SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨] धवमध्रवेष्विह न प्रार्थयन्ते ॥ कट. [સિદ્ધાંતકાણડ ભ૦ ગી- અ ૧૫/૫ કકક કકકરનારા આભાસે બીજરૂપ પણ કહી શકાય નહિ. જ્ઞાનનો ઉદય થાય એટલે આ જગત છે તથા આ બ્રહ્મ છે એવી ભેદકલ્પના અનાયાસે જ શાંત થઈ જાય છે. આથી જેમ બીજમાં સૂમરૂપે આખું ઝાડ હોય છે તેમ આત્મા કિંવા બ્રહ્મમાં પણ જગતાદિ હશે અને તે તેનું બીજરૂપ હશે એમ સમજીશ નહિ. આત્મા સંસારવૃક્ષનું બીજ કેમ નહિ? શકાઃ જેમ વડના બીજની અંદર ભાવિ મહાન વડનું ઝાડ સૂક્ષ્મવરૂપે રહેલું જ છે તેમ પરમ સૂક્ષમ બ્રહ્મ (આત્મા)ની અંદર આ સંસારવૃક્ષ જગત શા માટે રહ્યું નથી ? ઉત્તરઃ જયાં બીજ હોય ત્યાંજ શાખા આદિ પિતાને રૂ૫ને તે વિસ્તારે છે અને જળ પૃથ્વી આદિ સહકારી કારને સંયોગ થતાં તે ઉત્પન્ન થાય છે, પણ જયારે સર્વપ્રાણીમાત્ર તથા પંચમહાભૂતાદિનો પ્રલય થઈ જાય છે ત્યારે જેમ પ્રકાશ થતાં અંધારું કયાંયે અદશ્ય થઈ જાય છે તેમાં અંધારાનું બીજ પણ રાવા પામતું નથી, તેમ આ સઘળે દશ્ય પ્રપંચ કયાંયે અદશ્ય થઈ જાય છે તેનો પત્તો જ હોતો નથી. તો પછી એવા શાંત અને નિરવયવ તત્વમાં તેનાથી વિરુદ્ધ ધર્મવાળું આ જગતાદિ ઉત્પન્ન થાય એવું બીજ શું હોય અને તેનું સહકારી કારણ પણ શું હોઈ શકે? અને તે રહે પણ ક્યાં ? આ છે નિરાકાર, અવ્યય, શાંત અને નિરવયવ આત્મતત્વની અંદર તે વળી આકારની કલ્પના જ કેવી રીતે સંભવી શકે ? જ્યાં એક પરમાણુના પણ પરમાણુના અંશનો લેશ પણ રહી શકતા નથી એવા આ પરમ શુદ્ધ રવરૂપમાં જગતાદિનું બીજ હોવાની તો વાત જ કયાં રહી? આ બીજ અને તેનું કાર્ય એવી રીતને કરવામાં આવતો કાર્યકારણના વિવેક તો ફકત સત્ય અસત્યપણાને વિવેક સિદ્ધ કરવામાં એક હેતુરૂપ છે પરંતુ વાસ્તવમાં આ કાર્યકારણનો સંબંધ તથા સદસદ્દન વિવેક અને તેને જાણનારો સાક્ષી એ સર્વ અવિવાનું જ કાર્ય ગણાય છે, આત્માની સાથે તેને તલભાર પણ સંબંધ નથી. જેમ અંધારા વડે જ અંધારાનો નાશ કરી નાંખવાનો પ્રયત્ન થાય અથવા તો તેને સાચવી રાખવાને પ્રયત્ન થાય છે તેથી પ્રકાશની સાથે તેને મહિચિત પણ સંબંધ હતો નથી તેમ અવ્યય, નિરામય, નિરવયવ, શાંત અને ચિતન્યધન આત્માને તો આ દયાદિ કાર્યરૂપવૃક્ષ અને તેના કારણરૂપ બીજ ઇત્યાદિ કશાની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ નથી; એટલું જ નહિ પરંતુ આકાશને જેમ એક છે, બે છે, ત્રણ છે ઈયાદિપે કહેનારો કેાઈ હશે તેની પણ કપના હોતી નથી અને હોય તે તેની સાથે આકાશને તલભાર પણ સંબંધ હોતો નથી તથા ગમે તેટલી સંખ્યામાં કહેવામાં આવે છે તેથી તે કદી વિકારવશ થતું નથી, તેમ આ આમાં પણ સ્વતઃસદ્ધ હોવાથી તેમાં આ બધું જન્યજનકભાવવાળું કિંવા કાર્યકારણુભાવવાળું દશ્ય એવું સંસારવૃક્ષ ક્યાંથી સંભવે ? આ રીતે બીજનો જ જ્યાં લવલેશ નથી તે પછી વૃક્ષની વાત જ ક્યાં રહે? તસ્માત આ, જેમાં કોઈ છે કિંવા નથી એમ કહેવામાં આવે છે તે અને તેના સાક્ષી ઈત્યાદિરૂપે પ્રતીતિમાં આવે છે એવું જે કહેવા માગે છે તે કહેનાર; એ સધળું આત્માથી તદ્દન અભિન્ન એવું પરમતત્વ જ. વિવર્તભાવે જગતને આકારે થઈ રહેલું ભાસે છે. બાકી વસ્તુતઃ કશું ઉત્પન્ન પણ થતું નથી અને કશાને નાશ પણ થતું નથી. આ આત્મા જ પિતામાં, પાતા વડે. પિતાથી અને પોતે જ ભાસી રહ્યો છે, એવા પ્રકારની યુક્તિ વડે જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ કપીને જ્ઞાન થતાં સુધીને માટે આ કલ્પના કરવામાં આવેલી છે. વરતુતઃ આમાં એટલે તો કેવળ અનિર્વચનીયપદ અર્થાત કાષ્ઠમૌન નહિ પરંતુ સુષુપ્તમૌન અર્થાત્ બોલવું અને નહિ બોલવું તથા તે બંનેને સાક્ષી ઇત્યાદિ સર્વભાવનો વિલય થઈ શેષ રહેનારું તે જ પરમપદ કહેવાય છે. ભાવ અને અભાવ, પ્રહણ અને ત્યાગ, સ્થળ અને સૂક્ષ્મ, ચર અને અચર, એ સર્વ દયાદિ એવા ઉપર કહેલા સંસારરૂ૫ વૃક્ષના આદિ એટલે પૂર્વ. કદી પણ ન હોવાથી વાસ્તવિક બીજ વગરનું મિથ્યા એવું જે આ સંસાર વૃક્ષ ભાસી રહ્યું છે તે વસ્તુતઃ તો છે જ નહિ, પરંતુ અભિન્ન એવો એક આભાઇ વિવર્તરૂપે પોતે પોતાનામાં ભિન્નભિન્નરૂપે થયો હોય એમ ભાસી રહ્યો છે. આ ઉપરથી દક્ષ્યાદિ સંસારક્ષ બીજ વગરનું હાઈતે આત્મસ્વરૂપ જ કેવી રીતે છે તે તને હવે સારી રીતે સમજાયું હશે. માટે હવે નિઃશંક થઈ ઉપર બતાવેલ સર્વાત્મ કિંવા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy