SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] આ અગ્નિપૂજકોને પ્રાપ્ત થતો લોક બ્રહ્મવિદેના મતે છાયા તડકા જેવા છે. [ ૬૧ પૂજન કરવું. આવો જિતેન્દ્રિય પુર પૂર્તકર્મો જેવાં કે કૂવા, વાવ તથા વાડી વગેરે બનાવી તેમ જ ઇષ્ટકર્મો જેવાં કે યજ્ઞયાગાદિ કરી તેમાં પણ એ બધું ભગવાનનું જ રૂપ છે એમ સમજીને મારું જ પૂજન કરે છે, આમ જિતેન્દ્રિય થઈ મારું યજન કરનારને ધીરે ધીરે સગુણ અભ્યાસકારા મારામાં દઢ ભક્તિ થાય છે. ભક્તિ પ્રાપ્ત થયા પછી તે સત્પોની સેવા કરીને મારું જ્ઞાન મેળવે છે. હે ઉદ્ધવ ! સત્સંગદ્વારા પ્રાપ્ત થતા ભક્તિગ વિના ધણું કરીને સંસાર તરવાનો બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી. કેમ કે, હું પુરુષ રૂપે પ્રકટ એટલે પ્રત્યક્ષ એવો સર્વને આશ્રયરૂપ છું. તાત્પર્ય કે, બ્રહ્મવિદ્ સતપુરુષ એ જ મારું વ્યવહારમાં સગુણ એવું સાક્ષાત પ્રકટરૂ૫ છે એમ સમજે, માટે સત્સંગથી તુરત મારી પ્રાપ્તિ થાય છે. આસન. પ્રાણાયામ વગેરે યોગ; તત્વના વિચાર૩૫ સાંથ; અહિંસાદ સામાન્ય ધર્મે; વેદ પાડ કરવા ૩૫ વાદયાય; કુછુચ્ચાંદ્રાયણદિ ત૫; સંન્યાસ રૂ૫ ત્યાગ, અગ્નિહોત્રાદિ (યજ્ઞ કરાવવા કરવા વગેરે) ઇષ્ટકમં; વાવ, કુવા, દેવાલયો, બગીચા બંધાવવા વગેરે પૂર્તકર્મ; દક્ષિણ, વ્રત, દેવપૂજન, મંત્ર, તીર્થ, નિયમો કે યમો આ બધા જેવા મને વશ કરી શકતા નથી તેવો સર્વ સંગોનો નાશ કરનારો સત્સંગ મને વશ કરી શકે છે. આમ માયાવડે અનેકરૂપે ભાસતા એક જ પરમાત્માને બ્રહ્મનિષ્ઠ એવા સદ્દગુરુ દ્વારા જે જાણે છે તે વેદને તથા તેના તાત્પર્યાને યથાર્થ રીતે જાણે છે. માટે હે ઉદ્ધવ ! તું પણ અપ્રમાદી થઈને ગુરૂની સેવા કરીને તે દ્વારા પ્રાપ્ત કરેલી એકાંતિક ભક્તિ વડે તીક્ષ્ણ કરેલા જ્ઞાનરૂપી કુહાડા વડે જીવને ઉપાધિરૂપ એવા ત્રિગુણાત્મક લિંગ(આતિવાહિક) દેહને છેદી નાખ અને પછી આત્માને પ્રાપ્ત કરી તે જ્ઞાનરૂપી અસ્ત્રનો પણ ત્યાગ કર, વ્યાપક એવા મારા આત્મસ્વરૂપમાં જ એકનિષ્ઠા રાખો હે ઉદ્ધવ! જે વાણીમાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરનાર મારા પવિત્ર કમનું તથા લીલા વડે મેં ધારણ કરેલા અનેક અવતાર પૈકી પિતાને પ્રિય હોય એવા અવતારનું વર્ણન ન આવે તે વાણું વાંઝણ સમજી, બુદ્ધિમાને તેને ત્યાગ કરવો. એટલે હંમેશાં આ સર્વ આત્મસ્વરૂપ એવા ભગવાનનું જ સ્વરૂપ છે એમ સમજવું તથા એ સિવાયની બીજી બધી વાતને ત્યજી દેવી. આ પ્રમાણે નિશ્ચય કરી વિચારના બળથી દેહાદિકના અધ્યાસને દૂર કરીને સર્વવ્યાપક એવા મારા આત્મસ્વરૂપમાં મન રાખીને તેમાં જ વિરામ પામવો પરંતુ કેવળ પાકિય ધરીને તૃપ્તિ પામવી નહિ. આ રીતે બુદ્ધિને પરબ્રહ્મ સ્વરૂપમાં નિશ્ચલ રાખવાની જે તારી શક્તિ ન હોય તો તમામ કર્મો મને અર્પણ કરી દેવાનું ભૂલીશ નહિ તથા તેના ફળની ઈરછા ન રાખ એટલે આ તમામ કર્મો પરમાત્માનાં છે એવા દઢ નિશ્ચય વડે નિકામ થઈ કર્મ કર અર્થાત ફળની ઇરછા રાખ્યા સિવાય આ સર્વે કર્મો મારા નિમિત્તે કર અને કર્યા પછી પણ તે મને જ અર્પણ કરી દે. હે ઉદ્ધવ ! શ્રદ્ધા વડે જે પુરુષ લોકેને પવિત્ર કરનારી પરમ કલ્યાણકારક આત્મસ્વરૂપ એવી મારી કથાઓનું નિત્યપ્રતિ શ્રવણ કરે છે, તેને મારા સિવાય બીજું કશું જ ચતું નથી. તે હંમેશાં મારાં કર્મો તથા જન્મને જ ગાયા કરે છે એટલે આ બધું કાર્ય પરમાત્માનું જ છે અને આ તમામ જન્મ પણ પરમાત્મારૂપ જ છે એવી રીતે ગાય છે, નિત્ય મારું જ સ્મરણ કરે છે અને વારંવાર તેનું તે જ રટણ વા અનુકરણ કરે છે, અર્થાત નિત્યપ્રતિ મને જ ભજે છે; તે મનુષ્ય મારે માટે જ ધર્મ, અર્થ અને કામનું સેવન કરતો હતો કેવળ મારામાં જ આશ્રયવાળો હોઈને આત્મસ્વરૂપ અને સનાતન એવા મારા વિષે નિશ્ચળ ભક્તિને પામે છે. એ રીતે સત્સંગથી પ્રાપ્ત કરેલી મારે વિષેની ભક્તિવડે તે પુરુષ સતત મારું જ ધ્યાન કરે છે અને તે વડે સંપુરુષોએ બતાવેલા મારા સ્વરૂપને અવશ્ય પામે છે. આ રીતની ભક્તિ વડે તે કૃતાર્થ થાય છે (ભાવ રકં૦ ૧૧ અ૦ ૧૧). ભક્તિમાર્ગની ઉપાસનાનો આરંભથી અંત સુધીને સંક્ષેપ ક્રમ આ કથન ઉપરથી બુદ્ધિમાને જાણી શક્યા હશે કે, સગુણ મૂર્તિનું ધ્યાન, પૂજન, અર્ચન, ઉત્સવ, વ્રત, જપ વગેરે તે કેવળ શક્તિમાર્ગનું પ્રથમ પગથિયું છે અને પછી વાવ કૂવા બંધાવવાં, મંદિર વગેરે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy