SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ અનારાનનું મર-1: ૨ ધૃવં--- [ સિદ્ધાન્તકાણક ભર ગીર અ૦ ૧૪/૨૭ વિરાટમાં પણ રગેરગમાં વ્યાપ્ત છે, તે આત્મદેવ દૂર કેમ હોય ? હે આત્મા ! તુંજ આ બધા દશ્યરૂપે થયો છે. સર્વનું અધિષ્ઠાન પણ તું જ છે. સૂર્યરૂપે પણ તું જ છે. શીતળરૂપ પણ તું જ છે. તે જ આ મોટામોટા પર્વતેને ધારણ કર્યા છે, તે જ વાયુ આદિને ગ્રહણ કર્યા છે. તારાથી જ પૃથ્વી અવિચળ રહેલી છે. આકાશ પણ તારી સત્તાથી જ સર્વને અવકાશ આપી રહેલું છે. હું આત્મદેવ ! “તું” “હું'પણુને પ્રાપ્ત થયો નથી “” “તું” પણાને પ્રાપ્ત થયો, એ ઘણું સારું થયું. હવે તું અને હું એક થઈ ગયા એ પણ ઘણું સારું થયું. આપણા વચ્ચેનો ભેદ નીકળી જવા પામ્યો અને આપણે હવે અભેદ થયા છીએ, એ પણ ઘણું સારું થયું. તારી ઉપાધિરૂ ૫ “તું' એ શબ્દ તથા મારી ઉપાધિરૂપ “હું' એ શwદ કે જેઓ લક્ષ્યરૂપ પરમાત્માના પર્યાય શરુદે છે, તેઓને હું વારંવાર પ્રણામ કરું છું; હું કે જે અંત વિનાને છે અને અહંકાર વિનાના રૂપવાળે છે તેને હું જ પ્રબુમ કરું છું. હે આત્મા! હું તે સ્વચ્છ, શમ નિરાકાર, સાક્ષીભૂત, દેશ અને કાળના માપથી રહિત એવા તારું જ સ્વરૂપ છે. હું માં જ તું રહ્યો છે તથા તેમાં જ હું રહ્યો છે. મન નિત્યપ્રતિ સંક અને વિકલ્પો કર્યા કરે છે, દિલોની વૃત્તિઓ કુર્યા કરે છે, પ્રાણુ તથા અપાન વાયુનો ભારે પ્રવાહ હંમેશ ચાલ્યા જ કરે છે અને આશારૂપી દોરી વડે ખેંચાતા મનરૂપી સારથિવાળા તથા ચમ, માંસ અને અસ્થિઓથી ગોઠવાયેલા શરીરરૂપી યંત્રો ચાલ્યા જ કરે છે; એ સઘળું આત્મસ્વરૂપ એવા મારી પ્રેરણાથી જ થાય છે. હું કાંઈ કઈ શક્તિરૂપ કિંવા દેહમાં રહેનારા અહંકારાદિરૂપ પણ નથી પરંતુ હું તે કેવળ અખંડ અનુભવરૂપ જ છે. ચાહે દેહ પડી જાય કિંવા રડે તેની સાથે મારે કિંચિત્માત્ર પણ સંબંધ નથી. પણ કાળે મને આ મારા પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે. હવે મારો ભ્રમ દૂર થયો છે. હે આત્મા ! રૂપ તું કે જે સર્વરૂપ પણ છે અને સર્વથી તદ્દન જુદા પશુ છે, તેને હું વારંવાર પ્રણામ કરું છું. જેઓ મને તુંરૂપ કહે છે કિંવા હું રૂપ કહે છે, તેઓને પણ હું પ્રણામ કરું છું. તેઓ પણ મારાથી ભિના નથી. સઘળા સંગોને પ્રકાશ કરનારું છતાં પણ જેને દવાની એને કદી સ્પર્શ થતો નથી તથા જેમાં કોઈપણ પ્રકારને આગ્રહ થતું નથી, એવું પરમાત્માનું સાક્ષીભાવપણું ભારે ચમત્કારવાળું છે. હે આત્મા! જેમ પુષમાં સબંધ રહે, ધમણમાં પવન રહે અને તેલમાં તેલ રેડે, તેમ તું સઘળા બ્રહ્માંડમાં, રહ્યો છે. હું આમાં ! તું અહંકારથી રહિત હોવા છતાં પણ મારે છે, રક્ષણ કરે છે, ગ્રહણ કરે છે, ગડગડાટ કરે છે અને સઘળો વ્યવહાર કરે છે, માટે તારું આ માયાવીપણું ઘણું જ વિચિત્ર છે. તે આત્મા ! સર્વદા સર્વને પ્રકાશક આત્મારૂપ એ હું કાંઈ પણ વ્યાપાર નહિ કરતા હોવા છતાં સર્વ જગતને પ્રકટ કરું છું, કર્યા પછી વશ કરીને પાળું છું અને પાળીને વળી પાછો તેનો લય કરી દઉં છું, માટે સર્વોત્તમ છું, આ “હું” અને આ “તું” ઇત્યાદિ શબ્દોથી તું જ લીલા કરવા પોતે પિતાથી પોતાને જ કહે છે. તું જે કાઈનાં વખાણું કિંવા નિંદા કરે છે, તે પણ પોતે પોતાનાં જ વખાણ કિંવા નિંદા કરે છે. તું પણુરૂપી કૈતભાવના વડે ઉત્પન્ન થતી અને તારું સાચું સ્વરૂપ જોવામાં આવતાં જ તુરત નષ્ટ થઈ જતી સુખદુઃખાદિની ભાવના જાણે મુએલી જ જન્મતી ના હોય અથવા જમીને તરત જ મરી જતી ન હોય એવી છે. આમ હોવાને લીધે તે હર્ષશેક આપનારી છે એમ કયો મૂઢ પુરુષ સમજે? અવિવેકી પુના ચિત્તમાં તે અનંત અને અનિયત વાસનાઓ હોય છે, તેને પાર નથી. એ ચિત્તમાં પણ તું જ તે તેવા રૂપે બની અનંતરૂપે પ્રતીત થાય છે. તેવાઓના ચિત્તમાં તું જ પોતે કેવા પ્રકારના વિસ્તારને પામે છે તેનું વર્ણન કરવા તુંરૂપ એવી મારી બુદ્ધિ સમર્થ નથી; પરંતુ “તું” વ્યાપારથી રહિત છે, અંશથી રહિત છે અને અહંકારથી પણ રહિત છે, છતાં જાણે તેં જ જાગ્રતમાં તથા સ્વપ્નમાં મિથ્યા કર્તાપણાનો આડંબર સ્વીકાર્યો ન હોય તેવો પ્રતીતિમાં આવે છે. અવિવેકીની દષ્ટિમાં જેને કદી પણ પાર ન આવે એવા આ દસ્થાદિ ઘણા આકારે ફેલાયેલા જણાતા હે આત્મા ! તારો જય હો! વિવેકીની દૃષ્ટિથી બૅત વિનાના શાંત અને એકરસ જણાતા હે આત્મા ! તારે જય હો! અવિવેકીની દષ્ટિએ સઘળાં પ્રમાણોના વિષયભૂત જણાતા તથા વિવેકની. દષ્ટિથી કોઈ પણ પ્રમાણને વિષયભૂત નહિ દેખાતા; આ અવિવેકીની દષ્ટિએ જન્મવાળા ખંડિત, અનેક સંકઃપવિકવાળા તથા વિવેકીની દૃષ્ટિએ પ્રમાણાથી રહિત, અજન્મા, અખંડિત, એકરસ, મનના
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy