કરવું જોઈએ એવી રીતે એકનિછાવડે યજનપૂજન ઇત્યાદિ કર્મો કર્યો જાય છે, તો તેવાઓની તે નિકા. કેવી ગણવી સાત્વિક, રાજસ કે તામસ? મારી આ શંકાનું આપ કૃપા કરીને નિવારણ કરે. વિધિ નહિ જાણનારા ભકતની ગતિ અર્જુનને પ્રશ્ન સાંભળીને ભગવાનને અતિ હર્ષ થયો. તેમણે કહ્યું કે: હે વત્સ! તું ખરેખર બુદ્ધિશાળી છે તેથી જ તારામાં આ સહસદુ વિચારષ્ટિ ઉત્પન્ન થવા પામેલ છે. હવે તારા પ્રશ્નનો ઉત્તર કહું છું તે તું ધ્યાન દઈને સાંભળ. અરે ! જેઓ તદ્દન નિષ્કામ એટલે સંસારવ્યવહાર પૈકી કઈ પણ પ્રકારની કામના રાખતા નથી તેવા મારા શ્રદ્ધાળુ ભક્તો તે શાસ્ત્રવિધિ સમજે કે નહિ સમજે પરતું પરમ શ્રદ્ધા વડે એકનિષ્ઠ થઈને તેઓ વાસ્તવિક મારું જ યજન કરે છે. તે શું તેવા ભક્તો કદી અધગતિને પામે ખરા કે? જેઓ આમ સંપૂર્ણ શ્રદ્ધા વડે યુક્ત થઈ આમસ્વરૂપ એ મારું જ યજનપૂજન કરનારા હોય છે તેઓ વ્યવહારદષ્ટિએ અણઘડ જેવા ભલે લાગે પરંતુ વાસ્તવિક રીતે તે સર્વ ધર્મને જાણનારા છે એમ જાણુ. તેમનાં કમેં શાસ્ત્રવિહીન કહેવાય નહિ; પરંતુ ઉપર મેં તને જે આસુરીવૃત્તિવાળા કહ્યા તેઓ તે પિતાથી પર બીજો કોઈ ઈશ્વર છે જ નહિ અને હું એટલે શરીર તથા તે શરીરના ભરણપોષણ અને મોજશેખને માટે અહર્નિશ પ્રયત્ન કરનારા હોવાથી ભયંકર દુઃખમોગો ભેગવવાના માર્ગમાં જ પડે છે. કેમકે તેઓ તદના અશ્રદ્ધાળ અને અધર્મી હોઈ માન, મોહ, મદ અને અહંકારને લીધે વિષયોની જાળમાં જ ગૂંથાએલા હોય છે તેવા અધર્મીઓ કે જેઓ શાસ્ત્ર ની વિધિનો ત્યાગ કરીને પિતાના મત પ્રમાણે વર્તન કરતા રહે છે તેવાઓને જ હુ અધમાધમ એવી નીચ યોનિઓમાં ફેકું છું; પરંતુ જેઓ શ્રદ્ધાવાળા થઈને નિષ્કામભાવે મને જ ઉપાસે છે તે તો શાસ્ત્રવિધિ સમજતા યા ન છતાં તે સર્વ ધર્મને જાણનારા જ છે. એમ સમજ. આ સંબંધે મેં જ શાસ્ત્રમાં અન્યત્ર કહેલું કથન પ્રથમ તને કહું છું કે જેથી તને આ બાબત સારી રીતે ધ્યાનમાં આવશે. સુત, વૈદેહક તથા ચાંડાલાદની ઉત્પત્તિ એક વખતે મને એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અમુક કરવું અને અમુક ન કરવું, અને વિાધ અને નિષેધ તો વેદમાં કહ્યો છે અને તે વેદ તે ઈશ્વરરૂપ એવા આપની આજ્ઞા છે. તેમાં જે કર્મો કરવાના કહ્યા તેયો પુથ થાય અને મને કરેલા કર્મો કરવાથી પાપ થાય, વણું અને આશ્રમમાં પણ અમુક ઉત્તમ અને અમુક નિકષ્ટ, જાતિઓમાં પણ અમુક શ્રેષ્ઠ અને અમુક કનિષ્ઠ; સિવાય ઉત્તમ જાતિની સ્ત્રીઓમાં હલકા વર્ણના પુરુષથી સંતતિ ઉતપન્ન થાય, જેમ કે બ્રાહ્મણ સ્ત્રીમાં ક્ષત્રિય પુરુષથી ઉત્પન્ન થનાર સંતાનને સૂત, વૈશ્યથી થનાર વિદેહક અને શથી થનાર ચાંડાલ અને બાકીના તો યવનદિ અધમાધમ જાતિના ગણાય છે એમ વેદ કહે છે. તેમજ બ્રાહ્મણ પિતાથી ક્ષત્રિય સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ સંતાન મૂર્તાવ્યશકિત, વૈશ્ય સ્ત્રોમાં થયેલ અંબા તથા શૂદ્ર સ્ત્રીમાં ઉત્પન્ન થાય તેને માટે નિષાદ અથવા પારશવ ઇત્યાદિ સંજ્ઞાઓ જણાવેલી છે તેમજ દ્રવ્ય, દેશ, અવસ્થા અને કાળ ઇત્યાદિ પશુ અમુક શ્રેષ્ઠ અને અમુક નિકૃષ્ટ એવા ભેદાભેદો છે. વળો પુણ્યથી સ્વર્ગ અને પાપથી નરકરૂપી ફળ મળે છે. આમ ગુણ અને દેશને વેદમાં પણ સ્વીકાર કર્યો હોવાનું જણાય છે; જે તેમ ન હોય તે પછી તમારી આજ્ઞાપ વેદના વિધિ અને નિષેધવાકો એવા વિભાગ જ થવા ન જોઈએ. ગુરુ અને દોષ સમજવામાં કિંવા કાર્ય અને અકાર્ય સમજવામાં વેદ વિના બીજું કઈ શ્રેષ્ઠ શાસ્ત્ર જ નથી, તે જ સૌથી પ્રથમનું હાઈ પ્રમાણભૂત છે. તેના કહેવા વડે જ આ ચરાચર લેકેમાં ભેદદષ્ટિ પ્રચલિત થવા પામેલી છે છતાં આપ કહે છે કે વેદ અભેદબુદ્ધિ રાખતી એવું નિરૂપણ કરે છે તો તે ની રીતે સંભવે? તેનો ઉત્તર કહું છું તે સાંભળ એટલે તારી એ શંકા નિર્મૂળ થશે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy