SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] અસમાહિત યા દૈતભાવવાળા અશાતને (તે) કદી પ્રાપ્ત થતો નથી; [ ૫૯૭ મારું (હું ને) રૂ૫ છે, મારા સિવાય બીજું કંઈ છે જ નહિ એ રીતે અંતઃકરણમાંથી જે જે વૃત્તિઓનું ઉત્થાન થાય તે તે વૃત્તિઓને તુરત જ આત્મસ્વરૂપ એવા મારામાં એકનિશ્ચય વડે દાબી દેવાનો સતત પ્રયત્ન કરવો પડશે. આ રીતને અભ્યાસ કરીને તેમાં જ્યારે પૂર્ણતા થશે, ત્યારે જ તું મારા સાચા એટલે આત્મસ્વરૂપને પામી શકીશ. આમ મારી પ્રાપ્તિ કરવાની મનમાં તીવ્ર ઈચ્છા રાખીને સતત અભ્યાસયોગનો આશ્રય કર કે જેથી અભ્યાસની પૂર્ણતા થયે તેમાં સિદ્ધતા પ્રાપ્ત કરી શકાશે. અભ્યાસ કરનાર માટે શું અશક્ય છે? હે પાર્થ ! આ જગતમાં એવું કશું પણું. નથી કે જે નિત્યપ્રતિ ઉદ્યોગ કરનારો અભ્યાસ વડે પ્રાપ્ત કરી ના શકે. અભ્યાસવડે જે વિષય જે વખતે બળવાન હોય તેનું જ ર તે વખત માટે હોય છે. આજ સુધી તું આ જગતના મિયા વિષયરૂપ અભ્યાસમાં દઢ નિશ્ચયવાળો હતો તેથી તેવો અનુભવ થયે પણ જ્યારે તું આત્મસ્વરૂપ એવા મારામાં દઢ અભ્યાસવાળા થશે એટલે તને મારામાં ઐક્ય થવારૂ૫ અનુભવ પ્રાપ્ત થશે. અભ્યાસવડે પામવાનું આ કરતાં વિશેષ એક એવું બીજું કાંઈ છે જ નહિ. જેઓ પોતાના કલ્યાણ કરનારા ઈષ્ટ ધ્યેયને ઇચ્છે છે, તેઓએ તે બ્રહ્મવિદુ એવા સદગુરુએ ઉપદેશેલા માર્ગને અનુસરીને આ પ્રકારની આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી તેને દઢ રીતે વળગી રહેવું જ જોઈએ, તે સિવાય તેમને માટે બીજે કઈ માર્ગ છે જ નહિ. જ્ઞાનવડે સર્વત્ર આત્મા હોવાનો નિશ્ચય કરીને અભ્યાસ કરવાથી આ મિથ્યા અહંકારરૂપી અજ્ઞાનને શ્રમ તત્કાળ શાંત થઈ જાય છે. આ અભ્યાસને પ્રકાર કેવો વિલક્ષણ છે, તે છે. આ બધા વિદ્વાન અને સમર્થ ગુરુવેર્યો તેમજ ભીષ્મકોણાદિ જેવા સર્વજ્ઞો પણ મારા વિરાટ રવરૂપનું દર્શન કરી શક્યા નહિ, જ્યારે તું તે કરી શકો. દઢ ભાવના અને અભ્યાસને આ અદ્દભુત પ્રકાર છે. તદ્દન અજ્ઞાની હોય તો તે પણ અભ્યાસ વડે ધીરે ધીરે મહાન જ્ઞાની બની શકે છે. કડો પદાર્થ પણ અભ્યાસ વડે ભાવતા થઈ જાય છે, અબંધ પણ બંધતુલ્ય થઈ જાય છે તથા બંધુ હોય છતાં તે જે દૂર હોય તો સહવાસના અભાવે અબંધુ સમાન થઈ જાય છે. આ આધિભૌતિક એવો સ્થૂળ દેહ જે કે જડ છે એમ જોવામાં આવે છે પરંતુ ધારણાના અભ્યાસ થકી તે પક્ષીની પેઠે આકાશમાં ઊડી શકે છે. કદાચ પુણ્યો પણ નિષ્ફળ થાય, દેવાદિ પણ નિષ્ફળ જાય તથા ધન પણ કદાચ નષ્ટ થઈ જાય પરંતુ કરેલો અભ્યાસ કદી નિષ્ફળ જતો નથી. નિરંતરના અભ્યાસના ગવડે દુ:સાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે. શત્રુઓ પણ મિત્રભાવને પ્રાપ્ત થઈ જાય છે. તથા ઝેર પણ અમૃતભાવને પ્રાપ્ત થઈ શકે છે, તેમજ મૃત્યુને પણ જીતી શકાય છે. જે પુરુષ પિતાના આત્મોન્નતિરૂપ અંતિમ ઇષ્ટ યેયની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતો નથી તે ખરેખર અધમ જ છે. ધન, પુત્ર, સ્ત્રી, મિત્ર આદિ હજારે વસ્તુઓ પ્રયત્ન વડે જ મેળવવામાં આવે છે. તેને પણ પ્રખર વૈરાગ્ય થતાં કોઈ સહસા ત્યાગ કરતા નથી, પણ વિવેકી પુરુષે ક્રમે કરીને તે વરતુઓમાંથી યુક્તિ પૂર્વક આસક્તિ છોડી દેવી જોઈએ. આ મુજબ અભ્યાસ વડે ધીરે ધીરે સંસારને અસારરૂપ બનાવી આપનાર વિવેકને સેવનાર જે વિકી પુરુષો આત્મવિચારરૂપી અભ્યાસને છોડતા નથી, તેઓ જ આ માયારૂપી વિશાળ નદીને તરી શકે છે. આ બધું આત્મરવરૂપ છે એવા શ્રેષ્ઠ પ્રણેયનું વારંવાર ચિંતન કર્યા કરવું તેને અભ્યાસ કહે છે; આ રીતે થતો અભ્યાસ વાય છે. અભ્યાસ કર્યા વિના મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થતું નથી. પોતાના વિવેકબળવો ઉત્પન્ન થયેલા અને દઢ અભ્યાસના નામથી ઓળખાતા કે જેને યત્ન એ નામે વ્યવહારમાં ઓળખવામાં આવે છે તેવા સતત યત્નરૂપ પોતાના કર્મથી જ સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. ઇચ્છિત પદાર્થ પૃથવીમાં હા, જળમાં છે, અંતરિક્ષમાં છે કે ગમે ત્યાં છે, તે પણ તેને એકાગ્ર થઈ દઢ નિશ્ચયવડે જ અભ્યાસ કરવામાં આવે તો સિદ્ધ ન થાય એવું જગતમાં કાંઈ પણ નથી. આ પ્રમાણે અભ્યાસને મહિમા અગાધ છે માટે તું જે બુદ્ધિના નિશ્ચયવડે સ્થિર થઈ ચિત્તને આત્મસ્વરૂપ એવા મારામાં દઢ રીતે સ્થિર (અચળ) કરી દેવા શકિતમાન ને હશે તો પછી અભ્યાસયોગવો તેમ કરી મને પામવાની ઇચ્છા રાખ. અભ્યાસની આવશ્યકતા સંબંધમાં શાસ્ત્રમાં આવેલું કથન આ પ્રમાણેનું છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy