SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ ર ! જ્યાં (આત્મસ્વરૂપમાંથી સૂર્યને (પણ) ઉદય થાય છે, [૪૭ અહિંસા કોને કહેવી ? અહિંસા એટલે જીવાત્મા પોતે વાસ્તવિક રીતે તો આત્મસ્વરૂપ હોઈ જન્મમરણાદિથી રહિત છે છતાં અવિદ્યારૂપી ભ્રમને લીધે મોહવશ થઈ હું ઉત્પન્ન થયો છું, એવી ભાવના કરી વિષો એ જ મારું અંતિમ યેય છે એમ માની લે છે. અને તેની પ્રાપ્તિને માટે વાસનાવશાત અનેક યુનિઓમાં જન્મે છે તથા વારંવાર મરણ પામે છે. આ રીતે અજ્ઞાન વડે પોતાના હાથે જ તેની થતી આ જન્મમરણરૂ૫ હિંસામાંથી તેને બચાવવું તે જ સાચી અહિંસા કહેવાય. વ્યવહારમાં પેટ ભરવાના ઉદ્દેશથી મોહમાં ફસાઈ પશુની થતી હિંસા થકી જ્યારે આપણને ઘણું કિંવા તિરસ્કારભાવ ઉત્પન્ન થવા પામે છે તે પછી પોતાની મૂર્ખતાને લીધે પોતાના હાથે જ પોતાની થતી આ હિંસા સંબંધે જે કદી વિચાર ઉપન્ન ન થાય તો તે ખરેખર એક પ્રકારનું ઢાંગીપણું વા પાખંડ જ ગણાય. આમ આત્મવરૂપની પ્રાપ્તિ કરી લેવી એ જ હિંસામાંથી મુક્ત થવાને સાચો ઉપાય છે. અને અંતે આ પ્રકારની અહિંસાની પ્રાપ્તિ થાય એટલા માટે કોઈ ને પણું શરીર, વાણી અને મન વડે કિંચિત્માત્ર પણ દુભાવ નહિ તેને અહિંસા કહેવાની વ્યવહારમાં પ્રથા છે. તેનો અંતિમ અને ગઢ ઉદેશ તો જગતમાં જોવામાં આવતું બેપણું વસ્તુતઃ છે જ નહિ; જેને સંસારમાં બપણાની ભાવનાથી જોવામાં આવે છે, તે પણ વાસ્તવિકતે અદ્વૈત એવું પિતાનું જ સ્વરૂપ છે, એવી ભાવના થાય તો જ વ્યવહારમાં કહેલી કાયિક, વાચિક અને માનસિક એ ત્રણે પ્રકારની હિંસામાંથી બચી શકાય છે. સત્ય એટલે ખોટું અને સાચું શું છે તેનો નિર્ણય કરીને અસત્યને ત્યાગ કરે તથા સત્યને સ્વીકાર કરવો તે અર્થાત આત્મા વગર બીજું બધું અસત્ય છે; માટ કાયિક, વાચિક અને માનસિક વ્યવહારમાં આત્મા સિવાય બીજી કોઈ પણ ભાવના થવી તે અસત્ય અને સર્વત્ર એક આત્મભાવના તેનું નામ જ સત્ય સમજવું. આ રીતના સત્યતાના અંતિમ ધ્યેયની પ્રાપ્તિને માટે જ કાયિક, વાચિક અને માનસિક વ્યવહારમાં પણ સત્યતાનું જ આલંબન કરવા શાસ્ત્રકારો જણાવી રહ્યા છે. જ્યાં બીજાપણાની ભાવના હોય ત્યાં જ ક્રોધ રહી શકે. આ હું છું, અને મારું છે અને આ મારું નથી, આ મને મળવું જોઈએ ઇત્યાદિ પ્રકારની કામના મનમાં ઉત્પન્ન થતાં તે મેળવવાને માટે પ્રયત્ન કરવામાં આવે છે અને તેમાં જે વચ્ચે બીજો કોઈ અડચણ ઉપન કરે તે ક્રોધ ઉપજે છે, પરંતુ જ્યાં એકત્વની જ ભાવના હોય ત્યાં ક્રોધ કયાંથી હોય? આથી તેવી ભાવના થવી એ જ અક્રોધ કહેવાય; એટલા માટે જ વ્યવહારમાં બીજાઓ તરફથી તિરસ્કાર થાય કિંવા પિતાને ત્રાસ થાય તે પણ મૂંગે મોઢે સહન કરી લેવું, તેને વ્યવહારમાં અક્રોધ કહ્યો છે. તેનો ઉદ્દેશ વરતુતઃ તો બીજે કઈ છે જ નહિ અને જે છે તે સર્વ પિતાનું જ સ્વરૂપ છે એ રીતે પિતે પિતાપર ક્રોધ કરવો તે અયોગ્ય છે; એ મુજબનું સાચું જ્ઞાન થતાં અંતે તે એકત્વની ભાવનામાં જ પરિણમે છે. ત્યાગ એટલે આત્મામાં બીજું કાંઈ છે જ નહિ એવા નિશ્ચય વડે તેમાં બીજું કાંઈ છે, એમ જણાય તો તરત જ તેનો ત્યાગ કરે છે. આથી જ વ્યવહારમાં પણ જે વસ્તુઓ ઈશ્વરપ્રાપ્તિને માટે અડચણ કરે એટલે નડતરરૂપ લાગે તે એટલે પ્રિય એવા સ્ત્રી પુત્રાદિ સહ સર્વને ત્યાગ કરવો અને છેવટે પોતાપણાને પણ ત્યાગ કરવો, આ રીતના ત્યાગને જ સર્વત્યાગ કહ્યો છે. ક્ષાંતિ એટલે અંતઃકરણમાં કોઈ પણ પ્રકારનું ચિંતન જ ન હોય, તેવું ચિંતનરહિત જે નિર્મળ અને શુદ્ધ અંતઃકરણ અથત તમામ વિકલ્પોનું શમન કિંવા સમતા એ જ ક્ષાંતિ. અપશુન એટલે બીજાને હલકે પાડવાની સંકુચિત અને ક્ષુદ્રદષ્ટિનો ત્યાગ કરીને સર્વત્ર વિશાળ એવી એક આત્મદષ્ટિનો આશ્રય લેવો તે; કેઈએ ગમે તેટલું દુ:ખ દીધું હોય કિંવા ઉપકારનો બદલો અપકારથી વાળ્યો હોય છતાં પણ ગુપ્ત રીતે કિંવા છળકપટથી તેને પીછો ન પકડવો અને તેવી વૃત્તિ પણ નહિ રાખવી તે અપશન કહેવાય તથા તેવાને પીછો પકડી તેને છળકપટથી ગુપ્ત યા પ્રકટ રીતે હેરાન કરવો તે પશુન કિંવા પિશાચવૃત્તિ કહેવાય, એ તેને વ્યવહારમાં પ્રચલિત અર્થ છે. દયા એટલે જેઓ અનાની છે, પોતાના સ્વરૂપને નહિ ઓળખતાં મિયા મોહજાળમાં ફસાઈ હમેશાં વિષયોની પાછળ જ મંત્રા રહે છે, તથા પિતાના સાચા હિતને સમજતા નથી, તેવાઓ બિચાશે આ અજ્ઞાનતામાંથી કેવી રીતે ટશે એ રીતે તેમના ઉપર દયાની દષ્ટિ રાખવી અર્થાત તેવાઓ ઉપર તિરરકારભાવના નહિ રાખતાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy