SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨] તો વિનુગુણ | ત તન્ન . સિદ્ધાન્તકારડ ભ૦ ગી- અ. ૧૫/૧૫ અશાસ્ત્રીય એવા મિથ્યા વિચાર કરીને સત્યની શોધ કર્યા સિવાય વચ્ચે જ અટકી જવું નહિ જોઈએ. કેમ કે આપણે “અહમ' (૬) પણ સુધી આવ્યા. હવે તે હું કયાંથી ઉત્પન થયો તે જાણવું જરૂરી છે. આપણને હુ” એટલે કે આપણો પોતાનો જ પત્તો ન હોય અર્થાત જ્યાં આપણું જ ઠેકાણું ન હોય ત્યાં પછી બીજાની તે વાત જ ક્યાં રહી? આમ જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં બીજાનું અસ્તિત્વ માની લઈ તેની ચિંતા કરવી એ શું ડહાપણભરેલું ગણાશે ખરું કે ? માટે જે તેને એક વખત સત્યની સારી રીતે ભાળ લાગશે તો પછી કઈ પણ સ્થળ અને કઈ પણ કાળમાં અસત્યનું અસ્તિત્વ જ રહેશે નહિ એટલું જ નહિ પરંતુ સતની અંદર મિયા અમત અને મિથ્યા એવું જગત કેવી રીતે હેઈ શકે? સતમાં અસત કયાંયે પણ રહી શકે જ નહિ. એવી રીતે સતનો વિવેક થતાં જ મિથ્યા અને અસત મટી જઈ કેવળ એક સતને જ અનુભવ આવશે. આમ સતતા પ્રકાશ વડે અસત્ એવા મિથ્યા ભાવોને વિલય થાય એટલે પછી ચિંતા કરવાનું કઈ પ્રયજન રહેશે નહિ. સ્થાવરજંગમાદિ હું રૂપ શી રીતે? પ્રશ્ન : મનુષ્યમાત્ર તો પોતપોતાને હું કહીને સંબોધે એ વાત તો ખરી પરંતુ મનુષ્ય સિવાય અન્ય પ્રાણીઓ અથવા રસ્થાવરજંગમાદિ પણ હુંરૂપ છે એમ કેવી રીતે કહી શકાય? અને જો તેમ ન થાય તે પછી “હું” ને સર્વાત્મભાવ કેવી રીતે સિદ્ધ થશે ? ઉત્તર : બ્રહ્માંડ મળે તથા તેની બહાર આવેલા આ સર્વે ચૌદ લોકમાં સ્થાવર જંગમ, અંડજ, જરાયુજ, વેદજ અને ઉભિજાદિ પ્રાણીઓ, સપ્તર્ષિ મનુ ઇત્યાદિ દિફ પાળે, ધ્રુવમંડળ, દેવતાગણ, ગંધર્વો, સિહો ઇત્યાદિ વિસર્ગ કિંવા કર્મષ્ટિના કર્તા બ્રહ્મદેવ વૃક્ષાંક ૧૩) તથા તે ઉપર કારણસૃષ્ટિ (વૃક્ષાંક ૬ થી ૧૨) અને તેથી પણ પર એવી મહાકારણ કિંવા સર્ગષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૫) અર્થાત્ પરમાત્માના અપરસ્વરૂ૫ના આદ્યપ્રેરક ક્ષરપુરુષ કિંવા ઇશ્વર (વૃક્ષાંક ૨)ની અંતર્ગત આવેલા વિરાટ, સમષ્ટિ કિંવા વ્યષ્ટિ ભાવો કે જેમાં આ સર્વ સ્થાવરજંગમાદિ તેમ જ સૂક્ષ્મ અને સ્થૂલ ભાવોનો સમાવેશ થઈ જાય છે, તે સર્વનું મૂળ જે ઉપર કહેવામાં આવ્યો તે હું (વક્ષાંક ૩) છે. વ્યવહારમાં પણ સર્વસામાન્ય એવો નિયમ છે કે જેવું બીજ તેવું વૃક્ષ ઉત્પન્ન થાય છે. જેમ આંબાના બીજમાંથી આંબાનું ઝાડ તથા વડના બીજમાંથી વડનું ઝાડ ઉત્પન્ન થાય છે, તેમ જેનું મૂળ બીજ “હું” (વૃક્ષાંક ૩) છે તેમાંથી વિવર્તરૂપે ઉત્પન્ન થયેલું હોય એમ ભાસતું આ મૂળ, શાખા, પાંદડાં ઇત્યાદિવાળું “ઝાડ” હું રૂપ જ હેય તેમાં શંકા કિંવા આશ્ચર્યને સ્થાન જ કયાંથી હોય? મનુષ્યતરમાં “હુને સર્વાત્મભાવ સિદ્ધ થઈ શકે કે ? આ જગતની અંદર સ્થળ તથા કાળભેદથી અનેક પ્રકારની ભિન્ન ભિન્ન ભાષાઓ તથા ભિન્ન ભિન્ન આચારવિચારાદિનું પાલન થતું સર્વ સ્થળે જોવામાં આવે છે એટલે મનુષ્ય જીવોના આ વ્યવહારમાં પણ સર્વત્ર એકવાક્યતા નથી. આમ છતાં સર્વને મૂળ ઉદ્દેશ તે એક જ હોય છે. જેમાં સંસ્કૃત જાણનારા પિતાને માટે “ગ' કહેશે, તે ગુજરાતીમાં “હું” કહેશે, મરાઠીમાં ‘મી’ હિંદીમાં “જૈ' ઇત્યાદિ એક હુને જ જાદા જુદા અનેક નામથી સંબોધશે, પરંતુ તે સર્વનો મૂળ ઉદ્દેશ તે એક જ ભાવ દર્શાવવાનો હોય છે. છતાં પણ ભિન્ન ભિન્ન ભાષાના મનુષ્ય પરસપર એક બીજાની ભાષામાં સમજી શકતા નથી એવા વ્યવ પણ પ્રત્યક્ષ અનુભવ થાય છે તો પછી મનુષ્યતરમાં કાંઈ ભાષા નથી એવું અનુમાન કરવું એ શું યોગ્ય ગણાશે ખરું કે મનુષ્યતર પ્રાણીઓ પણ આપ આપસમાં પોતપોતાને સર્વ વ્યવહાર સારી રીતે કરતા હોવાનું જોવામાં આવે છે અને જે પ્રમાણે મનુષ્યોમાં આહાર, નિદ્રા, ભય અને મિથુન ઇત્યાદિ વ્યવહાર ચાલતું હોવાનું જણાય છે તેવો જ વ્યવહાર પશુપક્ષાદિ દરેક જીવજંતુમાં પણ તે હેવાનું નજરે પડે છે. એટલું જ નહિ પરંતુ સ્થાવર ગણાતા વૃક્ષોમાં પણ સમયસર પલ્લાવાદિ ફૂટવા, નિદ્રા લેવી ઇત્યાદિ ગુણધર્મો જણાય છે. વધવું, વટવું, ક્ષય પામવું ઇત્યાદિ ક્રિયાઓ મનુષ્યોની જેમ મનુષ્યતર તથા સ્થાવર, જગમાદિમાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy