SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન] જે ગાર્હસ્પત્યાદિ પંચાગ્નિને ગાહસ્પત્ય, દક્ષિણ, આહવનીય એમ ત્રિાચિકેત કહે છે. [૬૧૩ પ્રસન્ન થાય છે. આમ પવિત્ર કર્મો વડે પ્રસન્ન થયેલા એ આત્મસ્વરૂપ દેવાધિદેવ મહેશ્વર-ઈશ્વર આત્મસ્વરૂપનું જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે પોતાની મેળે જ એક વિવેક નામના પવિત્ર દૂતને મોકલે છે એટલે નિષ્કામ પૂજનાદિ વડે અંત:કરણમાં વિવેક જાગ્રત થાય છે. વિવેકવડે જાગ્રત થતાં જ સદ્દગુરુના ઉપદેશથી તેને ક્રમે પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન થાય છે. એમ ક્રમે તે અજ્ઞાની પુરુષને સંસારમાંથી તારે છે. સર્વથી ઉત્કૃષ્ટ આ અંતરાત્મા જ ઈશ્વરરૂપ છે અને તેનો વાચક પ્રણવ છે, એમાં વેદ પણ સમંત છે. એને જ મનુષ્યો, નાગ, દેવતાઓ અને દૈત્યો જપ, હેમ, તપ, દાન અને ક્રિયાઓના ક્રમથી પ્રસન્ન કરે છે. આ વિરાટ એ તેનું શરીર છે, એમ સમજે. વિકારોને તજી દઈ તમો પોતે જ પોતાના પુરુષાર્થ વડે એ પરમાત્માને પ્રસન્ન કરો, કે જેથી પોતપોતાના મનની ઈચ્છા મુજબ નિષ્કામભાવે પૂજનથી પ્રસન્ન થયેલે એ ઈશ્વર વિવેકરૂપ દતને મોકલી છવને સતસંગતિ, સતશાસ્ત્ર શ્રવણ અને પરમાર્થરૂ૫ ઉત્તમ જ્ઞાનનો લાભ કરાવી આપે છે અને પછી તેને નિર્મળ અને સર્વના આદિરૂપ એવા પરમપદમાં પહોંચાડી દે છે (૦ નિ ઉ૦ સ. ૪૮ જુઓ), ખરો દેવ કેણુ? ઉત્તમ દેવાર્ચને કહ્યું? મૂર્તિમાં દેવાર્ચન કરવાનું પ્રયોજન ? દેવ કયાં રહે છે? વગેરે સંબંધે શાકથન ભક્તિ કરનારા ઉપાસકેની ભેદ દષ્ટિને નિરાસ થાય એટલા માટે નીચે સંક્ષેપમાં આપવામાં આવે છે. જે દેવાર્યને સાક્ષાત ઈશ્વરે પોતે જ કહેલું છે. ઉત્તમ દેવાચન ઈશ્વર કહે છેઃ હે વસિષ્ઠમુનિ! હું તમને સર્વોત્તમ દેવાર્ચનને પ્રકાર કરું છું. ખરો દેવ કોણ, એ શું તમે જાણો છો? આદિ અંતથી રહિત એવો જે અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ છે, તે જ ખરો દેવ છે. કાળ, દેશ કે વસ્તુથી જેનો પરિચ્છેદ થતો હોય તેમાં દેવપણું કયાંથી સંભવે? પણ આદિ અંતથી રહિત એવો જે અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ છે તે જ દેવ એ શબ્દથી કહેવાય છે, માટે તેવા મુખ્ય દેવનું જ પૂજન કરવું. આ આખું જગત કેવળ ચિંતન્ય સ્વરૂપ એવા પરમાત્માનું જ રૂપ છે તથા એ પરમાત્મા જ પરબ્રહ્મ છે. તે જ સર્વોત્તમ છે. એ દેવનું પૂજન જ સર્વથી શ્રેષ્ઠ છે. મૂર્તિમાં દેવાર્ચન કરવાનું પ્રયોજન | હે મહામુને! તમો મઢ વિવેકી છે તેથી હું તમને ખરું રહસ્ય કહું છું. વિષ્ણુ ખરા દેવ નથી, હું પણ ખરો દેવ નથી, બ્રહ્મા પણ ખરા દેવ નથી તેમજ વાયુ, સૂર્ય, અગ્નિ, ચંદ્ર, બ્રાહ્મણ, રાજા, છે પણ ખરા દેવ નથી. જે દેહ કિંવા ચિત્ત (મન)૨૫ હોય તે દેવ સંભવે જ નહિ તેમ શોભારૂપ અથવા બુદ્ધિથી ગ્રહણ થઈ શકે તે પણ દેવ હોય જ નહિ. પુછ્યું કે ધૂપને માટે સમૂહ પરમાત્માના પૂજનમાં કશો ઉપગી નથી. જેઓ અનુત્પન્ન અર્થાત મંદ બુદ્ધિવાળા તથા બાળકની પેઠે મુગ્ધ ચિત્તવાળા એટલે નાદાન હોય છે તેવાઓને માટે જ શાસ્ત્રોમાં આ કૃત્રિમ મૂર્તિમાં દેવાર્ચન કરવાનું કહેલું છે. જેમ ભાત ન મળે તો કોદરા ખાવામાં આવે છે તેમ જેને ઉપશમ, બાધ તથા સમતા આદિ હેય નહિ તે અજ્ઞાનીઓને સુખ તથા શાંતિ આપનાર ખરું પરમાત્મવ૫ કદી પણ પ્રાપ્ત થતું નથી. સાચું દેવાર્શન ઉપશમ, બેધ અને સમતા આદિ પુષ્પથી આત્મહ૫ દેવનું અર્ચન કરવું એ જ સાચું દેવાચન છે, એમ નિશ્ચયપૂર્વક સમજે. કેવળ આકારની ભાવના વડે થતું પૂજન એ સાચું દેવાર્ચન નથી પરંતુ સર્વાત્મભાવે થતું પૂજન એ જ ખરું દેવાર્ચન છે. આત્મા જ પૂજ્ય છે. તમે આ છવાદિ તમામ દશ્યને વેગળા નહિ સમજતાં તેને અકૃત્રિમ, અવિનાશી તથા ચૈતન્ય પ્રકાશ એવા બ્રહ્મરૂપ જ સમજે. આ આત્મા જ પૂજ્ય છે નહિ કે અનાત્મા. આ રીતે જે બેષરપ આત્મપૂજન તે જ મુખ્ય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy