SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ ] ધાતુસાદામાનમાત્મનઃ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦૧૧/૩૩ કહેવામાં આવ્યો તેનું મહાન, ધારણ વા “કૃતાંત’ એવું પણ નામ છે. તે પણ કાપાલિક જે વેશ ધારણ કરીને ઉન્મત્તપણાથી જગતમાં નાચ્યા જ કરે છે. રાગી પુરૂની પેઠે બહુ નાચ્યા કરતા એ કૃતાંત'નું નિયતિ કિંવા માયારૂપ (વૃક્ષાંક ૩ જુઓ) સ્ત્રીમાં અત્યંત કામીપણું જોવામાં આવે છે. સંસારરૂપી વક્ષસ્થળ ઉપર ચંદ્રની કળા જેવો ધોળે શેષ નાગ અને ત્રણે લોકમાં વહેંચાયેલે ગંગાનો પ્રવાહ એ બંને દેવરૂપી કાપાલિકના સવ્ય તથા અપસવ્ય જનાઈ રૂ૫ છે. ચંદ્રમંડળ તથા સૂર્યમંડળ એ તેના બે હાથનાં મૂળોમાં સોનાનાં કડાંરૂપ છે. રાઓ રૂ૫ છાંટણાઓથી વ્યાપેલું પ્રલયના સમુદ્રના જળમાં ધોવાયેલું તથા પ્રલયના મેઘરૂપી છેડાવાળું આકાશ એ એના એક વસ્ત્ર રૂ૫ છે. કાપાલિક લોકો વચ્ચે છિદ્રવાળી એક ગોદડી ગળામાં પહેરી જ રાખે છે બીજું કાંઈ વસ્ત્ર રાખતા નથી, એવા રૂપવાળા આ દેવરૂપી કાપાલિકની આગળ તેની નિયમિત રૂપિણી કામિની વા માયા (વૃક્ષાંક ૩) નિરંતર ચાલતા આડંબરપૂર્વક અનેક કાર્યો કરતી કરતી નાગ્યા કરે છે. દૈવરૂપ કાળ અને નિયતિનું વર્ણન પ્રાણીઓના નિરંતર જવા આવવાથી ચંચળતાવાળા જગતરૂપી માંડવાની અંદર ના કરતી અને જેની ક્રિયાશક્તિ કદી બંધ પડતી નથી એવી એ સ્ત્રીનાં અંગોમાં અનેક ભૂઃ ભુવઃ ઇત્યાદિ ભુવનોની પંક્તિ ઘરેણરૂપે શોભે છે તથા પાતાળ સુધી લાંબુ આ આકાશ તો એના મોટા ચોટલાન મંડળ સમાન છે. પ્રાણીઓના કલેલથી દીપતી તથા પાપરૂપી દોરાથી પાતાળરૂપી પગમાં બાંધેલી નરકોની પંકિત એ એની ઘૂઘરીઓ જેવી છે. યમરાજા એના લલાટરૂપ છે અને તેમાં પ્રાણીઓની સંખ્યા જણાવનાર ચિત્રગુપ્ત એ તો એક કરતુરીની રીપકી લગાડેલી હોય તે શોભે છે. આ નિયતિ દેવી પોતાના પતિ દૈવરૂપ કાપાલિકાના અભિપ્રાયને અનુસરીને પ્રલયના સમયમાં ભારે આડંબરથી પર્વત ફાડવાના મોટા કડાકા કરીને નાચે છે. આમ સર્વને સંહાર કરનારી એ નિયતિ નૃત્ય કરી રહી છે ત્યારે તેની પાછળ કાર્તિકસ્વામીના મરી ગયેલા મેરનાં બાકી રહેલાં પિછાંઓ ઉડા ઉડ કરે છે, ત્યાં રદ્ધના વિખરાયેલા છિદ્રવાળા પાંચ મરતક પર જટાઓના ચંદ્રો લાંબા થઈને લહેર્યા કરે છે, ત્યાં ત્રણે તેના મોટા છિદ્રમાંથી ભારે સૂસવાટા ઉઠી રહ્યા છે અને તેથી તે મતકો ભયંકર લાગે છે, ત્યાં પર્વત જેવા ભૈરવના પેટરૂ૫ ઊંચાનીચા થતા તૂમડાઓ છે, ત્યાં સેંકડો છિદ્રોમાંથી વનિ કરતાં ઈન્દ્રના શરીરરૂપી ભિક્ષાપાત્ર છે, ત્યાં સુકાઈ ગયેલા મનુષ્યોની હાડકાંરૂપ ખાંગો છે. આમ એ કાપાલિકાની સ્ત્રી નિયતિ શક્તિ (વૃક્ષાંક ૩) ગગન સુધી વ્યાપેલા પોતાના શરીરને પણ જાણે ભય પમાડતી હોય એવી ભાસે છે. મહાકલ્પોમાં સર્વનો સંહાર કરનારી એ કાળ કામિની પોતાના નૃત્યમાંથી આમ તેમ ચલાયમાન થતી નથી અને અનેક આકાર વાળા માથાઓના સમૂડારૂપ મોટા કમળની માળાથી શોભી રહી છે. કાળરૂપ કાપાલિકનું મૃત્ય દેવરૂપ કાપાલિક પણ જગતરૂપી નૃત્યશાળામાં નાયા જ કરે છે. હિમાલય તથા મેરુ એ બંને પહાડે તેના કાનના કંડળામાં લટકતા લોલકે છે. ચંદ્ર સૂર્યો એ બે કાનના કુંડળરૂપ છે. આથી તેનું ગંડસ્થળ શોભી ન રહ્યું છે. લોકાલોક નામના પર્વતની પંકિત એના ફરતી કટીમેખલા સમાન છે. વિદ્યુત એ તેના હાથમાં કંકણ રૂ૫ છે. પવનવડે વિખરાયેલાં વાદળાંની પંક્તિ એ તેની અનેક રંગી કંથા (ફાટેલા ચિંથરાની ગોદડી)રૂપ છે. મહાકાળના હાથથી નંખાયેલા શેષનાગના શરીરરૂ૫ મોટા દોરાથી સંબંધ રાખતા અને સધળો સંસાર જેથી બંધાઈ જાય એવું લાંબા માયારૂપ પાશમાં ગૂંથાયેલી, ક્ષય પામેલા બ્રહ્માંડમાંથી નીકળેલાં મૃત્યુઓથી બનેલી માળા એ કાપાલિકના ગાળામાં જાણે એકઠાં કરેલાં તીક્ષણ મુસળ, ખષ્ય, પ્રાશ, ત્રિશુળ, તેમર અને મુદ્દોરોથી બનેલી માળા હેય એમ શોભે છે. સાત સમુદ્રરૂપ પંક્તિ તે કાપાલિકના હાથ સમાન છે. વ્યવહારોપી મેટાં ગૂંચળાવાળી, રજ (ધૂળ) અને રજોગુણવડે ખરડાયેલી તથા અંધારા જેવી કાળી સુખદુઃખોની પરંપરા એ કાપાલિકના સ્વાંટાંની પંકિતરૂપ છે. ધણાખરા આવા ગુણોવાળા તે દૈવરૂપ કાપાલિકા પ્રલયકાળમાં પિતાના તાંડવવાળા નાચને ઘણા કાળ સુધી બંધ પાડી વિશ્રાંતિ લે છે અને વળી પાછા તે બ્રહ્મા, વિષ્ણુ, દ્ધ આદિને ઉત્પન્ન કરીને જેમાં ઘણું દેખાવો કરવામાં આવે છે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy