SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬] સમયે તિતીર્જતાં વાર નાવિજેતા મહિલા . [સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૩ શી રીતે ઉગારવા કે જેથી તેઓ આ દુઃખરૂપ ગર્તા (ખાડા)માંથી સુખરૂપ એવા પોતાના આત્મસ્વરૂપમાં જ સ્થિત થાય. એવી રીતની કરુણુ વડે તેઓને સમજાવવાને માટે કયા માર્ગોનું અવલંબન કરવું તે સંબંધમાં મહર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિઓએ વિચાર કર્યો. વિચારમાં તેઓને જણાયું કે આ સર્વ લેકે અજ્ઞાન વડે જ આમ ભ્રમમાં પડેલા છે. તેઓની દ્વત એટલે બેપણની ભાવના તે એટલી બધી દઢ થયેલી છે કે, તેઓને જે આ સર્વ આત્મસ્વરૂપ છે તથા તું પણ પોતે આત્મસ્વરૂપ જ છે, એમ કહેવામાં આવે અને તે કથન ગમે તેટલું સાચું હોય તો પણ તેનો વિચાર તેઓ કદી કરશે નહિ, અને ઊલટા હાંસીપાત્ર ઠેરવશે, એટલા માટે જેમ અજ્ઞાની બાળકને ભણાવનાર શિક્ષક પોતે ગમે તેટલે જ્ઞાની હેય તે પણ તેને પોતાનું જ્ઞાન બાજુ પર મૂકીને પ્રથમ તો બાળકબુદ્ધિ અનુસાર તેની સાથે એકડે એક ઇત્યાદિ ગોખવાનું અને કક્કો ઘૂંટવાનું કામ કરવું પડે છે, તેમ શાસ્ત્રો તથા શાસ્ત્રકારોએ પિતામાં અજ્ઞાનતાનો આરોપ લઈ આ બધું દૈત છે, તો તે કેવા પ્રકારનું છે, તેમાં પ્રકૃતિપુરુષ, ક્ષેત્રક્ષેત્રજ્ઞ ઇત્યાદિ ભેદ પાડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા જ્ઞાનદાતા મહર્ષિઓએ (૧) વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનો અને તેમાં બતાવવામાં આવેલાં અનેક પ્રકારનાં કર્મો તથા તે નિયમે તે સર્વનું અંતિમ ધ્યેય તે અંત એવા આત્મજ્ઞાનનું પક્ષજ્ઞાન કરી આપવું એટલું જ એક છે. ઉદ્દેશ એ કે, જેથી તેઓ અનુભવ લઈ કૃતાર્થ બને તથા (૨) અજ્ઞાની લો કે જેઓની આ સર્વ વિશ્વ દૈતરૂપ છે એવી રીતે તેમની જગત તથા પરમાત્મા વિષે ભેદબુદ્ધિ દઢ થયેલી હોવાથી તેમને આ અદ્વૈતજ્ઞાન સંબંધી ઉપદેશ એકદમ શી રીતે પચે? તેથી તેવા છે કે જેઓ કેવળ વિષયની પાછળ મંડ્યા રહી જગતના સુખને જ સાચું માની બેઠા છે તેઓને માટે થયાગાદિ ક્રિયાઓ તથા તે વડે થતા વર્ણાદિ ઉપભોગનો તથા ઐશ્વર્યોની પ્રાપ્તિના માર્ગો બતાવ્યા છે. વળી કેટલાક તે કરતાં શ્રેષ્ઠ બુદ્ધિવાળાઓ ભગવાનની પ્રાપ્તિ કરી લેવી એ જ ખરું કર્તવ્ય માનતા હોવાથી તેમને માટે નિષ્કામ જપતપાદિ માર્ગો બતાવ્યા છે. કેટલાકે તેમની બુદ્ધિ તથા તર્ક પ્રમાણે પરમાણુ, વિજ્ઞાન સાંખ્ય, ગ, વેદાંત તથા નાસ્તિકને માટે અર્વત, બૌદ્ધ, શન્ય, ચાર્વાકાદિ એમ અનેક માર્ગો તે તે લકે માટે પ્રકટ કર્યો છે અને લોકોએ તેમાંથી પોતપોતાની બુદ્ધિ અનુસાર જેમને જે પ્રિય અને યોગ્ય લાગ્યા તેનું ગ્રહણ કર્યું છે, આ રીતે જગતમાં સર્વત્ર શાસ્ત્રને વિરતાર થવા પામેલ છે. અનેક સાંપ્રદાય નીકળવાનું કારણ કેવળ અજ્ઞાન જ છે. જગતમાં આ મુજબ શાસ્ત્રના વિસ્તાર થયા બાદ તે તે માર્ગના અવલંબી લોકોને તે તે માર્ગના દર્શાવનારા આદ્યપુરુષોએ તેમની સાથે એકરૂપ થઈ, તેઓને તેમાંથી ઉગારવાને માટે ઉપદેશાદિ તથા વાદવિવાદોની શરૂઆત કરી અને સાચું તથા ખોટું શું, એવો વિવેક તેમના મનમાં જાગૃત કરાવ્યો. આ સર્વ મતોમાં વેદાંતે અગ્રસ્થાન લીધું તથા તમામ વાદોનું ખંડન કરીને આ બધું અદ્વૈત જ કેવી રીતે છે, તે સારી રીતે ખંડનમંડનાદિઠારા સિદ્ધ કરી બતાવ્યું. આમ લોકોને પરોક્ષજ્ઞાન આપી કમે અપરોક્ષજ્ઞાનનો અનુભવ કરાવ્યો. આ રીતે ભિન્ન ભિન્ન માર્ગો(મો)ની જગતમાં જે પ્રસિદ્ધિ થઈ તેમાં સત્યમાર્ગ બતાવનારા ગૌતમ. કણાદ, કપિલ, પતંજલિ, જેમિનિ, વ્યાસ ઇત્યાદિ તે તે માર્ગના મુખ્ય આચાર્યો હેઈ તેઓ તે વેદનો અર્થ સારી રીતે જાણનારા, અનુભવસિદ્ધ એવા જીવન્મુક્ત તત્ત્વો હતા. તેઓને ઉદ્દેશ વેદના મૂળ સિદ્ધાંત તરફ લોકેને પ્રવૃત્ત કરવા એટલે જ હતો. આમ જો કે આ પ્રદર્શને અજ્ઞાનીઓને જ્ઞાન થવાને માટે ઉપગનાં છે એ વાત ખરી પરંતુ જેઓ અત્યંત તીવ્ર બુદ્ધિશાળી તથા તત્વના અભ્યાસકે હોય તેઓને માટે તે જમ ઉત્પન્ન કરાવનાર હોવાથી અપેક્ષાનુભવી એવા તત્ત્વવિદો એટલે વેદાંત યુક્તિવાદીઓએ તેનું પણ ખંડન કરેલ છે. આ મુજબ વ્યવહારમાં જેમ બને પરમમિત્ર કઈ એવા પ્રસંગે જાણે બંને પરસ્પર શત્રએ હોય એવું વર્તન કરે છે તથા તેવી પદ્ધતિથી કાર્ય સાધી લે છે તેવી રીતે આ આચાર્યોને માટે પણ સમજે. આચાર્ય બનવાને મેહ એક દષ્ટાંત છે કે, એક ગામડામાં એક મહત્મા રહેતા હતા. તેઓ સ્વભાવે અતિશય શાંત હતા. તેઓ કોઈના ઉપર કદી પણ ક્રોધ કરતા ન હતા. તે ગામમાં એક વટેમાર્ગુ બ્રાહ્મણ પૈસાની જરૂર હેવાથી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy