SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] ઉઠો, જાગો, એક એવા અપક્ષાનુભવનું શરણ ગ્રહી આત્મધ મેળવે. [૬૬૫ यदा सत्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् ।। तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ॥१४॥ સત્ત્વગુણની વૃદ્ધિવાળાની ગતિ શ્રીભગવાન કહે છેઃ આ મુજબ શાસ્ત્રનિર્ણય તને કહેવામાં આવ્યો, તે ઉપરથી પણ તારી સમાજમાં આવ્યું હશે. હવે તું કહેશે કે કઈ અભ્યાસકનું ત્રણ ગુણથી પર થયા સિવાય જે કદાચ વચ્ચે જ મૃત્યુ થાય સ્થિતિ થવા પામે ? તે સંબંધમાં કહું છું તે સાંભળ. જ્યારે દેહ ધારણ કરનાર દેવી સત્ત્વગુણની વૃદ્ધિમાં મરણ પામે છે ત્યારે તે ઉપાસના મલરહિત એવા ઉત્તમ લોકને પામે છે એટલે ઉપર કહ્યા મુજબ જેનામાં સત્ત્વગણનો ઉદય થવા પામ્યો હોય તેવા સાધકને જે મૃત્યુ પ્રાપ્ત થાય તે તે ઉત્તમ ઉપાસકેના મલરહિત એવા શ્રેષ્ઠ લોકોને જ પામે છે. रजसि प्रलयं गत्वा कर्मसगिषु जायते । तथा लीनस्तमसि मुढयोनिषु जायते ॥१५॥ રજોગુણ તથા તમે ગુણની વૃદ્ધિમાં મૃત્યુ પછીની ગતિ રજોગુણમાં મૃત્યુ પામનારે ફરીથી મનુષ્યાદિ લેકમાં જ જન્મ પામે છે તથા તમોગુણમાં મૃત્યુ પામનારે મૂઢોનિઓમાં જ જન્મ લે છે. અર્થાત રજોગુણનું જોર હોય તેવી હાલતમાં જે દેહીનું મૃત્યુ થાય તો તે પોતાના કર્મો પ્રમાણે ચાંડાલાદિ અધમ નિથી માંડીને શ્રેષ્ઠ એવા આત્મદશી બ્રાહ્મણને ત્યાં જન્મ લે છે તથા તમોગુણની વૃદ્ધિની હાલતમાં મૃત્યુ પામનારો પોતાના કર્મોવશાત મનુષ્યાદિથી નીચે આવી પાષાણુદિકથી તે ઠેઠ ઝાડ, પાન, પશુ, પક્ષી ઇત્યાદિ સ્થાવરજંગમ મૂઢ નિઓમાં જ જમે છે. कर्मणः सुकृतस्याहुः सात्विक निर्मुलं फलम् । रजमस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥१६॥ સાત્વિક, રાજસ અને તામસ કર્મોના ફળ સત કર્મો અર્થાત સાત્વિક કર્મોનું ફળ પવિત્ર અને સાત્વિક થાય છે; રજોગુણનું ફળ દુઃખ તથા તમેણુણનું ફળ અજ્ઞાન છે. અર્થાત ઉપર જે સાત્વિક કર્મો કહેવામાં આવ્યાં તે કરનારાઓને પાપથી અત્યંત રહિત, નિર્મળ તથા તદ્દન શુદ્ધ એવા ફળની પ્રાપ્તિ થાય છે રાજસકર્મો કરનારાઓને તે અનેક પ્રકારની વાસનાઓવિશાત દુઃખરૂ૫ ફળની પ્રાપ્તિ જ થાય છે તથા ગુણવાળાં કર્મો કરનારાઓને મૂઢપણું અજ્ઞાનતા તથા મેહ ઈત્યાદિ તમરૂ૫ ફળની પ્રાપ્તિ થાય છે. सत्वात्सायते भान रजसो लोभ एवं च । प्रमादमोहौ तमसो भवताऽज्ञानमेव च ॥१७॥ સર્વથી જ્ઞાન, રજથી લાભ અને તમથી અજ્ઞાન સવગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, રજોગુણથી લાભ ઉત્પન્ન થાય છે તથા તમે ગુણથી પ્રમાદ અને મહ ઉત્પન્ન થાય છે તેમ અજ્ઞાનની ઉત્પત્તિ પણ તમે ગુણ વડે જ થાય છે. ભાવાર્થ એ કે, સત્વગુણની વૃદ્ધિ થાય તો નાન ઉત્પન્ન થઈ તે વડે મે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છેરગુણવડે તો લાભ ઉત્પન્ન
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy