SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] જે આ (દક્ષાદિ દૈતપે) અહીં (પ્રતીત છે) તે (જ) ત્યાં તપે છે, [ ૫૫ સંસારના પાશમાંથી મુક્ત થાય છે. હે પાર્શ્વ ! તું તે આવી દેવી સંપત્તિનાં ગુણો લઈને જો છે, માટે એક મા કર. તું જરૂર આ સંસારસાગરને તરી જઈશ, એમ નિશંક જાણ તો પૂતળે રોfewા રાજુ રા વિતરફ રોજ બાજુ વાહ રે નુ ૬ આ લાકમાં બે ભૂતસર્ગો છે. હે પાર્થ! આ લેકમાં દેવ અને આસુર એવા બે જ ભૂતસર્ગો છે. સર્ગ એટલે ઈશ્વર (ક્ષાંક ૨) થી પિતાની ઈક્ષણરૂપ કાળશક્તિ વડે પ્રકૃતિના ગુણેમાં ક્ષોભ યાને વિષમતા થતાં અવ્યક્ત યા શિવશક્તિ, સૂત્રાત્મા, મહત્તત્ત, અહંકાર, ઇત્યાદિ સર્વેની જે ઉત્પત્તિ થવી તે સર્ગષ્ટિ કહેવાય (વૃક્ષાંક ૩ થી ૧૨) તથા સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવે કરેલી ચૌદ લેકવાળી જે સ્થાવરજંગમ સૃષ્ટિ તે વિસર્ગ કહેવાય છે ( વૃક્ષાંક ૧૦ થી ૧૫ ૫ જુઓ). આ સર્ગષ્ટિ એ કારણુ મહાકારણુવાળી સૃષ્ટિ હોઈ તેની અંતર્ગત કાર્યસૃષ્ટિનો સમાવેશ પણ અનાયાસે જ થાય છે તેથી ભગવાને અત્રે કહ્યું છે, કે આ લોકની એટલે તમામ દસ્થ જાળ (વૃક્ષાંક ૩થી ૧૫ g) પર્યંતની અંદર દેવ અને આસુર એવા બે જ ભૂતના સર્ગો એટલે વિભાગો છે. તેમાં દૈવી સંપત્તિનાં લક્ષણે તે પૂર્વે વિસ્તાર પૂર્વક કહ્યાં છે. હવે આસુરીનાં કહું છું, તે સાંભળ. प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः । न शौचं नापि चाचारो न सत्य तेषु विद्यते ॥ ७ ॥ આસુરી સંપત્તિમાં તે સમયના અંશનું નામ પણ હોતું નથી પ્રવૃત્તિ એટલે કરવા યોગ્ય શું છે તથા નિવૃત્તિ એટલે નહિ કરવા શું છે, અર્થાત ધર્મ કોને કહેવો અને અધર્મ કોને કહે એ બંનેને તેઓ જાણતા નથી. તેઓમાં શૌચ એટલે પવિત્રતા કિંવા શાહતા હોતી નથી પરંતુ અપવિત્રતા હોય છે. કારણ કે હું શરીર છું એ તેને ખોટો નિશ્ચય દઢ થયેલો હોવાથી તેઓ અશુદ્ધ અને મલિન અંત:કરણવાળા હોય છે. તેઓમાં આચાર પણ હોતો નથી. કળધમ, કળાચારને તેઓ સમજતા જ નથી અને સત્ય તો તેમાં કદી વિદ્યમાન જ હોતું નથી, એટલે સત્યના અંશનું તો તેમાં નામનિશાન પણ જણાતું નથી; કેમ કે તેઓ સત્યને ઓળખતા નહિ હોવાથી અસત્યને જ સત્ય માને છે. असत्यमप्रतिष्ठं ते जगदाहुनीश्वरम् । अपरस्परसम्भूत किमन्यत्कामहैतुकम् ॥ ८ ॥ આ જગતને કાપભેગ વિના બીજે છે હેતુ હોય આ આસુર લોક, જગત અસત્ય છે એટલે જગતમાં તો અસત્યતાથી જ વર્તવું જોઈએ, કારણ કે તે તે અસત્ય વર્તનથી જ ચાલે છે, એમ માને છે. આ જગત અપ્રતિષ્ઠિત એટલે કેઈના પણ આધાર વગરનું અર્થાત નિરાધાર; અનીશ્વર એટલે જેમાં ઈશ્વર જેવું કાંઈ છે જ નહિ એવું; અપરસ્પરસંભૂત એટલે પરસ્પર એકબીજા વડે જ ઉત્પન્ન થનારું છે, અર્થાત યજ્ઞાદિ દ્વારા દેવતાઓને તુષ્ટ કરી તેઓ મનુષ્યને પોતપોતાનાં ઈચ્છિત ફળ આપે છે કિંવા પુરુષપ્રકૃતિ વ તે ઉત્પન્ન થવા પામ્યું છે, એવા પ્રકારની શ્રુતિને નહિ માનતાં તેવું તે કાંઈ છે જ નહિ એવું માનનારા; મનુષ્યોને આપસઆપસમાં થનારો સર્વ વ્યવહાર કેવળ વિષપભેગાને માટે જ છે, તેમાં આ સિવાય બીજો કોઈ હતું તે વળી શો હોય, એમ કહે છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy