SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૨] તથાકચિમનપર ચતા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૧૪/૬ ગુણાતીતને આચાર ઉદાસીનની પેઠે રહેલો હોઈ તે એટલે ગુણાતીત કદી ગુગેવડે ચલાયમાન થતું નથી, ગુણે જ પરસ્પર વહે છે અને હું તે ગુણોથી પર હાઈ તદ્દન અસંગ એવો આત્મા છે, એવી રીતના દઢ નિશ્ચય વડે તે કોઈ પણ પ્રકારની ચેષ્ટાઓથી તદ્દન રહિત એવી સહજ અવસ્થામાં સ્થિત રહેલો હોય છે, આ પુરુષ જ ગુણાતીત કહેવાય છે. તાત્પર્ય એ કે, તે કદી ગુણેથી ચલાયમાન થતો નથી કેમ કે ગુણે જ પરસ્પર આપસ આપસમાં પ્રવર્તે છે પરંતુ હું તે આત્મા જ છે. આત્મસ્વરૂપ એવા મારામાં આ ગુગો તથા તેના કાર્યને કિંચિત્માત્ર પણ સંબંધ નથી; તે તે તદ્દન અસંગ છે. આ પ્રકારના નિશ્ચય વડે થતી તમામ પ્રકારની ચેષ્ટાઓથી તે તદન રહિત બની જાય છે એટલે બોલવું, ચાલવું, સૂવું, બેસવું, શ્વાસોચ્છવાસ લે, આંખોનો ઉઘાડ વાસ કરવો. આ રીતે કાયા, વાચા, મન તથા બુદ્ધિ ઇત્યાદિ વડે થતી તમામ ક્રિયાઓ ત્રણ ગુણેની હોઈ હું તો તેથી પર અસંગ અને અનિર્વચનીય એવો આત્મા જ છે, એવા પ્રકારના દઢ નિશ્ચય વડે જે સર્વે ચેષ્ટાઓથી રહીત થઈને ઉદાસીનનો પેઠે રહે છે તે ગુણાતીત કહેવાય છે. समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मस स्तुतिः ॥२४॥ જેને નિંદાસ્તુતિ તુલ્ય છે તે ગુણાતીત છે જે સ્વસ્થ એટલે આત્મસ્વરૂપ એવા પિતામાં જ સ્થિત થયેલ છે, અર્થાત જે આત્મસ્વરૂપમાંથી કદી પણું ચલાયમાન થતો નથી, જે પહાડની જેમ આત્મામાં જ તદ્દન અચળ છે, જેને સુખ અને દુઃખ બંને સમાન છે, માટીનું ઢેફ, પથર, સોનું, એ બધુ' પણ જેને સમાન છે, પ્રિય, અને અપ્રિય, પણ તુલ્ય જ છે તથા નિંદા અને સ્તુતિ પણ જેને સમાન છે, એવો ધીર પુરુષ ગુણાતીત કહેવાય છે. ઉદ્દેશ એ કે, સુખ, દુઃખ, માટી, પત્થર, સોનું, પ્રિય, અપ્રિય, નિંદા; સ્તુતિ ઇત્યાદિ સર્વ તે પ્રકૃતિ વડે ઉત્પન્ન થનારાં સત્ત્વ, રજ અને તમોગુણનાં કાર્યો છે. હું તે પોતે આત્મસ્વરૂપ છે અને આત્મા તે તદ્દન અસંગ છે. તેમાં આ પ્રકૃતિના ગુણો તથા તેના કાર્યોને તલભાર પણ સંબંધ નથી; તેથી એ ગુણાદિ પ્રવૃત્ત થાય કિંવા નિવૃત્ત થાય તે પણે તે બંનેમાં પોતે તે ઉદાસીન હેવાથી સમાન જ હેય છે, તેથી તે સુખ, પ્રિય, સ્તુતિ, સેનું વગેરેને ઈચ્છતો પણ નથી અને દુઃખ, લોઢું ઢેફ, એટલે માટી, અપ્રિય, નિંદા ઇત્યાદિ ન હોય એવી રીતે તેનો દેષ પણ કરતો નથી; આથી આ બંને હા યા ન તેની દષ્ટિએ તે તે બધાં આત્મસ્વરૂપ હોવાથી સમાન જ છે અને તેથી જ તે ગુણાતીત કહેવાય છે. मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः । सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ॥ २५ ॥ સર્વાભપરિત્યાગી સર્વાંરભ પરિત્યાગી એટલે જેણે સર્વના આરંભ એવા પ્રકૃતિ અને તેના ગુણોને પરિત્યાગ કર્યો છે, એટલે હું તે તદ્દન નિસંગ, નિર્વિકાર અને અનિર્વચનોય એવો આત્મા છે. મારે તે પ્રકૃતિ તેના ગુણો તથા કાર્યો ઇત્યાદિ કશાની સાથે તલભાર પણ સંબંધ નથી કેમકે આ બધા દસ્પાદિનો આરંભ પ્રકૃતિ (ક્ષાંક ૩ થી ૧૫ ) પોતે જ ત્રણ ગુણે દ્વારા કરે છે, પરંતુ હું તે આત્મા (વક્ષાંક ૧) છે. મારામાં તો જ્યાં પ્રકૃતિનો જ લવલેશ નથી તો પછી તેના સત્તાદિ ગુગે અને કાર્યોનો કપના વા ગંધ કયાંથી હોઈ શકે. આવી રીતના નિશ્ચયમાં સ્થિત થઈ જેગે આ સર્વ આરંભનો ઉછેદ કરી નાખે છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy