SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] (આ બધું) મહાન વિભુ વ્યાપક એવું આત્મ૨૫) છે એમ જાણી લઈને– [ ૭૧૩ થનારને માટે નિમિત્ત કિંવા ઉપાદાનાદિ સહકારી કારણની આવશ્યકતા હતી નથી. જેમ સ્વપ્નને ભાયમાન થયું એમ કહે છે તેનું પ્રયોજન એ જ કે સ્વપ્ન થવાને માટે રાત્રે સૂતી વખતે કઈ પણ પ્રકારનાં સાધનો સાથે રાખીને સૂવામાં આવે તે જ તેવા પ્રકારનું સ્વપ્ન થાય એમ કદી બનતું નથી, તેથી તે કોઈ પણ કારણ વગર જ તેટલા પૂરતું તો તદ્દન સાચું જ ન હોય તેવા પ્રકારને ભાસ થાય છે, આથી તે કાર્ય મિથ્યા છે એમ વ્યવહારમાં પણ કહેવામાં આવે છે, તેથી તે ભાયમાન થયું એમ કહેવાય. તેમ જ મૃગજળ, આકાશમાં નીલવળું દેખા ઇત્યાદિ સર્વે ભાયમાન થાય છે એમ કહેવામાં આવે છે. હવે આ સ્વપ્નાદિના ભાસ તો મનના કિવા નેત્રાદિના વિકારો વડે થાય છે પરંતુ જગત તો પ્રત્યક્ષ જોવામાં : આવે છે, તો તે બેને સામ્ય કેવી રીતે ગણાય? એવી શંકાના ઉત્તરમાં શાસ્ત્રને એવો નિશ્ચય છે કે જે આ સ્વપ્નજગત ભાસમાન થાય છે તે તો મન જેના આધાર ઉપર અસ્તિત્વ ધરાવે છે તેના વડે જ છે. નહિ કે સ્વતંત્ર રીતે અર્થાત મનનું મનપણું જેના આધાર વડે જ ટકી રહેલું છે તે જ પોતે આ મનાદિ ૧ જુદા આકારે ભાયમાન થાય છે, કેમ કે જે મન સ્વતંત્ર હેત તે તેને તે જ સ્વપ્ન હંમેશને માટે મનુષ્ય કેમ નથી જોઈ શકતા ? કદી સ્વપ્નસૃષ્ટિ તો કદી જાગૃતસૃષ્ટિ તે કદી સુષુપ્તિ એવી જુદી જુદી અવસ્થાઓનો તેને કયાંથી અનુભવ થાય? આ ઉપરથી સિદ્ધ થાય છે કે મનને મનપણું જે વડે આવેલું છે એ એક ચાન્યસ્વરૂ૫ આત્મા પોતે જ મનરૂપી દીપક વડે કદી રવજગતરૂપે તે કદી જાગ્રત જગતરૂપે, તો કદી સુષુપ્તિનો તે કદી એ સર્વના સાક્ષી પણાને અનુભવ જુદે જુદે કિંવા એક સાથે લેતા રહે છે, એમ જ કહેવું પડશે. કારણ કે જ્યારે સાક્ષીભાવથી પશુ પર આ રસ્થામાં એટલે પોતાના મૂળ નિવિકલ્પ સ્વરૂપમાં જ તે સ્થિત હે ય છે ત્યારે આ પૈકી તેને કોઈ પણ પ્રકારનો કે મૂઢપણુનો પણ અનુભવ હતો નથી પરંતુ કેવળ આકાશની જેમ શાંત અને ગંભીર એવા પોતાના સ્વસ્વરૂપમાં જ તે નિમમ હોય છે, કેમ કે તે પોતે જ અનુભવરૂપ છે. આ વાત સાક્ષીસહ અહમતો વિલય કરી નિર્વિકલ્પ સમાધિ કરનારાઓ તથા અપરોક્ષાનુભવી જીવમુક્તોના અનુભવથી સિદ્ધ છે. વ્યવહારમાં પણ અજ્ઞાન અવસ્થામાં તમામ લોકોને તેનો અનુભવ તે આવે છે પરંતુ તેઓ આ પરમપદને ઓળખી શકતા નથી તેથી તે અવસ્થાથી તેઓ અજ્ઞાત હોય છે છતાં આનો અનભત કરવાની ઇચ્છા હોય તેવાઓને માટે તે પરમપદને ઓળખવાને સહેલો ઉપાય કહે છું તે ધ્યાન દઈને સાંભળ, વ્યવહારમાં પણ મારા પરમ સ્વરૂપનાં નિત્યપ્રતિ થતાં દર્શન - હે પાર્થ! હું તને આ અત્યંત ગુામાં ગુહ્ય એવું રહરય સમજાવી રહ્યો છું કારણ કે તું મને અત્યંત પ્રિય છે. આ ગુપ્ત રહય અતિ ગહન છે. તેને મારી કૃપાને પાત્ર થયેલા પરમ ભકત વિના બીજો કોઈ જાણવા સમર્થ નથી. આ જાણવાથી મારું સાચું તેજ અર્થાત પરમપદ કર્યું તે તેને સારી રીતે સમજાશે. મારું પરમપદ અનભવવાનાં અનેક સ્થાનકો છે તે પૈકી મુખ્ય મુખ્ય કહું છું. દિવસ અને રાત્રો એ બેની વચ્ચે સવાર અને સાંજ એ બે સંધિઓ હોય છે, એટલું જ નહિ પરંતુ વ્યવહારમાં કોઈપણ કાર્ય સંધિ વગર થતું નથી. ઘરની અંદર જગા જગાએ સાંધાઓ હોય છે એટલું જ નહિ પરંતુ શરીરમાં પણ હાથ પગ વગેરેને મળી મેટા મુખ્ય સોળ સાંધાઓ, બેતેર પ્રતિસાંધાઓ અને તે કરતાં નાના તે અસંખ્ય છે. આ બધું જોડાણ સાંધાઓને લીધે જ જોડાઈ રહેલું હોવાથી જાણે બધું મળીને એક જ છે એવો ભાસ થાય છે. જે દરેક નાના મોટા સાંધાઓને જુદા જુદા કરી નાંખવામાં આવે તે મનુષ્ય અથવ પણ અસ્તિત્વ જ રહેશે નહિ આથી તે સાંધાઓ જ મુખ્ય છે એમ સિદ્ધ થયું. આમ સાંધાની બાબત બરાબર સમજવામાં આવી એટલે મારા પરમતત્વના અનુભવનાં સ્થાનકે હેજમાં સમજી શકાશે. સંધિ કિવા સાંધાઓ વડે જ ભિન્ન ભિન્ન વરતુઓ એક થઈ શકે છે તથા સાંધાના અભાવે જુદી જુદી થઈ જાય છે. તે જ્યારે એક થાય છે ત્યારે તેને સાંધેલી છે એમ કહે છે તથા જુદી જુદી હોય છે ત્યારે તેને સંધાયેલી નથી એમ કહેવામાં આવે છે એટલે આ બેની વચ્ચે સાંધે તો હાય છે જ, તે વાત તે તદન નિશ્ચિત છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy