SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] અથવા પવિત્ર થઈ શ્રાવકાળમાં પઠન કરે છે, [ ૬૮૫ અનુભવરૂપ એ તે આત્મસ્વરૂપ હેઈ પોતે પણ તે જ છે, હું પણ તે જ છે, તે પણ તે જ છે, આ પણ તે જ છે, તારું પણ તે જ છે અને મારું પણ તે જ છે. આ રીતે હું, તું, તે, આ, મારું, તારું, મને, તેને ઇત્યાદિ વડે જે જે કાંઈ વ્યવહાર થાય છે, તે તમામ અને તેને જ્ઞાતા સાક્ષી પણ આત્મસ્વરૂપ જ છે, એમ નિશ્ચયાત્મક જાણું. આ મિશ્યા સંસારવૃક્ષ કેવી રીતે વૃદ્ધિને પામ્યું તેની સમજૂતિ શ્રીકૃષ્ણ ભગવાન કહી રહ્યા છેઃ હે ધનંજય! મેં તને અત્યાર સુધી આત્માનું અનિર્વચનીય એવું સાચું પરસ્વરૂપવર્ણન તથા અનેક પ્રકારની ચિત્રવિચિત્રતા વડે ભરપૂર અને ભ્રમરૂપ એવું મિથ્યા સંસારવૃક્ષ કે જે કર્તા વગર જ ઉત્પન્ન થવા પામેલું છે તે અપર સ્વરૂપ; એ મુજબ બંને સ્વરૂપ યથાર્થ રીતે સમજાવ્યાં. વળી આ મિથ્થા સંસારવૃક્ષ કેવી રીતે વૃદ્ધિને પામેલું છે તે સંબંધમાં પણ આગળ વખતોવખત સમજાવવામાં આવ્યું છે, છતાં વધુ સ્પષ્ટતાને માટે ફરીથી કહું છું તે સાંભળ. આત્મા કે જે અનિર્વચનીય છે તેમાં મિથ્યા ભ્રમવડે પ્રથમ હું રૂપ એવો જે સૂક્ષ્મ આભાસ થયો તે જ શુદ્ધ હું કહેવાય. આને જ ઈશ્વર, દ્રષ્ટા, સાક્ષી, ક્ષરપુરુષ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે (ક્ષાંક ૨ જુઓ). આ શુદ્ધ હું વાસ્તવિક અપ્રકટ જ હોય છે. જેમ મનુષ્યમાં તેની છાયા અપ્રકટરૂપે રહેલી હોય તેમ આ શુદ્ધ “હું” અથવા સાક્ષી (વૃક્ષાંક ૨)માં “હું હું' એવું પ્રતિબિંબરૂપ સુરણું કરવાની શક્તિ ગુપ્ત રહેલી હોય છે. આ “હું' રૂ૫ ફુરણ કિંવા પ્રતિબિંબ પ્રકટ કરવાની જે તેની શક્તિ તેને જ કાળરૂપે ઈક્ષણુશક્તિ કહે છે. આ કાળરૂપ અત્યંત સૂક્ષ્મ અને અપ્રકટ એવી ઈશણુશક્તિ વડે કરોળિયો જેમ પોતામાંથી લાળને બહાર ખેંચી કાઢીને તેના તંતુએ વડે જાળું બનાવી તેમાં જ લીલા કરતા રહે છે તેમ આ શુદ્ધ “હું” (ક્ષાંક ૨) પિતામાંથી જ પોતાની ઈક્ષણશક્તિ વડે “હું હું' એવા પ્રકારનું પ્રતિબિંબરૂપ જે પ્રથમનું સ્કરણ બહાર પ્રકટ કરે છે તેને જ માયા, અવિવા, પ્રકૃતિ ઇત્યાદિ નામે વડે શાસ્ત્રમાં સંબોધવામાં આવે છે (જુઓ વૃક્ષાંક ૩). આમ ઈશ્વર પોતે જ પોતાના આત્મસ્વરૂપ એવા અધિષ્ઠાનને લીધે પોતામાં જ માયારૂપે પ્રકટ થાય છે. આ જ તેને પ્રથમનો આભાસ હેઈ તેને બાહ્યાભાસ પણ કહે છે. પછી આ માયાશક્તિ (માંક ૩) ઈક્ષણશક્તિરૂ૫ એવા ઈશ્વર (વૃક્ષાંક ૨ ) ની પ્રેરણુ વડે પોતામાં જ રહેલા સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણના ક્ષોભને પામે છે અને જેમાં આ ત્રણે ગુણોનું સમભાગે મિશ્રણ છે તેવું અવ્યકતપ્રકૃતિ (ક્ષાંક ૮) નામનું તત્વ ઉત્પન્ન કરે છે; કારણ કે આ “હું છું” એવું સુરણ કયાંથી થયું એ જાણવા જતાં માયાને સાક્ષીએ કહ્યું કે જ્યાં “હું એ ભાવ નથી તે તારું સાચું સ્વરૂ૫ છે, તે ઉપરથી તેણે આ “હું છું” એવા ૨કરણનો વિલય કરવાને બદલે તે ઉપર તે “હું નથી', હું નથી' એવો અયાસ દઢ કરવા માંડ્યો અને એ જ મારું ખરું સ્વરૂપ છે એમ તે સમજવા લાગી. આથી એમ બન્યું કે “હું”ને વિલય કરી અનિર્વચનીયતા પ્રાપ્ત થવાને બદલે “હું” નવી ( ) નામનું એક જુદું જ તત્ત્વ નિર્માણ થયું. તે તત્ત્વને જ કામમાં અવ્યકતપ્રકૃતિ (વણાંક ) કહે છે. ત્યાર પછી તે માયાતત્ત્વ ત્રણ ગુણના મિશ્રણવાળા અવ્યક્તમાંથી જ્ઞાન ક્રિયાશક્તિ વડે યુક્ત એવા પ્રતિપુઆ અથવા અર્ધનારીનટેશ્વરપે થઈ. જેમ અવ્યકત પ્રકૃતિમાં ત્રણ ગુણેનું સમભાગે મિશ્રણ છે તેમ આ અર્ધનારીનટેશ્વરમાં જ્ઞાનશક્તિ એ પુરુષ વિા ઈશ્વરને અંસ તથા ક્રિયાતિ એ પાયાનો અંશ એ મજબનું મિશ્રણ હોય છે જ, એ રીતે ત્રણે ગુણોની રમતા સાથે ભાવિદ્રતાપે પ્રાટ થવાના જે તત્વ માયા પ્રકટ થઈ તે તત્વ જ અર્ધનારીનટેશ્વર છે (વૃક્ષાંક ૫ જુઓ). ત્યારબાદ ઉપર જણાવેલ સંસાર કે | અસંખ્ય બ્રહ્મા, વિષ્ણુ, ઢ, ઇન્દ્ર ઇત્યાદિ છ ઉત્પન્ન થયેલા છે તથા તેમના ચિત્રવિચિત્ર અસંખ્ય બહાંડ ઉત્પન્ન થયાં છે તેવું મહાપ્રાણ કિંવા સૂત્રાત્મા૫ તવ ઉત્પન્ન થયું (જુઓ વૃક્ષાંક ૬). આ મહાપ્રાણ એ જ આત્માને મિયા સ્વપ્ન પ્રતીતિ કરાવનાર છવ કિંવા ચિદાભાસ કહેવાય છે (જુઓ વૃક્ષાં ૬). મિથ્યા એવા અનેક વિચિત્ર અમાપ સંસારના આભાસ કે જે ૧૫ર કહેવામાં આષા છે તે સર્વ આને લીધે જ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy