SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન] તે પોતે જ અજ્ઞાની બની અવિનાશી) અંતરાત્માને નહિ પણ બાઘ (નાશવંત)ને જ જુએ છે [ ૬૯ તે પોતે સૂક્ષમ એવા ઉપાદાનકારણને લીધે અક્ષરનો સંકલ્પ કરનારા પોતાના મનરૂપ નિમિત્તના કારણથી પિતાના હૃદયમાંથી આ અપ્રકટ અને અતિ સૂક્ષમ એવા શબ્દબ્રહ્મ અર્થાત વેદને મુખ દ્વારા વખરી વાણીરૂપે બહાર પ્રકટ કરે છે. આમ હદયમાં રહેલા સૂક્ષ્મ કારમાંથી છાતી અને કંઠ આદિના સંગથી સ્પષ્ટ જણાયેલા સ્પર્શ, સ્વર, ઉમા અને અંતઃસ્થ ઇત્યાદિ સ્વરોથી શણગારાયેલી તથા વિચિત્ર પ્રકારની લૌકિક અને વૈદિક ભાષાઓથી વિસ્તારને પામેલી ઉત્તરોત્તર ચાર ચાર અક્ષરોથી વધતાં જતાં (૧) ગાયત્રી, (૨) ઉષ્ણક, (૩) અનુષ્ય, (૪) બૃહતા, (૫) પંક્તિ, (૬) ત્રિષ્ટ્ર, (૭) જગતી, (૮) અતિજગતી, (૯) શકવરી, (૧૦) અતિશકવરી, (૧૧) અષ્ટિ, (૧૨) અત્યષ્ટિ, (૧૩) વિરાટ અને (૧૪) અતિવિરાટ; એ છંદો ક્રમે ચોવીસ અક્ષરથી શરૂ થઈ ઉત્તરોત્તર એકેક છંદથી ચાર ચાર અક્ષરો વધારતા જવાથી છેવટે છોત્તેર અક્ષરોની પંક્તિથી ભરપૂર તથા આ રીતના છ વડે સર્વત્ર પ્રસરેલી અંત અને પાર વગરની આ વેદરૂ૫ વૈખરી વાણીને વિસ્તાર સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવના મુખમાંથી થવા પામેલ છે. આમ કરોળિયાની લાળની જેમ વૈખરી વાણી તેણે જ સજેલી હોઈ તે કરોળિયો જેમ પિતાની લાળને ફરીથી પોતે જ ગળી જાય છે, તેમ આ વખરી વાણીને ક૫ પ્રલયાદિ સમયે તે પોતે પોતામાં જ સમેટી લે છે. આ પ્રમાણે અત્યંત વિસ્તૃત હોવાને લીધે વેદની છંદો વડે સર્વત્ર પ્રસરેલી વિશાળ એવી વિપરીવાણી સંપૂર્ણ રીતે જાણી શકાતી નથી. જેમ નું સ્વરૂપ સંપૂર્ણ રીતે જાણી શકાતું નથી તેમ અર્થ જાણવો પણ ઘણું મુશ્કેલ છે. આવી રીતના વેદનો સંક્ષેપમાં અર્થ એટલો જ છે કે ગાયત્યાદિ છંદ વડે વિસ્તરેલો આ સધળો વિખરી (પ્રકટ) વાણીનો વિલાસ કે જેમાંથી બ્રહ્માંડમાં આવેલાં આકાશાદિ પાંચ મહાભૂત તથા તેમાંના ચૌદલોકમાં ચાલી રહેલા માયાવી પ્રપંચોમાંનું ખરું રહસ્ય તે આત્મસ્વરૂપ એવા હું વિના બીજે કઈ જાણવા સમર્થ નથી. સઘળા વેદનો સાર એટલો જ છે કે, આ બધું માયાવી એવું જે જે કાંઈ દશ્ય વિસ્તાર પામેલું ભાસે છે, તે તમામ આત્મસ્વરૂપ જ છે; આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ અને આ બધો આત્મસ્વરૂપનો વિસ્તાર છંદો કે જેને મૂળ પરા પર્યાયાદિ વાણું છે, તે વડે જ વિસ્તૃત થવા પામેલ છે. આ પ્રમાણેની મૂળ રિથતિ હોવાથી - ભગવાને વૃક્ષમાં જેમ પાંદડાંઓ હોય તેમ આ સંસારરૂપ વૃક્ષમાં છંદોને પાંદડાંની ઉપમા આપેલી છે. હવે બાકી કુલ અને ફળ રહ્યાં. તે ફળ કુલ કયાં? તે છંદોને સાચા અર્થ કે, આ સર્વ આત્મરૂપ એવા મારાથી અભિન્ન એવું મારું જ સ્વરૂપ છે, એવા સર્વાત્મભાવરૂપ પરાક્ષજ્ઞાનના સંપૂર્ણ નિશ્ચયને કુલ તથા અનભવસિદ્ધ અપરોક્ષજ્ઞાન કિંવા સાક્ષાત્કાર તે ફળરૂપે કહેલું છે. આમ ભગવાને કહેલા આ વૃક્ષનું અંતિમકળ આત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં જ પરિણમે છે. સંસારની પીપળાના વૃક્ષની સાથે સરખામણી કેમ ? ભગવાને ઊંચે મૂળ, નીચે શાખા તથા ઈદ એ પાંદડાં છે એમ શા માટે કહ્યું? તેનો આશય અત્યાર સુધીના વિવેચન ઉપરથી બુદ્ધિમાનના જાણવામાં આવ્યું હશે જ, હવે આને અશ્વત્થ કેમ કહ્યું ? તે જાણવાની જરૂર છે. અશ્વત્થ એટલે વીજળીની જેમ ક્ષણમાત્ર પછી જેનું અસ્તિત્વ હશે કે નહિ તે કહી શકાય નહિ એવું અર્થાત જેનો ક્ષણવારમાં નાશ થઈ જાય છે તેને વિદ્વાન અશ્વત્થ કહે છે. વળી વ્યવહાર દષ્ટિએ વિચાર કરતાં પણ જણાશે કે સંસારને અશ્વત્થવૃક્ષની ઉપમા આપવામાં પણ ખાસ હેતુ સમાયેલો છે. જો કે આંબા, આંબલી, લીમડો, સંતરા, દાડમ વગેરેની વાડીએ બનાવવા માટે બીજને રોપવામાં આવે છે તથા તેની યોગ્ય સંભાળ રાખીને તેને ઉછેરવામાં આવે છે. આ ઝાડ બી કિંવા કલમ બનાવીને જે જમીનમાં સારું ખાતર હોય ત્યાં જ થાય છે. પથ્થર કે ભીતે ઉપર ગમે ત્યાં થતાં નથી. પરંતુ અશ્વત્થનું ઝાડ બીજ લગાડીને કોઈએ ઉગાડ્યું હોય એવું કદી પણ જોવામાં આવતું નથી, કારણ કે આ ઝાડની ઉત્પત્તિ તો એવા પ્રકારની છે કે પક્ષીઓ તેનાં ફળ (પેડી)ને ખાય છે અને પછી તેઓ જ્યારે ચરકે છે એટલે શૌચ કરે છે ત્યારે તેમની હગાર જ્યાં પડી હોય ત્યાં જ આ ઝાડ ટી નીકળે છે; પરંતુ લીંબુ, સંતરા, દાડમ વગેરે ઝાડનાં બીજ ખાવામાં આવે અને તે હગાર મારફતે આખાને આખાં નીકળે તથા તેમ જે ફરીથી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy