SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ ] મનાતું પણ શુદ્ધાત્મા મારઃ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૩ર૬ સુધી મન પણ હંમેશાં વિષયરૂપ કમાં જ આસક્ત રહે છે, તે થકી દેહરૂપી બંધન ઘટવાને બદલે ઊલટું વધુને વધુ દૃઢ થાય છે. આમ અવિદ્યાને લીધે પિતાનું આત્મસ્વરૂપ ઢંકાઈ જતાં દૈતભાવનાને લીધે તે કર્મો મનને વશ કરી લે છે અને મને જીવાત્માને વશ કરી લે છે. આથી તે હંમેશા વિષયોમાં જ રોપ રહી અનેક પ્રકારનાં દુ:ખો ભગવતો રહે છે. તેને જ્યાં સુધી આત્મસ્વરૂપમાં પ્રોતિ ન થાય ત્યાં સુધી દેહનું બંધન કદી પણ ૠતું નથી. ઇંદ્રિયોની તમામ ચેષ્ટાઓ ખોટી છે અને તે વાસ્તવિક રીતે આત્મસ્વરૂપભૂત એવા પિતામાં નથી, એ પ્રમાણેનો વિવેક થઈ જ્યાં સુધી આત્માનું સાચું રહસ્ય તેના જાણવામાં આવે નહિ ત્યાં સુધી વિસ્વરૂપને ભૂલી અજ્ઞાની બની જતાં આ સંસાર કે જેમાં મિથુનસુખ જ મુખ્ય ગણાય છે તેને પામીને તેમાં જ તે સબડ્યા કરે છે. સ્ત્રી તથા પુરુષ બંનેને પોતપોતાના એકેક દેહનું અભિમાન હોય છે. પરંતુ તેઓ જ્યારે દંપતી ભાવથી જોડાય છે ત્યારે પરસ્પરના દેહના અભિમાનરૂ૫ બીજી મજબૂત હદયની ગાંઠ બંધાય છે; જેને લીધે લોકોને ઘર, ખેતર, પુત્ર, સગાં, સ્નેહી અને ધન ઇત્યાદિમાં “ હું અને મારું” એવું મિથા અભિમાન બંધાઈ તેમાં ખોટો મોહ ઉત્પન્ન થાય છે. તે કેવળ ઇદ્રિયપ્રીતિ માટે જ કર્મો કરે છે. આમ પ્રમાદી બની તેઓ પાપના ભાગીદાર થઈ પોતાનાં કર્મ વડે હંમેશ દુઃખસાગરમાં જ ડૂબેલા હોય છે. જે દુઃખદાયી વિષયભોગો તે વિષ્ઠા ખાનારાં કૂતરાં, ભૂંડ વગેરે પ્રાણીઓને પણ મળે છે, માટે તેવા વિષયભોગો ભોગવવાને માટે મનુષ્ય લોકમાં મનુષ્યોને આ દેહ યોગ્ય કહેવાય નહિ, પરંતુ આ મનુષ્ય દેહ વડે તો દિવ્ય ત૫દ્વારા ચિત્ત શુદ્ધ કરી લેવું જોઈએ કે જેથી અંતઃકરણની હું થાય છે અને અંતઃકરણની શુદ્ધિ થતાં જ અનંત સુખરૂપ એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આથી વિદ્વાનો કહે છે કે, આત્મવેત્તા મહાપુરુષોની સેવા એ જ મોક્ષનું દ્વાર છે તથા સ્ત્રીઓને સંગ, ' દેહાધ્યાસ યાને પ્રકૃતિની સેવા એ દુઃખમય એવા સંસારરૂપ નરકનું જ દ્વાર છે. બપણાની ભાવના નિવૃત્ત થતાં જ સુખ પ્રાપ્ત થાય છે જેઓ હું એટલે આત્મસ્વરૂપ એવો પરમેશ્વર છે તેમાં જ હંમેશાં રહ રાખનારા અને તેમાં ઐકયભાવે સ્થિર રહેવારૂપ પ્રયત્ન કરનારા હોય એટલે આત્મસ્વરૂપ એવા મારાથી કદી પણ ભિન્ન નહિ થવાની ઇચ્છા રાખતા હોય તેઓ કેવળ જ્યાં પેટ ભરવાની અને પશુત્તિની જ વાતો ચાલતી હોય તેવા લોકોની સાથે તેમ જ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન અને ઘરમાં પ્રીતિ રાખતા નથી તથા દેહના નિર્વાહ કરતાં વધારે કશાની ઇછા પણ કરતા નથી, તેવાઓને મહામાં જ સમજવા. વિષયી મનુષ્યો તે ઇંદ્રિયાને પોષવાને અર્થે જ કર્મો કરે છે અને તેમ કરવા જતાં જાણે કિવા અજાણે પાપ થયા વગર રહેતું જ નથી. જે પાપને લીધે જ આ ખોટા કલેશ આપવાવાળો દેહ ઉત્પન્ન થઈ તે વડે તેઓ અનેક દુઃખો તથા સંકટો ભોગવે છે એટલા માટે વિષયરૂપ મેહમાં ફસાઈને કર્મો કર્યા કરવાં તથા તેને બહારથી કર્તવ્ય કહેવું એ તો નરી મૂર્ખતા જ ગણાય. વિષયો ઉપર સંયમ કરી નહિ શકતા હોવાને લીધે આ દાંભિકે તેને જ વ્યવહારમાં કર્તવ્યકર્મના નામે સંધે છે, પરંતુ ખરી રીતે તે મોહ હોઈ પશુવૃત્તિનું જ ઘાતક છે. જ્યારે સતસંગાદિ દ્વારા મનુષ્યની મા મોહરૂપી કર્મની ગાંઠ શિથિલ થઈ જાય છે ત્યારે જ તે મનુષ્ય દંપતીભાવમાંથી નિવૃત્તિને પામે છે અને પછી પિતાપણુને અહંકાર સુદ્ધાં છોડી દઈને મોક્ષને પામે છે. તાત્પર્ય જ્યારે મમત્વાદિ બપણાને ભાવ છૂટે છે ત્યારે જ અહંભાવ પણ છૂટી શકે છે. અહંભાવ છૂટતાં જ સુખમય એવા પરમપદની પ્રાપ્તિ અનાયાસે જ થાય છે. અહંકારત્યાગનાં સાધન હંસ સમાન વિવેકી પુરુષો હંસ જેમ દૂધ તથા પાણીને જુદું કરી તેમાંથી દૂધનું જ ભક્ષણ કરે છે તેમ સદસતનો વિવેક, સદગુરુની સેવા, પરમાત્મા વિષે તત્પરતાયુક્ત ભક્તિ, તૃષ્ણાના ત્યાગ થકી પ્રાપ્ત થતી સુખદુઃખાદિ સહન કરવા૫ (તિતિક્ષા) ઈહ અને પરલોક બંને સ્થળે દુ:ખ જ છે એ નિશ્ચય, જ્ઞાન મેળવવાની તીવ્રતર મા, તપ, સકામ કર્મોનો ત્યાગ, છે કે જે મિથ્યા માની લીધેલા પોતાપણાના અહંભાવને ત્યાગ કરી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy