SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] વિવેકીએ વાગાદિને મનમાં, આત્મ૫ મનને જ્ઞાનરૂપ બુદ્ધિમાં લય કરે, [ ૫૯ હું” ને જાણનારે તેને સાક્ષી તે જરૂર કોઈ છે અને તે સૂકમ હોવાથી અપ્રકટ છે. તેનું જ્ઞાન લક્ષાર્થથી જ થવા પામે છે. આ રીતે તેનું જે જ્ઞાન થવું એ જ માતા પછી બાળકની ઉત્પત્તિ થઈ એમ જાણવું. આ મુજબ તેની ઉત્પત્તિ તે જ તેના અવભૂથ અર્થાત મરણરૂપ વા ક્ષરરૂપ છે, કેમ કે આ સર્વ પ્રકૃતિ (કક્ષાંક ૩ થી ૧૫ g) નાશવત છે તેથી તેને વિલય થતાંની સાથે જ તેના સાક્ષી જે આ ક્ષરપુરુષ (વૃક્ષાંક ૨) છે તેનો પણ વિલય અનાયાસે જ થઈ જાય છે. કારણ કે, આ ક્ષર પુષ્પ તથા પ્રકૃતિ બંને પરર૫ર મનુષ્ય અને તેની છાયાની પેઠે એક બીજા સાથે સંકળાયેલાં હોય છે, તેથી તેઓ એકબીજાને છેડીને કદાપિ રહી શકતાં નથી. તાત્પર્ય કે, સર્વ દશ્યસૃષ્ટિની આદિ માતા આ પ્રકૃતિ (ક્ષાંક ૩) જ છે. તે અને તેનું સૂમ તથા સ્થૂલ કાર્ય, એ બધું મળીને બ્રહ્મનું વિરાટરૂપ કહેવાય છે. બ્રહ્મદેવ ઉત્પન્ન કરેલી આ રશૂલ એવી બ્રહ્માંડરૂપ કાર્યસૃષ્ટિ (વૃક્ષાંક ૧૪ થી ૧૫ ) ને સમષ્ટિ કહેવામાં આવે છે. આ સમષ્ટિરૂપ કાર્યસૃષ્ટિ (વૃક્ષાંક ૧૪ થી ૧૫ ૫) તથા મહદાદિ કારણુતરો વડે જેને વિસ્તાર થવા પામેલ છે, એવી કારણરુષ્ટિ (વૃક્ષાંક ૬ થી ૧૩) તેમ જ મહાકારણસૃષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૫) એ ત્રણે સુષ્ટિએ (ક્ષાંક ૩ થી ૧૫ ઘ) મળીને દૃશ્યસૃષ્ટિ કહેવાય છે અને તેને જ બ્રહ્મ વા પરમાત્માનું વિરાટ યા અપર રવરૂપ કહે છે તથા તે કરતાં પર એટલે અનિર્વચનીય એવું આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) તે બ્રહ્મ વા પરમાત્માને પર સ્વરૂપ છે. આ અપર સ્વરૂપ પણ બ્રહ્મથી અભિન્ન જ છે. આ રીતે વારતવિક બ્રહ્મરૂપ એવું જે આ મહત્ (વિરાટ) બ્રહ્મ એ મારી નિ અર્થાત પ્રકૃતિ છે, એમ અત્રે ભગવાને વર્ણવેલું છે (આ સંબંધે વધુ સ્પષ્ટતાને માટે અધ્યાય ૯, શ્લોક ૧૬, પૃષ્ઠ ૯૯ તથા છાંઉ૦ પ્રપા૦ ૩, ખંડ ૧૭, મંત્ર ૫-૬ કારિકા સહિત જુઓ). सर्षयोनिषु कौन्तेय मुर्तयः सम्भवन्ति याः । तासां ब्रह्म महयोनिरहं बीजप्रदः पिता ॥४॥ પ્રકૃતિને પણ બીજા પિતા હું છું હે કય! સર્વ નિઓમાં જે કાંઈ મૂર્ત એટલે દશ્ય કિવા પ્રકટભાવ સંભવે છે, અર્થાત ઉત્પન્ન થત ભાસે છે અગર જોવામાં આવે છે, તે તમામનું મૂળ બ્રહ્મ૨૫ એવી આ મહાનિ અથવા પ્રકૃતિ ઈ તેનો બીજપ્રદ એટલે બીજરૂપ એવો પિતા હું જ છું. તાપર્ય એ કે, આ અહેમમાદિરૂપે જે જે કાંઈ પ્રકટ થયેલું દશ્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪) પ્રતીતિમાં આવે છે તે તમામનું આદિ કારણ અથવા મૂળ વાસ્તવિક રીતે બ્રહરૂપ એવી આ મારી મહાનિ યાને પ્રકૃતિ જ છે. તે સર્વદસ્યભાવનું આદિકારણ હોવાને લીધે તેને આદિમાતા પણ કહે છે અને તે પણ વસ્તુતઃ તે બ્રહ્મસ્વરૂપ જ છે. શ્રુતિ શાસ્ત્રકારો બ્રહ્મના આ સ્વરૂપને જ અપરસ્વરૂપ કહે છે અને પુરાણાદિકે આનું જ વિરાટ સ્વરૂપે વર્ણન કરે છે, જે વખતે વખત જણાવેલું છે. આ મુજબ સર્વ દમ્યાદિનું મૂળ અથવા આદિકારણે આ બ્રહ્મરૂ૫ એવી મારી મહત્વ છે. પરંતુ હું તો તેને પણ બીજપ્રદ અર્થાત મહત પ્રકૃતિનો પણ બીજરૂ૫ એટલે મૂળ પ્રેરક એ પિતા અર્થાત ઈશ્વર (વૃક્ષાંક ૨) છું, કે જે હે પણ વાસ્તવિક રીતે તે અવ્યય, અગોચર તથા અનિર્વચનીય એ ખામાં (દક્ષાંક ૧) જ છે. सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवाः । निबध्नन्ति महाबाहो ऐहे देहिनमव्ययम् ॥५॥
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy