SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ ] છિતિ તરય તત / 8. [ સિદ્ધાન્તકાડ ભવ અ. ૧૦/૩૫ બહુવીહિ સમાસ કહેવાય છે તે સર્વમાં જે ઉભયપદપ્રધાન અર્થાત સમાન ભાવવાળ સમાસ & કહેવાય છે તે હું જ છે. એમ ભગવાન કહે છે. તાત્પર્ય કે, સમ અવસ્થા એ જ મારું સ્વરૂપ છે. અક્ષયકાળ પણ હું જ છે અક્ષય એ જે કાળ તે પણ હું જ છે. કાળના બે પ્રકાર છે (૧) અંતકારી એટલે અનાદિ જેને અખંડ અથવા અવિનાશી કિવા અક્ષય કાળ કહે છે તે તથા (૨) કલ નામને એટલે કે જેની ગણત્રી થઈ શકે છે તે તેને ખંડ કિંવા નાશ પામનારે કાળ કહે છે. આ ખંડ કાળમાં મૂર્ત અને અમૂર્ત એવા બે પ્રકારે છે, તેમાં શ્વાસોચ્છાસ (પ્રાણદિ) દ્વારા નિશ્ચિત થયેલા કાળને મૂર્ત તથા નેત્રની પાંપણ પરથી ત્રુટિતત્પરાદિ દ્વારા નિશ્ચિત થયેલા કાળને અમૂર્ત એવી સંજ્ઞાઓ છે. મૂર્તાકાળ સર્વસામાન્ય લકે પણ જાણી શકે છે તે ગણિતગમ્ય છે તથા ત્રટિતત્પરાદિ નિમેષાત્મક કાળ કેવળ યોગીઓ જ જાણી શકે છે. તે ગણત્રીથી પર છે. આ ખંડ કાળ (ક્ષાંક ૩થી ૧૫ ૪ સુધી) તમામનો નાશ કરનાર છે. આ રીતે સવનો નાશ થયા પછી જે શેષ રહે છે તે કાળને અખંડ કિંવા અક્ષયકાળ કહે છે. આ કાળ એ જ ઈશ્વર(વૃક્ષાંક ૨)ની ઈક્ષણશક્તિરૂપે પ્રકૃતિ યા માયા(રક્ષાંક ૩ )ના સાદિ ગુણમાં ક્ષોભ કરનારો કાળ સમજવો. માયાનો વિલય અર્થાત આત્યંતિક પ્રલય(મોક્ષ) થયે કે આ કાળ પણ ભગવાનરવરૂપ(વૃક્ષાંક ૧)માં જ લીન બને છે. આથી આ જે અક્ષયકાળ તે હું જ છે, એમ ભગવાને કહ્યું છે. ધાતાજું વિશ્વમુaઃ શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે કે, હે પાર્થ! સારી રીતે સાંભળ કેર -વિશ્વ મુખઃ એટલે આ વિશ્વની અંદર તમામ પ્રાણીઓ પોતે પોતાને માટે હું હું એમ જે કહે છે. જેમ કે તું તારે પોતાને માટે હું એમ કહે છે, વળી આ ભીષ્મ, દ્રોણ, ભીમ, ધર્મ ઇત્યાદિ તમામ યોદ્ધાઓ પણ પોતે પોતાને માટે હું છું એમ જ કહે છે. સિવાય તારી માતા કુંતિ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર, અને હું પણ પિતાને હું હું એમ જ કહે છે. આ ઉપરથી જગતમાં તમામ લોકે પોતે પોતાને તે હું હું એમ કહે છે એ સિદ્ધ થયું, એટલું જ નહિ પરંતુ આ હાથી, ઘેડ ઇત્યાદિ પશુ પક્ષીઓ પણ જ્યારે આપ આપસમાં વ્યવહાર કરતાં હોય ત્યારે પોતપોતાની ભાષામાં પોતાને માટે હુ” “હું” એમ જ કહેતા હશે, એ પણ તારા ધ્યાનમાં આવી શકે તેમ છે, એ તો શું પરંતુ આ જડાદિ ભાવો પણ જો તેમાં કઈ પ્રકારની વાણી કિવા સંકેત કરવાની શકિત હોત તો તેઓ પણ પોતાને માટે હું હું એમ જ કહેત; એમાં તો જરાપણું શંકા નથી. આ ઉપરથી નિશ્ચિત સિદ્ધ થાય છે કે વિશ્વનાં અંદર સર્વ “ડુ” રૂપ જ છે. તેના ઉપર તું, તમો, નામરૂપદિ આરોપો વ્યવહારની સરળતાને માટે ભલે કલ્પવામાં આવ્યા હોય પરંતુ તે તમામ વાસ્તવિક તે સાવ મિથ્યા જ કરે છે. કેમ કે વ્યવારમાં તારાં નામે અર્જુન, પાર્થ વગેરે છતાં તને તારા આ ઠરાવેલા નામો સિવાય ભીમ કિંવા દુર્યોધન ઈત્યાદિ ગમે તે નામ વડે કાઈ બેલાવે તે તું તેને ઉત્તર આપશે ખરો કે? અથત વ્યવહારની વ્યાખ્યા પ્રમાણે પણ તે અસત્ય કહેવાય છે તે પછી હવે તું વિચારી જે કે તું તથા આ બીજાઓ પોતે પિતાને માટે જે “હું” “હું” એમ કહેતા હોય તો તેઓને તું, તમે અર્જુન ઇત્યાદિ નામો વડે બેલાવવાનું શું પ્રજન? ભગવાન કહે છે, હે કૌ તેય ! મારું કથન તારા ધ્યાનમાં આવ્યું ને ? આ ઉપરથો તું જાણી શકીશ કે આ તમામ લોક વ્યવહાર કેવો મિયા અને નિરર્થક કરે છે. તાત્પર્ય એ કે, જગતમાં તમામ નામરૂપાદિ મિથ્યા કરતા હોઈ કેવળ એક હું જ સત્ય છે. તે પછી આ “હું” ને "હું છું” એવી પ્રેરણા કરનારો કેવું? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય એ શક્ય છે. તેના ઉત્તરમાં હવે કહું છું તે તું લક્ષ્યપૂર્વક સાંભળ. આ સર્વ વિશ્વમાં ડુ” “હું” એ કહેનારો ઘોડ૬ થg૧' એક હું જ બહુપે થાઉં એમ જે કૃતિમાં કહેવામાં આવ્યું છે તે “હું” છે. આ “હું”ને હું એવી પ્રેરણા કરનારો બીજે કઈ તેને સાક્ષી કિંવા દ્રષ્ટા કહેવા શુદ્ધ “હું”(વૃક્ષાંક ૨) છે અને તે લક્ષ્યાર્થ વડે જ જાણી શકાય તે ગુપ્ત છે અને તે જ વિશ્વમાં બધાના મુખમાં હું(વૃક્ષાંક ૩) એવા સ્કરણને પામેલ છે. હવે તેનો
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy