SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] જે (આત્મપદ) તપકર્તા જત્પન્ન નારાયણથી પણ પૂર્વે છે. [ ૭૨૫ આ મુજબ ઉંડાણમાં ઉતરીને અત્યંત સમદષ્ટિએ વિચાર કરવાથી એ સિદ્ધ થાય છે કે પ્રથમ તે મનુષ્યોને ઠરાવેલો આ સર્વ વ્યવહાર કેવળ રવાથે પૂરતું મર્યાદિત હેઈ તદ્દન મિયા કરે છે અને જો આ મનુષ્યવ્યવહારને સાચો માનવામાં આવે તો તે પ્રમાણે મનુબેતરોમાં પણ કાંઈ વ્યવહારરચના હોવી જ જોઈએ, તથા જે આ પક્ષનો સ્વિકાર થાય તો પછી તે દરેક મનુષ્યતરો) પોતપોતાની ભાષામાં પોતાને માટે અહમ (હું) એવી સંજ્ઞાને કોઈ શબ્દપ્રયોગ કરતા હોવા જ જોઈએ, એ પણ સ્પષ્ટ છે. આ રીતે ચરાચર થાવર જંગમાત્મક, વ્યષ્ટિ, સમષ્ટિ, વિશ્વ કિવા વિરાટ, “હું” રૂપ જ છે, એમ નિઃસંશય કહેવું પડશે. ઉપર કહી ગયા તેમ પ્રત્યેક મનુષ્ય પિતાને “હું” તથા બીજાને માટે “તું” તમે, મા, તારું ઇસાદિ ભાવવડે સંબંધે છે. જેમ આ મારી, પુત્ર મારો, શરીર મારું, મન મારું, બુદ્ધિ મારી, એ બધાને મારું મારું કહેવામાં આવે છે તે જ પ્રમાણે આ રથાવરજંગમાભક જગતનો વ્યવહાર સમયે પણ તે આ મારું, તારું ઇત્યાદિ શબ્દોનો જ પ્રયોગ કરે છે. જેમ ઘર મારું, જમીન મારી, ડુંગર મારો, રાજ મારું, ઝાડ મારું, ઘોડો મારો વગેરે વગેરે. આ બેમાં મારો પુત્ર કહેતી વખતે તથા મારો ધેડો કહેતી વખતે “મારો” એ શખ તે સર બે જ હોય છે. આ રીતે મારો હાથ અને મારો શત્રુ એ બંને સમાન જ કરે છે તે પછી તેમાં ભેદ કેવી રીતે ગણ? આ મમાદિ શબ્દ પિતાની ભાષાના હેવાથી મનુષ્યો તેને સારી રીતે સમજી શકે છે અને તાત્કાલિક તેને પ્રત્યુતર પણ આપી શકે છે પરંતુ મનુખેતર કેનિએ મનુષ્યની આ ભાષાથી અપરિચિત હોવાથી તે સમજી શકતો નથી. આ સંબંધે કેટલુંક વિવેચન દત્ત પરશુરામમાં આવેલું છે તે પૈકી નીચેનો ભાગ અક્ષરશઃ આપવામાં આવે છે. વ્યાઘાદિ પશુઓની શેધ મનુષ્યતર પ્રાણિઓમાં બુદ્ધિતા અંશ પૂર્વકર્માનુસાર મનુષ્યો કરતાં ઓછા પ્રમાણમાં હોય છે, આથી મનુષ્પોનિએ તેનો ગેરલાભ લઈને પોતાને અનુકૂળ થાય એવા સ્વાથી કાયદાઓની રચના કરી છે. જેમ કે કેઈ સ્ત્રી નાના બાળકને મૂકી મરી જાય તો તે બાળકને જીવતો રાખાને સારુ મનુષ્યોએ તેને ગાય કિંવા બકરીનું દૂધ આપવાની વ્યવસ્થા કરેલી છે પરંતુ જે ગાય કિંવા બકરી મરી જાય તે તેનાં બચ્ચાંને માટે મનુષ્યો પોતાનું દૂધ કદી આપતાં નથી, જે આ પ્રમાણે અરસપરસ થતું હોત તો મનુષ્યરચિત કાયદો , એકતરફી ગણુત નહિ, પરંતુ મનુષ્યોના બાળકને જીવવાનો અધિકાર છે પણ ગાય બકરીના બાળકોની મનુષ્યોને શી પડી? અર્વાચીનકાળમાં મનુષ્યોએ શોધ કરી છે કે, જે આયુષ્ય વધારવું હોય તો વાંદરા કે સસલાના કાળજાનો ઉપયોગ કરવો. એક મનુષ્યનું જીવન ટકાવવાના પ્રયત્નને માટે કેટલા વાંદરા કે સસલાને ભોગ લેવામાં આવે છે તેની મનુષ્યોને તે કશી પડી જ નથી તેમ જ કસાઈખાનાઓની સંખ્યાઓને તે પાર જ નથી એટલું સારું છે કે પશુપક્ષ્યાદિ મનુષ્યતર યોનિઓમાં બુદ્ધિતવનો અંશ ઓછો છે. કદાચ જ્યાશ્રાદિને મનુષ્ય જેવી બુદ્ધિ હેત તે તેઓ પણ મનુષ્યોની જેમ મોટી મોટી શું કરત; તેવી શોધો કરતાં કરતાં તેઓને જણાયું હતું કે પોતાને વધુ જીવવાને માટે મનુષ્યોના કાળજાની જરૂર છે અથવા આયુષ્ય લાંબુ કરવાને માટે મનુષ્યોએ બાધેલાં મકાનમાં રહેવું કિવા તેમનાં ઐશ્વર્યાદિ સાધનો ઉપયોગી છે, તે આજે મનુષ્યના હાલ કેવા થાત? તેઓ ન રહી શકત ગામમાં કે ન જઈ શકત જંગલમાં, કારણ કે એક બાજુ એ એકલા મનુષ્યો અને બીજી બાજુએ ત્યાશી લાખ નવાણું હજાર નવસો નવાણું છવ જાતિઓ અને તે દરેકની નવી નવી શે! આમ થાત તે આ મનુષ્યોની ફજેતીનો પાર રહેત નહીં, પરંતુ આ માનુષીય વ્યવહારની, તેમની શોધોની કે એશ્વર્યાની મનુષ્યતરોને સહેજે પડી નથી. તેઓ તે કેવળ નિયતિના વ્યવહાર મુજબ વિચરે છે. પૂર્વ કમનસાર આવેલા દેહના ભોગ ભોગવે છે અને ઉપર બતાવેલા આહારનિદ્રાતિ ભાગમાં પ્રવૃત્ત રહી આયુષ્ય પૂર્ણ થયે મરણને શરણ થાય છે અને વળી પાછા જ રીતને તેઓને કમ મનુષ્યયોનિ પ્રાપ્ત થતાં સુધી રેટમાળની જેમ ચાલુ જ હોય છે. મૂઢ મનુષ્યો પણ બુકિતત્વને પગ કરી પોતાના ખરા સ્વરૂપને ઓળખતા નથી અને આ પશુપયાદિની જેમ જ વ્યવહાર કરીને એક દિવસ મરી જાય છે તથા કરેલાં કર્મોનું ફળ ભેગવવાને માટે પુનર્જન્મ લેતા રહે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy