SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] આત્મસાક્ષાત્કારી સારથિ જે ખરા મનના નિમવાળે છે તે જ – [૬૪૩ જાણે. સારાંશ એ કે, પ્રકૃતિ કે જેને માયા, ક્ષેત્ર, અપરાપ્રકૃતિ, શુદ્ધ હુંનું આ પુરણ ઇત્યાદિ નામની સંજ્ઞા (વૃક્ષાંક ૩ જુઓ) સમજાવવાને માટે શાસ્ત્રમાં આપવામાં આવેલી છે તે પોતે ઈશ્વર (વક્ષાંક ૨)ની ઈક્ષણશક્તિથી પ્રથમ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણેને આશ્રય વડે અવ્યકત (વૃક્ષાંક ૪)રૂપ બની પછી ક્રિયાશક્તિ તથા જ્ઞાનશક્તિયુક્ત પ્રકૃતિપુરુષના સમમિશ્રણવાળી બને છે, જેને અર્ધનારીનટેશ્વર(ટલાંક ૫) કહે છે. ત્યારબાદ મહાપ્રાણુ કેવા સૂત્રામાં (વૃક્ષાક ૬) કે જે આ ચરાચરમાં અહંકારભાવના ઉત્પન્ન કરાવનાર છે તે રૂ૫ બની પછી તે સુત્રાત્મા જ અહંકારના ઉત્પત્તિસ્થાન કિંવા ભગવાનના અંતઃકરણરૂપ એવા મહત્તવ (વૃક્ષાંક ૭) રૂપે બને છે અને આ મહત્તવરૂપ ભગવાનના અંતઃકરણમાંથી જ સૌથી પ્રથમ અહંકાર (વૃક્ષાંક ૮)નું પ્રત્યક્ષ પ્રાકટ્ય થવા પામેલ છે. પછી તે અહંકાર જ સત્વ, રજ અને તમે ગુણના પ્રાબલ્ય કરીને ક્રમે વૈકારિક, તેજસૂ અને તમસ એવા ત્રણરૂપે બની તે જ અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂતરૂપે બને છે અને તેમાંથી દેવતાઓ, ગોલક તથા વિષયો સહ ઈન્દ્રિયો તેમ જ તન્માત્રાસહ પાંચ મહાભૂત ઉત્પન્ન થવા પામેલાં છે. બાદ તે અહંકારમાંથી જ ચિત્ત(વૃક્ષાંક ૯) તેના દેવતા ક્ષેત્રજ્ઞ–કે જેનું વસ્તવ્ય તપશ્ચર્યા અર્થે એક હજાર દિવ્ય વર્ષો સુધી જળમાં થવાથી તેનું નારાયણ એવું નામ પડેલું છે–તેને પામેલી છે. તે વિશ્વમાં ચાલી રહેલા તમામ યજ્ઞનો અધિષ્ઠાતા હોવાથી વિષ્ણુ એવા નામે પણ કહેવાય છે. ત્યારપછી એ ચિત્તરૂપ તત્ત્વ(વૃક્ષાંક ૯)માંથી બુદ્ધિ તથા તેના દેવતા બ્રહ્મા(વૃક્ષાંક ૧૦) અને તત્પશ્ચાત મન તથા તેના દેવતા ચંદ્ર(વૃક્ષાંક ૧૧) એ પ્રમાણેની ઉત્પત્તિ થયેલી છે, ત્યારબાદ વિષ્ણુનું નાભિકમળ કિંવા પૂલ બ્રહ્માંડની ઉત્પત્તિના બીજરૂપ અને ઉપરના તમામ મહાકારણું (અતિસૂક્ષ્મ વૃક્ષાંક ૩ થી ૫) અને કારણ (સૂમ વૃક્ષાંક ૬ થી ૧૧) તત્ત્વોનું જેમાં મિશ્રણ છે એવા હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨) તથા તેમાંથી આ સ્થૂલ બ્રહ્માંડ ઉત્પન્ન કરનાર બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩)નું પ્રાકટ થયેલું છે અને તેણે જ વિરાટપુરુષના સ્થળ દેહસમી સમષ્ટિરૂપ એવી તમામ સ્કૂલ એવી આ કાર્યસૃષ્ટિ(વૃક્ષાંક ૧૪ થી ૧૫ g) કે જેને વિશ્વ એવી સંજ્ઞા છે તે ઉત્પન્ન કરી છે. એ રીતે બ્રહ્માંડરૂપ અનેક વિકારોવાળી આ કાર્ય કિંવા સ્થૂલ સૃષ્ટિ(ક્ષાંક ૧૩ થી ૧૫ જ) એ તથા તેનાં કારણરૂપ મહત્તત્ત્વાદિ કારણ કિંવા સૂક્ષ્મ સૃષ્ટિ (વૃક્ષાંક ૬ થી ૧૨) અને તે મહત્તત્ત્વાદિનું પણ કારણ એટલે સૃષ્ટિનું મહાકારણ કિંવા જેને કરણ પણ કહેવામાં આવે છે તે અતિસૂમસૃષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૫)ની ઉત્પત્તિ થવા પામેલી છે. આમ આ સર્વનું મૂળ કારણ એવી આ આદ્યપ્રકૃતિ (વૃક્ષાંક ૩) જ ત્રણ ગુણે દ્વારા વિકારયુક્ત થવા પામેલી છે. આ કારણ છે અને આ કાર્ય છે એવું જાણનાર કેશુ? તમામ દશ્ય વ્યવહારનું મૂળબીજ આ : ક ૩) જ છે પરંતુ તે બ્રહ્માંડરૂપે દશ્યમાન થતાં પૂવે અપ્રકટ સ્વરૂપે હોય છે. તેનું સ્થૂલ પ્રાકટ્ય થવાનું મૂળ તો બ્રહ્મદેવ(વૃક્ષાંક ૧૩) હેઈહિરણ્યગર્ભ(ક્ષાંક ૧૨) એ બીજ કહેવાય છે. આથી બ્રહ્માંડનું આદિસ્થાન બ્રહ્મદેવ હેઈ તેને આદિપુરુષ કહે છે. હવે બ્રહ્મદેવ આદિ થયા તે આદિનું પણ આદિસ્થાન આ કરણરૂપ એવી અનાદિ પ્રકૃતિ(વૃક્ષાંક ૩) છે. આ રીતે દૃશ્ય વ્યવહારમાં પ્રકૃતિ એ જ આદિની પણ આદિ હેવાથી શાસ્ત્રકારોએ તેને પણ અનાદિ કહેલી છે. અહીં કાર્ય અને કરણની પરંપરા (મર્યાદા) પૂર્ણ થઈ જાય છે, એમ જાણવું. કેમ કે કાર્યસૂષ્ટિનું આદિસ્થાન બ્રહ્મદેવ (રક્ષાંક ૧૩) છે તથા તેનું કારણ મહાપ્રાણાદિ (વૃક્ષાંક ૬ થી ૧૨) અને તે કારણનું પણ મહાકારણરૂપ આદિસ્થાન એ આ પ્રકૃતિ(ક્ષાંક ૩ થી ૫) છે. એવી રીતની પરસ્પર કાર્યકરણની પરંપરા અહીં પૂર્ણ થઈ જાય છે. ત્યારપછી એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે કારણના પણ કારણુરૂપ એવા આ કરણથી કાંઈ ૫ર છે કે નહિ? કે બધું અત્રે જ પૂર્ણ થાય છે? તેના ઉત્તરમાં થોડો વિચાર કરવાથી જાણી શકાશે કે આ કાર્ય છે તથા આ કારણ છે એમ તેણે જાણ્યું? જે કોઈ જાણનારો જ ન હોય તો પછી આ કાર્ય છે અને આ તેનું કારણ છે એવા વિભાગો પાડવાનું કિંવા તે વિચાર કરવાપણું પણ કયાંથી રહે? અને આ વિભાગો છે તથા આ વિચાર કરવાનું છે એ પણ કયાં રહે પરંતુ વ્યવહારમાં આ સંબંધે વિચાર થતા તમા (IIMITI
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy