SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮] રામાન ચિન' વિદ્ધિ શરીર { રમેવ તુ [ સિદ્ધાન્તકાડ ભ૦ગીઅ૦૧૩ એ બંને જુદા છે એવા દ્વૈતવાદની સિદ્ધતા” એ વિષય હતો. ત્યાં એક મહાત્મા આવી ચડ્યા. તેમણે આ હજારોની માનવમેદની એકત્ર થવાનું કારણ પૂછ્યું, તે જણાયું કે સામેથી આવનાર પેલા સસ્પૃહસ્થ આજે ભગવાન અને ભક્ત એવા બે પણાની સિદ્ધતા” એ વિષય ઉપર વ્યાખ્યાન કરવાના છે. તે સાંભળી તેઓ વ્યાખ્યાતા પાસે ગયા, નજીકમાંથી લાકડાને ભારે વેચવા એક કઠિયારે જતા હતા તેને મહાત્માએ પાસે બેલાવીને પૂછ્યું કે, ભાઈ તું તે માટે સર્વશક્તિમાન એવો ભગવાન છે ખરું ને? તે સાંભળતાં જ ભારે વેચનારે નમસ્કાર કરીને કહ્યું, “શેઠસાહેબ! આવું શું બોલો છો? સર્વશક્તિમાન ભગવાન કયાં અને હું પામર કયાં? હું તો ગરીબ, દીન અને રાંક છું.” તેને આ પ્રમાણેને ઉત્તર સાંભળીને પાસે ઊભેલા વ્યાખ્યાતાને કહ્યું, “જોયું ! ભગવાન અને આપણે જુદા છીએ એ વાત તે આ એક તમારી દષ્ટિએ મૂઢ ગણાતો માણસ પણ જાણે છે, તો આપ આ હજારો લોકોની મેદની વચ્ચે તે સંબંધમાં વ્યાખ્યાન કરીને શે પુરુષાર્થ સાધવા નીકળ્યા છો?” તાત્પર્ય એ કે, આ રીતે વૈતવાદની સિદ્ધતા કરવાનો પ્રયત્ન કરનારા અને તેમાં જ પુરુષાર્થ સમજનારા શાસ્ત્રો કિંવા શાસ્ત્રનો તદ્દન નિરર્થક જ ગણાય, કારણ કે જે વાત એક બાળક પણ જાણે છે તેને સિદ્ધ કરવાનું તે કેવું હોય? કોઈ કહે કે સમુદ્રમાં જળ છે તેની માટે આ લોકમાં સિદ્ધતા કરવાની છે. પણ તે વાત પ્રચલિત હોવાથી તેની તે નાનાં બાળકને પણું ખબર છે, તેથી તેની સિદ્ધતા કરવાનો પ્રકાર જેમ હાસ્યાસ્પદ ગણાય તેમ આ દૈતની સિદ્ધતા માટે પ્રવૃત્ત થનારાં શાસ્ત્રો તથા શાસ્ત્રાને ' માટે પણ જાણવું. સિદ્ધતા તે તેની જ થઈ શકે છે કે, દેખવામાં જેવા પ્રકારે આવે છે તેવું ત્યાં વસ્તુતઃ હોતું નથી જેમ મૃગજળ; ત્યાં પાણી હોય એમ પ્રત્યક્ષ દેખાય છે ખરું પરંતુ તેમાં વાસ્તવિક રીતે પાણીનું એક બિંદુ પણ હેતું નથી, તેમ આ જગત જેવું દેખાય છે તેવું જ જો હોત તો પછી તેને માટે શાઍ કિંવા કહેનારાઓની શી જરૂર ? તેમાં તે ફક્ત તમે કહે છે તેવું તે નથી, પણ અમે કહીએ છીએ તેવું તે છે, એવું લોકેમાં મનાવવાને દુરાગ્રહ જ તરી આવે છે. જો આમ ન હોય તે પછી જે જેને જેવું દેખાય અને જેને જેવું લાગે તેવું તે તેના અનુભવ પ્રમાણે બરાબર જ છે, તે પછી બીજાએ તેમાં દખલગીરી કરવાની કિંવા પાંડિત્ય બતાવવાનો કંઈ જ જરૂર રહેતી નથી. પછી તે નિયમ, શાસ્ત્રો, રાજ્યકાયદાઓ વગેરે કશાની પણ જરૂર જણાતી નથી. આ દૃષ્ટિએ વિચાર કરતાં આ દૈતવાદીઓની પણ શી જરૂર રહે? આથી એમ નિઃશંક સિદ્ધ થાય છે કે, જે એવું જોવામાં કે જાણવામાં આવે તેવું તે ન હોય પણ બીજા જ કઈ પ્રકારનું હોય, તો તેનું મૂળ સાચું સ્વરૂપ બતાવવાને માટે જેણે તેને સાક્ષાત અનુભવ લીધે હોય તે પાએ જ અધિકારી છે અને એટલા માટે જ આવા અનુભવસિદ્ધ શાસ્ત્ર, શાસ્ત્રો તથા તેમાં બતાવેલા શાસ્ત્રીય પ્રયત્નની જરૂર છે. મનસ્વી, આધાર અને અનુભવ વગરના લૂખા તર્ક તથા વિતંડાવાદ વડે કાંઈ સાચું હસ્ય કદી સમજી શકાય નહિ. સારાંશ કે, જે દૈત શાસ્ત્રકારોનો હેતુ અત એવા પરમતત્વના અનુભવ તરફ લઈ જનારો હેતો નથી, તેવા દુરાગ્રહી શાસ્ત્રકારોનાં શાસ્ત્રો એ ખરાં શાસ્ત્રો નહિ પરંતુ મિથ્યા આડંબરો છે એમ સમજવું. એટલું જ નહિ પરંતુ “વેદનો ખરો અર્થ (ઉદ્દેશ ) નહિ સમજતાં જે મલિન બુદ્ધિવાળા પુરુષો વેદનો અભિપ્રાય તે ફક્ત કર્મપરાયણતા છે એમ કહે છે, તેવાઓ પોતાને જે કે વેદના આધારે ચાલનાર અને જ્ઞાની સમજે છે પરંતુ તેઓ વેદના સાયા રહસ્યને જાણતા નથી; કેમ કે તેમની બુદ્ધિ ધુમાડાથી જેમ અગ્નિજવાળા મલિન થયેલી હોય છે, તે પ્રમાણે અજ્ઞાના પડળને (આવરણને) લીધે મલિન થવા પામેલી હોય છે. આથી અદ્વૈત એવું આભરવરૂપ કે જેનું જ્ઞાન આપવું એ જ એક વેદનું ખરું તાત્પર્ય કિવા રહસ્ય છે તથા જેએ પિતામાં જગત અને આત્મા કિંવા ભગવાનમાં ભિન્નતા નથી અર્થાત બંને એક જ છે એવું સમજતા નથી, તે વેદનો સાચો અર્થ જાણતા નથી એમ જાણવું (જુઓ અધ્યાય ૨ શ્લોક ૩૯ તથા અધ્યાય ૯ શ્લોક ૨૧ નીચેનું વિવરણ). તાત્પર્ય એ કે, જે વરતુ જેવા વરૂપમાં દેખાય છે, તેવી જ હેય તે પછી શાસ્ત્રનું કિવા તેને ઉદ્દેશ સમજાવનારાઓનું કાંઈ પ્રયોજન નથી. આ જગતમાં દૈતભાવના તે દરેક પ્રાણીમાત્ર, છ, જંતુ તથા વૃક્ષપાષાણાદિકમાં ૫શુ દઢતા પામેલી હોવાનું સ્પષ્ટ જણાય છે; તે પછી આવી રીતે દૈતભાવનાની સિદ્ધતા કરનારાઓને માટે, અજ્ઞાનતા વિના બીજું શું કહેવું ? જેવું જોવામાં આવે તેવું તે હોય છે જ એવો
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy