SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા દહન ] તીવ્ર બુદ્ધિમાન વિજ્ઞાનીને જ (એ) સ્વાનુભવે મેળવવા યોગ્ય છે. [ ૬૦૧ ચૌદ(ઉપવેદ સહ અઢાર)પ્રસ્થાને છે તે તમામને જ્ઞાન, વેગ અને ભક્તિમાર્ગમાં સમાવેશ થઈ જાય છે. એ બધાં શાસ્ત્રોએ બતાવેલું ધ્યેય એક જ હોઈ તે ત્રણ પિકી ગમે તે એક માર્ગના અવલંબનમાત્રથી જ તે ધ્યેય સાધી શકાય છે. તાત્પર્ય કે, તમામ શાસ્ત્રોનો સમાવેશ આ ત્રણું માર્ગમાં જ થઈ જાય છે. આથી ભગવાને પ્રથમ જ્ઞાનમાર્ગ પછી યોગમાર્ગ ત્યારબાદ ભક્તિમાર્ગ એ રીતે આચાર્ય પદ્ધતિને ક્રમે સમજાવેલું છે. श्रेयो हि शानमभ्यासाज्ज्ञानाद्धयानं विशिष्यते । ध्यानाकर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥१२॥ અંતરરહિત એવી શાંતિ પ્રાપ્ત થાય છે અભ્યાસથી જ્ઞાન શ્રેયસ્કર છે, જ્ઞાનથી ધ્યાન જ વિશેષ છે, ધ્યાનથી કર્મફળ ત્યાગ અને ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે. આમાં શ્રીકૃષ્ણ ભગવાન એમ સૂચવી રહ્યા છે કે: હે ધનંજય! ઉપર તને જે ભકિતમાર્ગના અભ્યાસના ચાર પ્રકારે કહેવામાં આવ્યા (પૃષ્ઠ ૫૯૯) તે પૈકી કર્મ કર્યા પછી તથા કર્યા પૂર્વે જ તેને ત્યાગ કરવાના પ્રથમના બે પ્રકારો કહ્યા છે તો કેવળ ચિત્તશુદ્ધિ કરાવનારા હેઈ ક્રમે ક્રમે મુક્તિની પ્રાપ્તિ કરાવી આપનાશ છે; પરંતુ ત્રીજો અને એ પ્રકાર એટલે કે મન અને બુદ્ધિને કેવળ આત્મસ્વરૂ૫ એવા એક મારામાં જ સ્થિર કરવા સંબંધે જે અભ્યાસ કહ્યો છે કે જેને જ્ઞાનનિશ્ચયનો અભ્યાસક્રમ પણ કહે છે તે તથા તેવા પ્રકારની સ્થિરતા કિંવા બુદ્ધિમાં નિશ્ચય કરવાની જે તારામાં શકિત ન હશે તે પછી તેવી સ્થિરતા દઢ અભ્યાસ વડે પ્રાપ્ત કરી લેવી જોઈએ, એમ કહેવામાં આવેલું છે. આ બંને માર્ગો પ્રત્યક્ષ યેયપ્રાપ્તિ કરાવી આપનારા છે, પરંતુ સાંભળ કે તેવા અભ્યાસ કરતાં જ્ઞાનનિશ્ચય એટલે જ્ઞાનમાં સ્થિરતા થવી એ જ શ્રેષ્ઠ છે અને આ જ્ઞાનનિશ્ચય કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે કેમ કે જ્ઞાનમાં સારી રીતે એકરસ થઈ જવું તેનું નામ જ ધ્યાન કહેવાય છે. આ રીતે ધ્યાનની પરિપકવતા થતાં અનાયાસે જ કર્મફળત્યાગ થાય છે અને કર્મફળત્યાગ થતાં જ અનંતર એટલે તુરત જ એવી ઐયરવરૂપની પ્રાપ્તિરૂપ શાંતિ સહજ રીતે થવા પામે છે એટલે તે અપરોક્ષ અપ્રભવ લે છે. આ કથન જેઓને ચિત્તશુદ્ધિ થઈ સંસારપ્રપંચ ઉપર સંપૂર્ણ વૈરાગ્ય ઉપજ આત્મસ્વરૂપનું પરોક્ષજ્ઞાન સારી રીતે થયેલું છે તેવા અભ્યાસકેને માટે આગળના એટલે અપરોક્ષાનુભવ (સાક્ષાત્કાર) થતાં સુધીને માટે જે અભ્યાસ પદ્ધતિની જરૂર હોય છે તેવાઓને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે અને તે દૃષ્ટિએ જ અભ્યાસથી જ્ઞાન અને જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ હેઈ તેથી અનંતર શાંતિ પ્રાપ્ત થઈ શકે છે એમ અત્રે કહેલું છે. આમ કહેવાનું શું રહસ્ય છે તેને થોડો વિચાર કરવો પડશે. અભ્યાસથી જ્ઞાન તથા ધ્યાન શ્રેષ્ઠ કેમ ? પ્રથમ ભગવાને સગુણ ભક્તિમાર્ગમાં ચાર પ્રકારના અભ્યાસકે કહ્યા. તેમાં (૧) પ્રથમ આ સર્વ આત્મસ્વરૂપ એવું મારું સ્વરૂપ છે એ પ્રકારના જ્ઞાનનિશ્ચયવાળે કે જેની બુદ્ધિમાં આત્મા સિવા સંકલ્પ ઊઠત જ નથી તેવા જ્ઞાનનિશ્ચયમાં તદ્દન નિશ્ચલ અને સ્થિર થયેલ શ્રેષ્ઠ કહેલો છે; પણ (૨) જે આ મુજબ જ્ઞાનનિષ્ઠામાં નિશ્ચલ રહી શકતો નથી, પરંતુ તેને પરોક્ષજ્ઞાન તે નિસંશય રીતે થવા પામેલું છે તે પુરુષને માટે જ્ઞાનનિશ્ચયમાં પૂર્ણ રીતે નિશ્ચલતા પ્રાપ્ત થતાં સુધી અભ્યાસ કરવાની જરૂર હોય છે, આ બે પ્રકારો જેઓને આત્મસ્વરૂપ એવા ભગવાનનું નિઃશંક પરોક્ષજ્ઞાન થયેલું છે પરંતુ હજી અપરોક્ષ અનુભવ થયો નથી તેવા અધિકારીઓ માટે છે તથા તેથી ઉતરતાને માટે (૩) કર્મ કરવા અગાઉ તે ભગવાનનું જ સ્વરૂપ છે એવા નિશ્ચય વડે કરવા તથા તેથી પણ કનિષ્ઠ પ્રકારના અધિકારીઓ માટે (૪) કર્મ કર્યા પછી પણ તે સર્વે આત્મસ્વરૂપ એવા ભગવાનનું જ સ્વરૂપ છે એવા પ્રકારની ભાવના રાખવી; એ રીતને વ્યાવહારિક કર્મફળત્યાગ કહેવામાં આવે છે પરંતુ અત્રે કહેવામાં આવેલો ત્રીજો અને ચેાથે એ બંને પ્રકારો તે ચિત્તશુદ્ધિ કરાવનારા હોવાથી તેનો ઉપયોગ કેવળ ભગવાનનું પરોક્ષજ્ઞાન કરી આપવા પૂરતો જ હોય છે કેમ કે ચિત્તશુદ્ધિ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy