SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ) જેવી રીતે અરમાની ધાર ઉપર ચાલ અલ દુર છે (તેમ) [ ૬૭ રચ્યાપચ્યા રહેવું, મદને લીધે યુદ્ધ વગેરેને આવેશ આવવો, પિતાની સ્તુતિમાં જ પ્રાંતિ, ઉપહાસ એટલે હિતની ખરી વાતો નહિ સાંભળતાં તેને હસી કાઢવી તે અને ફળની આસક્તિ રાખીને તે મેળવવાને માટે બળજબરીથી ઉદ્યમ કરવો તે (આત્માની પ્રાપ્તિને માટે તે નિષ્કામ ઉદ્યમ સાત્ત્વિક કહેવાય છે) આ સઘળી રજોગુણની વૃત્તિઓ છે. - તમે ગુણની વૃત્તિઓ: ક્રોધ, લોભ, મિથ્યાભાપણું એટલે ખોટું બોલવું, હિંસા કરવી, યાચના એટલે દીન૫ણે કેાઈ પાસે માગવું, દંભ, નહિ કરવાના ખોટા શ્રમ કરવા, કલહ એટલે ઝઘડાઓ કરવા, શોક, મોહ, દુઃખ, દીનતા, નિકા, આશા, ભય અને આળસ એટલે ઉધમ નહિ કરે તે કિંવા જડતા આ બધી તમે ગુણની વૃત્તિઓ છે. આ સત્ત્વ, રજ અને તમોગુણની ઘણીખરી વૃત્તિઓનું મેં અલગ અલગ વર્ણન કર્યું છે. હવે ત્રણે ગુણે જેમાં મિશ્ર હોય છે તેવી વૃત્તિઓ કહું છું. ત્રણે ગુણાનું મિશ્રણ કિંવા સનિપાત હે ઉદ્ધવ ! હું અને મારું એવી બુદ્ધિ થવી તે ત્રણે ગુણોનો સનિપાત એટલે મિશ્રણ છે એમ સમજવું. મન. સમ ઈદ્રિાના શબ્દ સ્પર્શાદિ વિયો તથા પ્રાણો વડે જે વ્યવહાર થાય છે તે બધો ત્રણે ગુણોના સનિપાત એટલે મિશ્રણથી જ ઉત્પન થવા પામેલ છે. પુરુષ જ્યારે ધર્મ, અર્થ અને કામમાં આસક્ત એટલે પ્રીતિવાળો થઈ રહ્યો હોય ત્યારે તેની, આ રિથતિ ત્રણે ગુણાના મિશ્રણથી જ થએલી છે એમ સમજવું. તેવી શ્રદ્ધાવાળો નિત્ય રતિ તેમ ધનને જ પ્રાપ્ત કરતો રહે છે. પુરુષ જ્યારે પ્રવૃત્તિરૂપી લક્ષણવાળા હાસ્ય ધમમાં જ પ્રીતિ રાખે છે, ગૃહસ્થાશ્રમમાં જ આસકત થઈને રહે છે તથા નિત્યપ્રતિ નિયનૈમિત્તિક કર્મો કરવારૂપ ધર્મમાં જ નિષ્ઠા રાખે છે ત્યારે પણ ત્રણ ગુણેનું તેમાં મિશ્રણ થયેલું છે એમ જાણવું. સત્વ, રજ, તમે ગુણવાળા કેવી રીતે ઓળખવા ઉપર કહેવામાં આવેલી મદમાદિની વૃત્તિઓ ઉપરથી પુરુષ સત્વગુણવાળો છે એમ અનુમાન કરવું, કામ વગેરે વૃત્તિઓ ઉપરથી પુરુષ રજોગુણવાળો છે એવું અનુમાન કરવું અને ક્રોધાદિ વૃત્તિઓ ઉપરથી તમોગુણવાળે છે એવું અનુમાન કરવું. સત્ત્વ, રજ, તમવાળાને સ્વભાવ " જે પુરુષ અથવા સ્ત્રી નિષ્કામ એટલે કે ઈ પણ પ્રકારની ઈરછા યા વાસનારહિત થઈને કર્મ કરે છે એટલે જે તમામ કર્મો વડે અત્યંત એકનિષ્ઠાથી આત્મસ્વરૂપ એવા મારું જ પ્રેમ અને ભક્તિપૂર્વક ભજન કરે છે, તેવા પુરુષ કિંવા સ્ત્રીને સત્ત્વગુણી જાણવા; કોઈ પણ વિષયની આશાઓ મનમાં રાખીને સકામપણે ક કરી મા એટલે આત્માનું ભજન કરે તેને રજોગુણી સ્વભાવવાળા તથા કેઈને પીડા કરવાની ઈચ્છા વડે કર્મ કરીને મને ભજે તેઓ તમે ગુણે રવભાવવાળા છે એમ જાણવું. ત્રણ ગુણેથી પર કેણ? સવ, રજ અને તમ એ ત્રણે ગુણે પ્રકૃતિના જ છે. આત્માના(મારા) નથી, કારણ કે તે ગુણ પંચમહાભૂતાના કાર્ય૨૫ ચિત્ત (વૃક્ષાંક ૯) માં પ્રકટ થાય છે અને આ પંચમહાભૂતાદિની ઉપાધિ ધારણ કરનારો તે જીવ કિંવા મહાપ્રાણ (વક્ષાંક ૬) કહેવાય છે. જીવ ગુણ વડે પંચમહાભૂતાદિમાં આસક્ત બની જાય છે. વાસનાવશાત તે તે રૂપે તથા તેને તે આકારે પ્રતીત થઈ તેમાં જ બંધાઈ જાય છે. આત્મસ્વરૂપ એવો હું તે ઈશ્વરાદિ (વૃક્ષાંક ૨) રૂપે નિયંતાપણાથી સુષ્ટિ આદિ કાર્ય કરું છું તે પણ તેમાં કદી આસક્તિ પામતો નથી, તેથી નિયમુક્ત છે. એટલા માટે જ હું તને આત્મસ્વરૂપ એવા મારું ભજન કરવાનું જ વારંવાર પિકાર કરીને કહી રહ્યો છું, તે તું સારી રીતે ધ્યાનમાં લે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy