SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા દાહન ] કહેનાર તથા સાંભળનાર એ (બંને) બ્રહ્મક વિષે જા, સ્થિત થાય છે. [ ૬૮૧ આશાઓને વશ થયા છે, તેમનાં અંતઃકરણે અતિવિચિત્ર દશાઓમાં પોતાની મેળે જ બંધાઈ ગયાં છે, એ જીવ જળમાંના પરપોટાની પેઠે નિરંતર પ્રત્યેક દશામાં, પ્રત્યેક દેશમાં, પ્રત્યેક કાળમાં અને પ્રત્યેક સ્થળમાં અને પ્રત્યેક ક્રિયાઓમાં જન્મમરણ પામ્યા જ કરે છે. કેટલાક છો એક જ નિમાં જન્મ્યા કરે છે કેટલાએક છો તો આ કપમાં પહેલો જ જન્મ છે, કેટલાએકના અનંત જન્મો થઈ ગયા છે તેનો પાર નથી, કેટલાએકના સૌથી વધુ જન્મો થઈ ગયા છે તથા કેટલાએકના બે ત્રણ જન્મ જ થયા છે. કેટલાએક હમણાં જ જમ્યા છે, કેટલાએક આ ક૯૫માં તેમ જ પાછલા કેટલાએ ક થયા છતાં હજી સુધી જમ્યા જ નથી, કેટલાએક તે જીવન્મુક્ત બની ગયા છે અને કેટલાક વિદેહમુક્ત થઈ આમાં સાથે તદાકાર પણ બની ગયા છે. કેટલાએક છવો હજારો કામાં વારંવાર એક યોનિમાં જ જમ્યા કરે છે. કેટલાએક છો તે મોટાં મોટાં દુઃખોને જ હંમેશ ભોગવ્યા કરે છે. કેટલાએક થોડું ઘણું સુખ મેળવે છે. કેટલાક અત્યંત આનંદ ભોગવે છે. કેટલાક સત્યલોકમાં રહ્યા છે. કેટલાક જન, મહર ઇત્યાદિ લોકોમાં પણ રહ્યા છે. કેટલાક શિવ, વિષ્ણુ તથા બ્રહ્મા થયા છે કેટલાક ઈક, કિન્નર, ગંધર્વ, વિદ્યાધર, સૂર્ય, વરુણ, ચંદ્ર ઇત્યાદિરૂપે થયા છે. તે કેટલાક શિવ, વિષ્ણુ તથા બ્રહ્મા થયા છે. કેટલાક કુષ્માંડ, વેતાળ, યક્ષ, રાક્ષસો અને પિશાચો થયા છેકેટલાક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈો. શકો તો કેટલાક અંત્યજો, ચંડાળ, ભીલ અને ચમાર ઇત્યાદિરૂપ થયા છે. કેટલાકે ફળ, ખડ, ઔષધિ અને મૂળિયાંરૂપે; તે કેટલાક પતંગિયારૂપે થયા છે. કેટલાક વિચિત્ર લતાઓ, ગુ, પથ્થરો, પહાડે ઇત્યાદિરૂપે થયા છે. કેટલાક કદંબ, લીંબુ, તાડ, તમાલરૂપે; કેટલાક રાજા, મંત્રી, વિભાવવાળા તથા કેટલાક ફ્રાટેલાં વસ્ત્ર પહેરનારા મુનિરૂપ થયા છે; કેટલાક નાગ, સર્પ, અજગર, કીડા, કરમિયારૂપે; તો કેટલાક સિંહ, વાઘ, પાડા, મૃગ, બકરા, ચમરીગાય, કાલિયાર ઇત્યાદિરૂપે તથા કેટલાક જીવો મેર, સાસ, ચક્રવાક, બગલા, બળીકા, કોયલ, કબુતર, કાગડા ઈત્યાદિ રૂપે; તો કેટલાકે ધોળા રાતા કમળ, પોયણાં તથા નીલકમળરૂપે થયા છે. કેટલાક છે હાથીઓ, સૂવર, ગધેડા, કૂતરા, બિલાડા; તો કેટલાક જીવો ભમરા, મછર, મગતરાં, ડાંસ ઇત્યાદિ રૂપે થયા છે. આ રીતે અસંખ્ય છવજાતિઓ હોઈ તેનો પાર નથી. કેટલાક છે સૂર્યકિરણમાં છે કેટલાક છો આપદા ભોગવે છે, કેટલાક સંપતિ ભોગવે છે, કેટલાક સ્વર્ગમાં તો કેટલાક નરકમાં પહ્યા છે, કેટલાક છો નક્ષત્રના ચક્રમાં તો કેટલાક વૃક્ષોનાછિદ્રોમાં,કેટલાક વાયુમાં, કેટલાક આકાશમાં કેટલાક સૂર્યનાં કિરણમાં. કેટલાક ચંદ્રના કિરણમાં, કેટલાક ખડ, લતા તથા ગુના મીઠા રસમાં રહ્યા છે. કેટલાક જીવો જીવન્મુક્ત થઈને વિચરે છે, તો કેટલાકનું તે કલ્યાણ થવાની અણી ઉપર છે. કેટલાકે લાંબા કાળ થયા વિદેહમુકિતને પામ્યા છે અને કેટલાકે તે હમણું જ વિદેહમુકિત પામ્યા છે તથા કેટલાકે લાંબા કાળે વિદેહમુકત થશે અને કેટલાક તે મુક્તિનો ઠેષ જ કર્યા કરે છે. કેટલાક જીવો વિશાળ એવી દિશાએ૩૫ થયા છે. કેટલાક જીવ નદીપે થયા છે. કેટલાક જીવો સુંદર સ્ત્રીપે, કેટલાક નપુંસકરૂપે, તે કેટલાક અધ: નપુંસક અને કેટલાક પૂરા નપુસક થયા છે, કેટલાક ઉત્તમ બુદ્ધિવાળા અને કેટલાક જડબુદ્ધિવાળા અને કેટલાક તે જ્ઞાનોપદેશ કરનારા થયા છે. વળી કેટલાકે તો તદ્દન નિર્વિકલ્પ સમાધિમાં જ બેઠા છે. આ રીતે પોતપોતાની વાસનાના આવેશથી પરવશ થયેલા જીવો તે તે વાસનાઓને લીધે બંધનમાં આવી પડવાને લીધે જ ઉપર કહેલી ચિત્રવિચિત્ર અનેક તરેહની જુદી જુદી સ્થિતિઓમાં પડ્યા છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy