SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] તે (આત્મા) કરતાં (પર) બીજું કાંઈ (પણ) છે જ નહિ. આ જ તે આત્મપદ છે. [૭૫૩ નાના નાના ન - તન્માત્રા મન મળી સેળ વિકારો થાય છે. ત્યાર પછી માતા જે કાંઈ અન્નાદિનું ખાન પાન કરે છે, તે નાડીના સૂત્ર દ્વારા એટલે કે બાળકની નાભીમાં જે નાડી હોય છે અને જેને જન્મ થયા પછી કાપી નાખવામાં આવે છે તેને નાડી સુત્ર કિંવા દોરી કહે છે તે નાડીના સૂત્ર દ્વારા ગર્ભને પહોંચી તેના પ્રાણને રક્ષણ થાય છે. આમ જ્યારે તે ગર્ભ નવ મહિનામાં સર્વ લક્ષણેથી પરિપૂર્ણ બને છે ત્યારે તેને પિતાની પૂર્વ જાતિનું સ્મરણ થાય છે અને તે જ્યારે પોતાના એ શુભાશુભ કર્મને જાણે છે ત્યારે નીચે પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરે છે. જીવાત્માને ગર્ભવાસમાં થયેલું જ્ઞાન મેં પૂર્વે હજારો યોનિઓમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના ભોગે ભેગવ્યા. અનેક પ્રકારનાં સ્તનપાન કર્યો. હું વારંવાર જન્મને તથા મૃત્યુને પામ્યો. મારા કુટુંબને અર્થે મેં જે જે કાંઈ શુભાશુભ કર્મો કર્યા તેનાં ફળો હું હવે એકલે ભોગવી રહ્યો છું, મારા કર્મ વડે જેઓ સુખ ભોગવતા હતા તેઓએ તે મને એકલો મૂકી દીધે. હું આ ભયંકર દુઃખરૂપ મહાસાગરમાં ડૂબેલે છે. આમાંથી તરી શકાય એવો કોઈ ઉપાય હું જેતો નથી. માટે હવે જયારે હું આ યોનિમાંથી બહાર નીકળીશ ત્યારે જન્મમરણરૂપ અશુભ કર્મોને ક્ષય કરનારા અને શુભ ફળ એટલે મુક્તિ આપનાર આત્મસ્વરૂપ એવા નારાયણ કિંવા પુરુષોત્તમ ભગવાનને રણે જઈશ. જ્યારે હું આ યોનિમાંથી બહાર નીકળીશ ત્યારે અશુભના ક્ષયને આપનારા તથા ફળરૂપ મુક્તિને આપવાવાળા તત્ત્વજ્ઞાનને મેળવીશ અને હું નિરંતર સનાતન એવા બ્રહ્મનું જ ધ્યાન કરીશ. જીવાત્માએ ગર્ભવાસમાં કરેલી ભગવાનની સ્તુતિ હે ભગવન ! હું આપને શરણે આવ્યો છું. મારે આપના સિવાય બીજું કાનું શરણુ હોય? હે પ્રભો! દેહમાં જ અહંતા, મમતા રાખનારા મારા જેવા પાપીને આ ગર્ભવાસરૂપી ગ્ય શિક્ષા આપે કરેલી છે. વારતવિક હું આત્મસ્વરૂપ હોવા છતાં પણ માયાના ત્રણ ગુણના આવરણ વડે ઢંકાઈને ત્રણે કર્મોથી બંધાઈ ગયો હોઉ તેમ અહીં આ વિષ્ટાના ઘરમાં એટલે માતાના ઉદરમાં જ્યાં વિષ્ટા રહે છે તે જ સ્થળે ગર્ભાશયમાં વાસ્તવ્ય કરીને રહે છું, પરંતુ વસ્તુતઃ તે તે હું આત્મસ્વરૂપ છે. તેથી મારા આત્મસ્વરૂપ પરમાત્માને હું જ નમસ્કાર કરું છું. હું આ પાંચ મહાભૂતો તથા સાત ધાતુઓના તેમ જ જ્ઞાનેન્દ્રિય કમેં દિવાળા શરીરથી તદ્દન અસંગ હોવા છતાં મોહ અને મિથ્યા ભ્રમ વડે આમાં ફસાઈ ગયો છું અને વારંવાર અનેક દુઃખો ભોગવી રહ્યો છું. તેવા મને આ દુઃખમાંથી તારનાર આત્મસ્વરૂપ એવા તારા વિના બીજો કોણ હોઈ શકે? તેમ જ મારા સાચા સ્વરૂપનું ભાન પણ કોણ કરાવી શકે તેમ છે? આ સમયે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળનું જ્ઞાન મને કયા દેવે આવું? આત્મસ્વરૂપ એવી તારી કપાનું જ. તે ફળ છે. મિથ્યા ઉપાધિ વડે કર્મપાશમાં બંધાએલા મને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એવા ત્રણે પ્રકારના તાપની શાંતિને માટે તારા ભજન વિના બીજે કયો ઉપાય છે? માતાના શરીરરૂપી ગુફામાં લોહી, વિષ્ટા અને મૂત્રના ખાડામાં પડેલા તથા અત્યંત દુઃખી થતા તેમ જ અહીંથી નીકળવાને માટે પિતાના મહિનાઓ ગણતા આ કંગાળ જીવને હે પરમેશ્વર ! આપ કયારે બહાર કાઢશે? આપ જેવા દયાળએ આ લાચાર અવસ્થામાં પણ મને આવું જ્ઞાન આપ્યું, તેને બદલો પ્રણામ સિવાય બીજા કયા ઉપાય વડે આપી શકાય તેમ છે! પશુ, પક્ષી આદિકેને તે કેવળ પિતાના શરીરનાં સુખદુઃખાદિની જ ખબર પડે છે પરંતુ હું તો મનુષ્ય હોવાથી આપે આપેલી સ્વતંત્ર બુદ્ધિ વડે વિવેક કરીને અમદમાદિ પાળી શકે તેવી સ્થિતિમાં છું અને તેથી જ પિતાના સ્વરૂપ એવા આપને હું અંદર બહાર પરિપૂર્ણ રીતે દેખી શકે પ્રભો! જે કે હું આજે ઘણું જ દુઃખની પરિસ્થિતિમાં છું છતાં ગર્ભથી બહાર નીકળવાને ઇચ્છતા નથી. કેમ કે મારે તો આ અંધકૃપમાંથી છૂટી આપની માયા વડે વ્યાપેલા એ બહારના અંધકપમાં જઈને પડવાનું છે. ત્યાં દેહાભિમાન અને સ્ત્રી પુત્ર વગેરેના સંબંધો પ્રાપ્ત થવાથી આપના સ્વરૂપને ભૂલી જવાય છે એટલા માટે મારે ફરી ફરી પાછું આવા કરુણ ગર્ભવાસમાં ફસાવું પડે છે. આ રીતે હું તેને કદી પણ - - - કાકા મામા - -
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy