SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ s૩૦ ] या प्राणन सम्भवति [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૫/૧૫ ચૂપ નિશ્ચલ કિંવા અનિર્વચનીય થઈ ગયાં છે તે રથાન પણ હું જ છે તથા તેનું સાચું રહસ્ય જાણનારા પણ આ હું જ છે; એમ કહેલું છે. આમ કૃષ્ણ ભગવાન પોતે પોતાને હું એટલે આ શરીરધારી પકવા. આકારવાળા કૃષ્ણ નહ પરંતુ આત્મા છે; એમ સમજાવવાને માટે સ્થળે સ્થળે પોકારી પોકારીને કહી રહ્યા છે અને તેથી જ તેમણે “સર્વથ રાદ' એવો શબ્દ પ્રયોગ અત્રે કરેલ છે તથા તેનો અર્થ સર્વના હદયમાં આતમસ્વરૂપ એ હું સ્થિર છે એ થાય છે એમ સ્પષ્ટ રીતે જણાવે છે. હું કૃષ્ણ કે ધનંજય ? અત્રે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ભગવાન સર્વ જ્ઞsom: એમ કહેતાં નથી, પણ “રા ૨ ” સર્વમાં હું છે એમ કહે છે. પોતાને વિદ્વાન કહેવરાવનારાઓ “હું” નો અર્થ શરીરધારી કૃષ્ણ એવો II કરે છે તે ખરેખર અજ્ઞાનતા હોઈ પોતાનો અને લોકોની દિશા ભૂલ કરાવનારું છે, કારણ કે તે અનુભવથી વિરુદ્ધ છે. મૂઢ લોકો તો એટલે શરીર એમ કલ્પી લે છે, તેમ જ હું એટલે કોણ તેને કદી વિચાર સરખે પણ કરતા નથી તથા ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતે પિતાને શરીર જ માની લેતા હતા એવો અર્થ પિતાની અજ્ઞાનતા ફિવા મૂખપણાનો આરોપ તેમના પર કરી તેમને મૂઢ લેકની કોટિમાં લાવવાનો પ્રયત્ન કરનારા વિદ્વાનો કિંવા પોતાને ભક્ત કહેવરાવનારાઓ કરે તે કેટલી બધી મૂર્ખતા કહેવાય! આ કૃણુ નામ તે દરેક મહાયુગના ત્રીજા ચરણને અંતે ભરતખંડમાં શ્રી ક્ષેત્ર મથુરાપુરીમાં વસુદેવને ત્યાં દેવકીના ઉદરે અષ્ટમ ગર્ભે જન્મ ધારણ કરનારા પરમ યોગેશ્વર એવ! કૃષ્ણના આકાર અને રૂ૫ માટે વપરાય છે. તેઓ પોતે પિતાને હું શરીરધારી છું એમ કદી પણ માનતા ન હતા. તે શરીર દ્વારા પોતાના સાચા આત્મસ્વરૂપને પૂરેપૂરી રીતે ઓળખી લઈ પોતે તો આમાની સાથે તક૫ બની ગયેલા હતા, આથી તેઓએ પિતાને સ્થળે સ્થળે હું આમવરૂપ છે એવી રીતે હંમેશાં કહેલું છે. વેદ, ઉપનિષદો, કૃતિ, ગીતા ઇત્યાદિ દરેકમાં આ “હું” એટલે કોણ? તેના સાચા સ્વરૂપના સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરેલું છે તથા અહીં પણ હું સર્વના હદયમાં રથત છે. વેદાદિ પણ આ “હુ’નું જ વર્ણન કરે છે, વેદાદરૂપ પણ હું જ છે; તેમ પાછલા વિભૂતિયોગ (અધ્યાય ૧૦)માં તો ધનંજય પણ હું જ છે, એમ કહેલું છે તેનો ઉદ્દેશ છે? એક બાજુ આ ગીતારૂપી જ્ઞાનનો ઉપદેશ ધનંજયને જ આપી રહ્યા છે અને વળી પાછા તે જ કહે છે કે ધનંજય પણ હું જ છે અને અર્જુન પણ તે મૂંગે મોઢે કબૂલે છે. આને શો અર્થ ? વ્યવહારદષ્ટિએ આ બધે વિરોધાભાસ જણાશે. પરંતુ વાસ્તવિક રીતે તો અને જે પોતાને હું અન છું એમ માનતો હતો તે જ મૂર્ખતા હતી તે હું કેણુ? કયાંથી ઉત્પન્ન થયો તેનો જે તે વિચાર કરે તો સારી રીતે જાણી શકે કે તે આ હું એટલે શરીરધારી ધનંજયરૂપ નહિ પરંતુ આત્મરૂપ (વૃક્ષાંક ૧) છે અને તેને જ વિવર્તરૂપે અનાદિ નામે વ્યવહારમાં લોકો કહે છે. આ રીતે અર્જુનને હું કોણ ? તેનું એટલે પિતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થયું. આ સંબંધે ઉપર વિસ્તૃત વિવેચન આપેલું છે, આ રીતે “હું” એટલે આતમા એ વાત તદ્દન નિશ્ચિત થઈ હવે વેદને જાણવા જેવો પણ હું જ છે તથા વેદને પણ હું જ જાણે છે, તથા વેદને અંત થાય છે તે પણ હું જ છે, એમ જે કર્યું છે તેનો આપણે સંક્ષેપમાં વિચાર કરીશું શા કેમ ઉત્પન્ન થયાં? નાનાં અજ્ઞાની બાળકોને ગમે તેટલા માંધા જવાહીરના દાગીના પહેરાવીને જે એકલાં છોડવામાં આવે અને રસ્તામાં જે કોઈ તેને પ્રિય એવી ખાવાની વસ્તુ આપે તો તેને તે પોતાના કીમતી અલંકારો પણ કાઢીને આપી દે છે એવો વ્યવહારમાં અનુભવ છે. અજ્ઞાની અને મૂઢ બાળકે દાગીનાની કીમત શું છે તે સમજી શકતાં નથી, તેમ મીઠાઈ ખાવાથી પરિણામ શું આવશે તેની પણ તેને કલ્પના હોતી નથી. તેમની સંભાળ રાખવાની સર્વ પ્રકારની જવાબદારી વડીલો અથવા પાલકે ઉપર હોવાને લીધે તેઓ રાતદિન તેમની સંભાળ લેતા રહે છે. આમ બાળકે શેની ઈચ્છા કરે? આના ઉત્તરમાં ખાવાના પદાર્થો અથવા મીઠાઈની. તેમ આ જગતમાં અજ્ઞાની લેકોને પ્રિય શું છે? આના ઉત્તરમાં વિષયો. બસ આટલે એક જ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy