SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૮ ] નાતિમુપાદ્યા મૃત્યુગોસનાતનમ્ [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી અ. ૧૫ સ્વપ્નવત ખડી થઈ ગયેલી છે. ખરી રીતે તો તે છે જ નહિ. ઘણું મનુષ્યો પાસે પાસે સૂતેલા હોય અને તેઓને દરેકને જુદાં જુદાં સ્વપ્નાઓ આવે તથા તે પૈકી સાચું કર્યું અને ખોટું કર્યું, એ સંબંધમાં વિચાર કરીને તેઓ ગમે તેટલા ઝગડાઓ કરે કિવા સ્વપ્નની વસ્તુઓ મેળવવા માટે ગમે તેવો દીર્ઘ તે પણ તે કદી પ્રાપ્ત થશે ખરી કે? વળી એવાઓના વાદનો નિર્ણય પણ કેવી રીતે થઈ શકે અને કોણ કરી શકે? તેમ આ અનંત એવા આત્મચેતન્યમાં મિથ્યાશ્રમ વડે ભાસતા અસંખ્ય જીવો, અવિચાર વડે પોતપોતાના મનરૂપી માનસિક સંક૯પવિકપ કરી, આ જગતરૂપ સમષ્ટિ તથા વ્યષ્યિરૂપ અનેક સ્વોનો દીર્ધા કાળથી અનુભવ લઈ રહ્યા છે; પરંતુ વાસ્તવિક તો તે સર્વ મન વડે માની લીધેલ મિથ્થા સ્વપ્નરૂપ એ ચિદાભાસ છે. હાથી અને આંધળાએ જેમ કેટલાક આંધળાઓ હાથીના સ્વરૂપનો નિર્ણય કરવા બેઠા.તે પૈકી કેટલાકના હાથમાં પણ આવ્યા, તેથી તેઓ હાથી થાંભલા છે જાડે છે એવા પક્ષનો સ્વીકાર કરી બેઠા. વળી બીજા કેટલાકના હાથમાં સૂઢ આવી, આથી તેઓ હાથી જાડા અજગર જેવો અને નરમ છે એમ માની બેઠા. કેટલાકે કાન ઉપરથી હાથી સૂપડા જેવો છે એવા પંથને સ્વીકાર કરી બેઠા અને કેટલાક તો વળી પૂંછડા પરથી તે દેરડી જેવો છે એવા પક્ષનો સ્વીકાર કરી લઈ પછી આપસઆપસમાં વાદવિવાદ કરવા મંડી પડ્ય; તેમ આ જગતની રિથતિ પણ અનેક જીવોનાં સ્વપ્નો પૈકી જેઓનાં સ્વપ્ન દેવવશાત એક સરખાં જ હોય અને તેવા પોતપોતાના પક્ષને સત્ય માની લે તથા બીજા પણ જેઓનાં સ્વપ્ન પરસ્પર મળતાં આવે તેવા પોત પોતાનાં જો તૈયાર કરી તેને જ સત્ય માની બેસે તેવા પ્રકારની છે. આવા મિથ્યા અને સ્વપ્નવત અનિર્વચનીય જગત સંબંધમાં વિશેષ શું કહેવાનું હોય? પરંતુ સંક્ષેપમાં એટલું જ સમજ, કે, જેમ દૈવવશાત જેઓને એક જ પ્રકારનાં સ્વપ્નો આવેલાં હોય તેઓ પોતાના જૂથને સાચા માની હૈ તેમ આ ચિદાભાસરૂપ મિથ્યા જીવ વાસનાને લીધે પોતપોતાના સંકલ્પોવશાત જગત સંબંધે જેવી જેની કલ્પનાઓ કરી લે છે, તેવું તેવું તેને તે સ્વપ્ન અનુસાર અનુભવમાં આવે છે. આ પ્રમાણે જે જીવોના સંકલ્પો વાસનાનુસાર એક જ પ્રકારને હોય તેવાઓનું એક જૂથ બની તે સર્વના મૂળ સમષ્ટિ મનરૂપ બ્રહ્મદેવ હોય છે તથા તે જ વિરાટરૂપમાં વિષ્ણુ, મહેશ, મહત્તત્ત્વ વગેરેનો કારણ તત્વરૂપે અનુભવ લે છે, બાદ તે પોતપોતાના સંકઃપવશાત્ આ ચૌદ લોક વડે વ્યાપેલા એવા અસંખ્ય જીવાળા વ્યષ્ટિરૂપને પોતે પોતામાં જ સ્વપ્નવત અનુભવ લે છે. એ રીતે આ તમામ વ્યષ્ટિ જીવો તે બ્રહ્મદેવના રવપ્નમાંના હોવાથી મિથ્થારૂપ છે. આ મુજબ બ્રહ્મદેવને વિરાટને મન વી જાણે છે કારણ અને કાર્યસૃષ્ટિને દ્વિવિધરૂપે અનુભવતા હોય તેવી રીતે ભાયમાન થાય છે. આમ અજ્ઞાનને લીધે અને પોતાની મૂર્ખતા વડે, આ અનેકવિધ વિષયોને લીધે વિશાળ બનેલું એવું દીર્ઘ સ્વપ્ન વસ્તુતઃ નહિ હોવા છતાં પણ પોતપોતાની દષ્ટિએ જાણે સત્ય જ ન હોય એવા પ્રકારે ભાસે છે. હે પાર્થ ! આ બધો અજ્ઞાન કિવા મોહનો પ્રકાર જે. અવિવેકીઓની આ મિથ્યા વિષયોરૂપી મૃગતૃષ્ણના સંબંધમાં વધુ શું કહ્યું? આ વિચારનું માહાઓ શી રીતે વર્ણવી શકાય? મન જીત્યું ન હોય તેવા અવળે માર્ગે વહી રહેલા આ મૂર્ખ અને વિષયી લોકે વૈરાગ્યાદિકની ઉપેક્ષા કરે છે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી લેતા નથી તથા આત્મજ્ઞાની વિદ્વાનોને સમાગમ થવા છતાં પણ તેઓની પાસેથી પોતાનું હિત સાધી શકતા નથી. મને નહિ હોવા છતાં પણ મનપણું માની લઈ અનેકવિધ તૃષ્ણાઓ વડે મૃગજળની પાછળ દોડતાં જ રહે છે, થાકી જાય છે, હાય હાય કરે છે, રાડો પાડે છે, રાતદિન ચિંતામાં ને ચિંતામાં જ નશાના ઘેનની જેમ ચકચૂર હોય છે પરંતુ વિવેકી મહાત્માઓ પાસે જઈ સાચો માર્ગ કિવા પિતાનું કલ્યાણ શામાં છે તે સમજી લેતા નથી. આવા પિતાને હાથે જ દાવાનમાં ઝંપલાવનારા અને કેઈથી પણ રોક્યા નહિ રોકાય એવા અજ્ઞાની દિવા અવિવેકી મૂઢના સંબંધમાં કેટલું કહીએ? ખરેખર તેવાઓ તો બિચારા ઉપેક્ષાને જ પાત્ર છે. આ સંબંધમાં વધુ વિવેચન કરવા કરતાં શાસ્ત્રમાં આવેલા કથનને સાર અત્રે આપવામાં આવે છે તે ઉપરથી ખાતરી થશે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy