SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨] તકિયાજિ વાર રજા વ સાથે | ઇ. [સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૩/૧૩ એટલે આત્મ કિંવા બ્રહ્મના સપનું જે યથાર્થ જ્ઞાન તેનું નામ જ તત્ત્વજ્ઞાન અને તેનું દર્શન એટલે સાક્ષાત્કાર કરવો તેનું નામ તત્વજ્ઞાનાર્થદર્શન કહેવાય. તાત્પર્ય એ કે, આત્માનાત્મવિવેક વડે પ્રથમ નિત્ય શું અમે અનિત્ય શું તેનો સારી રીતે વિચાર કરીને આત્માન નિત્યપણું જાણી લઈ સતત અધ્યાત્મજ્ઞાનમાં જ એકનિષ્ઠા રાખવી. આ મુજબ વિવેકવર્ડ જેનો આત્મસ્વરૂપ સંબંધમાં જ સત્યપણાને નિશ્ચય થયેલ હોય તે પરોક્ષજ્ઞાન સમજવું. આમ સતશાસ્ત્ર તેમ જ સતસંગ વડે ઉત્પન્ન થયેલા અને વિવેકયુક્ત વિચાર વડે નિશ્ચિત કરવામાં આવેલા આત્માના પરોક્ષજ્ઞાનમાં નિત્યપ્રતિ રત થઈ, વેદમાં જે અનિર્વચનીય પદને માટે તત (વૃક્ષાંક ૧) એવી સંજ્ઞા છે તે આત્માના અર્થનું દર્શન કરવું અથત આત્મા સિવાય તમામ ભાવોને વિલય કરી અપરોક્ષાનુભવ એટલે આત્મસાક્ષાત્કાર કરી લેવો એને જ જ્ઞાન એવા નામથી સંબોધેલું છે. અને આ કરતાં જે જુદું હોય તે બધું અજ્ઞાન છે. આમ જ્ઞાનનો ખરો અર્થ તે ખામાને સાક્ષાત્કાર એ જ એક છે; પરંતુ (૧) અમાનિત્વ, (૨) અંદભિત્વ, (૩) અહિંસા, (૪) ક્ષમા, (૫) આજીવ, (૬) આચાર્યોપાસના, (૭) શૌચ, (૮) ધૈર્ય, (૯) આત્મવિનિગ્રહ, (૧૦) ઇંદ્રિયોના વિષયોમાં વિરાગ્ય, (૧૧) અનહંકાર, (૧૨) જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ઇત્યાદિ પ્રત્યક્ષ દુઃખેને સારી રીતે પ્રત્યક્ષ વિચાર કરીને તેવા પ્રકારની દેશદષ્ટિને આશ્રય કરવો તે, (૧૩) અસક્તિ, (૧૪) પુત્ર, દીર, ઘર આદિમાં અનભિવંગપણું, (૧૫) ઈછાનિષ્ઠમાં ચિત્તની હંમેશ સમતા, (૧૬) મારામાં અનન્યભાવના, (૧૭) અવ્યભિચારિણી ભક્તિ (૧૮) વિવિક્ત દેશનું સેવન, (૧૯) જનની સભામાં વૈરાગ્ય, (૨૦) અધ્યાત્મજ્ઞાનમાં નિત્યત્વબુદ્ધિ, આ મુજબ જે વીશ પ્રકાર ઉપર કહેવામાં આવ્યા તે સર્વનું ફળ ચિત્તશુધિદ્વારા ક્રમે આમાનું પરોક્ષજ્ઞાન થવું એટલું જ છે અને પરોક્ષજ્ઞાનનો ઉદ્દેશ પણ અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી લેવા માટે જ છે. આમ પરોક્ષાનુભવ કિંવા આત્માનો સાક્ષાત્કાર થવો એ જ ખરું જ્ઞાન કહેવાય, છતાં ઉપરનાં વીશ સાધનો તેને મે મદદરૂપ થતાં હોવાથી તેને પણ વ્યવહારમાં જ્ઞાનનું સાચું સ્વરૂપ સમજવામાં નહિ આવે ત્યાં સુધી અભ્યાસને માટે “ આ સર્વજ્ઞાન છે” એમ કહેવામાં આવ્યું છે. આ વોશ સાધનોથી જે વિપરીત એટલે ઊલટું જેમ કે માનીપણું, દંભીપણું, હિંસા કરવી ઇત્યાદિ તે બધું અજ્ઞાન છે એમ જાણવું. સંક્ષેપમાં આત્માથી વિપરીત જે જે કાંઈ ભાસવું તે તમામ અજ્ઞાન છે, એમ જાણવું. આમ જ્ઞાનનો સાચે અર્થ તે આત્માનુભવ એ જ એક છે. क्षेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वाऽमृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तभासतुच्यते ॥१३॥ ય એટલે તત છે ભગવાન કહે છે: હે પાર્થ! જ્ઞાન સંબંધ તને કહેવામાં આવ્યું. હવે ય એટલે અત્યંત ગૂઢ અને જાણવા એગ્ય એવું જે તત્ કિંવા આત્મસ્વરૂપ છે તે તને સ્પષ્ટપણે કહીશ, જેને જાણીને પુરુષ જન્મમરણના પાશમાંથી છૂટી અમૃત એટલે પુનઃ કદી મૃત થવું પડતું નથી તેવા મોક્ષપદને પામે છે; તાત્પર્ય ઉપર જે કહેવામાં આવ્યું છે કે “તરવરના અર્થરૂપનું દર્શન એટલે તસ્વસાક્ષાત્કાર કરવો એ જ ખરું જ્ઞાન છે. વાસ્તવિક તે તત્ત્વ જ જ્ઞાતાજ્ઞાનાદિ ત્રિપુટીરૂપે ભાસે છે તેથી તેને તે જ્ઞાન છે કિંવા રેય છે એમ કહેવું પણ અનચિત છે; છતાં જ્યાં સુધી આ રીતના અદ્વૈત જ્ઞાનને સમજવાની બુદ્ધિ જિજ્ઞાસુઓમાં આવતી નથી ત્યાં સુધીને માટે એક આ પરમતત્વ જ જાણવા યોગ્ય છે, આવા પ્રકારની દષ્ટિ રાખીને મુમુક્ષુન મગજમાં તે વાત જ્યાં સુધી સારી રીતે ઉતરે નહિ અર્થાત તેને આત્માનું પરોક્ષજ્ઞાન થાય નહિં ત્યાં સુધીને માટે અનેક પ્રકારની યુકિત પ્રયુક્તિઓ દ્વારા સમજાવનારા સારાસારનો નિર્ણય તેને કહેવામાં આવે છે. આ મુજબ એક વખત તેને આ ય એટલે જાણવા યોગ્ય એવા આત્માનું પરોક્ષજ્ઞાન થયું કે પછી તે તેને અત સાક્ષાત્કાર કરી કૃતાર્થ બને છે. આમ પરોક્ષ અને અપરોક્ષ એમ બંને પ્રકારના જ્ઞાનની પૂર્ણતા થઈ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy