SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ ] નુ પ્રવિછી ઘર વર્ષે 1 [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૭ ૧૨/૨૦ પ્રાપ્ત થયેલાં કર્મોને નહિ કરવામાં પણ આસક્તિ નહિ રાખ, પરંતુ ફળમાં સિદ્ધિ અને અસિદ્ધિ બંને સરખાં ગણીને પ્રાપ્ત થયેલાં કર્મો કર. આ રીતે કર્મમાં આસકિત છોડનાર કર્મરહિત બને છે. જે પુરુષ કર્મોના ફળોમાં આસક્તિ નહિ રાખતાં સર્વદા તૃપ્ત રહે છે અને અભિમાનથી રહિત થાય છે તે પુરુષ કર્મોમાં ખુબ રાપરો હોય તે પણ કશું કરતો જ નથી. આસકિત એ જ કર્તાપણું કહેવાય છે. જે મનમાં અનેક પ્રકારની વાસનાત્મક સંક૯૫વિકલ્પરૂપ મૂઢતા હોય તો કર્મો નહિ કરવા છતાં પણ કર્તાપણું થાય છે માટે તેવી મૂર્ખતાનો ત્યાગ કરવો જોઈએ. પરમતત્તવને જાણનારા સદગુરુનો આશ્રય કરી આસક્તિથી રહિત રહેનાર મહાત્મા પુરુષ સઘળા કર્મો કરે તો પણ તેને કદી કર્તાપણું પ્રાપ્ત થતું નથી, કર્તાપણાને ભાવ મટી જવાથી ભોકતાપણાનો ભાવ પણ દૂર થાય છે અને તેથી એકતા પ્રાપ્ત થાય છે. આ રીતે સંપૂર્ણ એકયભાવ પ્રાપ્ત થતાં જીવમુક્તપણું પ્રાપ્ત થાય છે અને જીવન્મુક્તપણાથી વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. માટે હે અર્જુન ! તું ભેદબુદ્ધિને ત્યાગ કરી પરમાત્માની સાથે એકતા પામીને પછી આ કરવાનું કે આ નહિ કરવાનું એમ બંને પ્રકારનું કામ કરશે તો પણ તેને કર્તા થશે નહિ. આસક્તિ વગરનો પુરુષ જ શાંતિને પામે છે જે પુરુષનાં સઘળાં કર્મો કામનાઓના સંકલ્પથી રહિત હય, તે જ્ઞાનરૂપી અમિથી બળી ગયેલાં કર્મોવાળા પુરુષને વિદ્વાન પંડિત કહે છે. જે પુરુષ સમ, સૌમ્ય, સ્થિર, રવરથ, શાંત અને કોઈપણ વિષયમાં ઠા વગરનો હોય તે પુરુ ક્રિયાઓ કરતાં છતાં કોઈ પણ જાતની ક્રિયાઓ કરતો જ નથી. માટે હે અર્જુન! તું સુખદુઃખાદિ દ્વન્દોથી રહિત થા, ભરણપોષણની ચિંતથી રહિત થા, ધર થા, સર્વદા સ્વરૂપમાં જ સ્વસ્થ રહે અને વ્યવહારની પદ્ધતિથી આવી પડેલા કાર્યને અનુસર. જે પુરુષ કર્મેન્દ્રિયોનો નિગ્રહ કરી મનથી વિષયોનું ચિંતન કર્યા કરે છે તે મૂઢ પુરુષ ઢોંગી કહેવાય, પણ જે પુરુષ મનથી ઈન્દ્રિયોને નિયમમાં રાખી કર્મેન્દ્રિયોથી કર્મ કરે છે તેવો આસક્તિ વિનાને પુરુષ શ્રેષ્ઠ ગણાય છે. જેમ નદીઓ ભરપૂર રહેનારા સમદ્રમાં પ્રવેશ કરે છે તથા તે નદીપણું મટી સમુદ્રપણાને પામે છે અને પછી સદાને માટે સમુદ્રમાં જ લીન થઈ જાય છે. તેમ મિથ્યાત્વ બુદ્ધિ દૂર થતાં સઘળા વિષયો આત્મારામ પુરુષમાં જ પ્રવેશે છે તથા તે આમરવરૂપ જ બની જાય છે અને તે પુરુષ જ શાંતિને પામે છે, અનંત કામનાવાળા પુરુષ કદી પણ શાંતિને પામતે નથી (યો નિહ પૂ૦ ૦ ૫૪ જુઓ). દેહની ચેષ્ટાઓને ત્યાગ એ કાંઈ જીવન્મુક્તિ નથી આ સર્વ આત્મસ્વરૂપ છે એમ સમજીને વાસનાનો સર્વથા ત્યાગ કરશે તો તું જીવન્મુક્ત બની અંતઃકરણમાં અવશ્ય કાયમી શાંતિને અનુભવીશ. આકાશ જેવો નિર્મળ અંત:કરણવાળો થઈ પોતાને ગમતાં હોય કે ન ગમતા હોય તે સર્વ સંકલ્પોને દૂર કરીને રાગદ્વેષાદિનો ત્યાગ કર અને શિષ્ટ લોકોના સંપ્રદાયને અનસરીને વ્યવહાર પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યુદ્ધરૂપ આવશ્યક કાર્યને અને બીજા પણ પ્રસંગવશાત આવી પડે તે યજ્ઞયાગાદિ કાર્યો, રાગ(આસક્તિ)નો ત્યાગ કરીને કર, કર્મો કરવાથી તબેધને કોઈ હાનિ થતી નથી. ફકત દેહની બાહ્ય ચેષ્ટાઓનો ત્યાગ કરે એ કાંઈ જીવન્મુક્તપણું નથી પરંતુ શિષ્ટ લોકેના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલું સ્વધર્મરૂપ કર્મ આત્મસ્વરૂપની ભાવનાથી કર્યા કરવું એ જ ખરું જીવન્મુક્તપણું છે. આ અમુક કર્મનો ત્યાગ કરું અને આ કર્મને પ્રહણ કરું એવી રીતને ભેદ તે મૂઢના મનમાં જ રહ્યા કરે છે. જ્ઞાનીના મનની સ્થિતિ તો બંને વખત એક સરખી જ રહે છે. શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી આવી પડેલાં કર્મોને કર્યા કરતાં છતાં શાંત ચિત્તવાળા જીવન્મુક્ત પુછો પિતાના સંકલ્પથી રહિત થઈને સુષુપ્તિ અવસ્થામાં વસતા હોય તેમ હંમેશ આત્મારૂપે જ કુર્યા કરે છે. વિયોમાંથી પાછી વળેલી ઇન્દ્રિયો કાચબાનાં અંગોની પેઠે જે પુરુષની અંદર જ પસીને પોતાની મેળે સ્વાભાવિક રીતે જ એકસપણાથી સ્થિર થાય છે તે પુરુષને જીવન્મુક્ત સમજો અને એવો જીવન્મુક્ત જ ખરે ભક્ત કહેવાય ( નિઃ પૂર્વ સ૦ ૫૬ શ્લેક૦ ૧ થી ૭).
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy