SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૮ 1 તઢવાણ શાસ્ત્રા- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. ૧૦/૩૩ દામાં પરમ ભક્ત પ્રક્ષર હું જ છે દેવોએ સમુદ્રમંથન કર્યું તેમાંથી નીકળેલ બધા અશ્વોથી શ્રેષ્ઠ ઉચશ્રવા નામને અઘોડે); હાથીઓમાં મુખ્ય પુણયશાળો એ જે ગજેન્દ્ર હાથી કે જેની સ્તુતિ પરથી મેં અવતાર ધારણ કર્યો છે તે તથા નરો(મનુષ્યો)માં શ્રેષ્ઠ, સ્વધર્મી, સર્વસંપન્ન અને પ્રજાપાલક એવો રાજા પણ મને જ જાણુ. આયુધોમાં ઇંદ્રનું વજી મુખ્ય છે તે; ગાયામાં વાછરડા વગર ગમે ત્યારે દૂધ દે એવી કામધેનુ ગાય મુખ્ય છે તે; ઇંદ્રિયોની તૃપ્તિની ઇચ્છાવાળા કામ નહિ પરંતુ જગતમાં સતસંતતિ નિર્માણ કરવાના ઉદ્દેશથી તપશ્ચર્યાદિ કરીને પુત્ર ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળા કામ કે જેને કંદર્પ કહે છે તે તથા સર્વેમાં મુખ્ય એ સર્વેને રાજા વાસુકિ પણ હું જ છે. પાતાળનિવાસી નવ નાગોમાં અનંત નામને શ્રેષ્ઠ નાગ કે જેના ઉપર નારાયણ (વિષ્ણુ) વિરાજમાન થએલા છે તે; સર્વ જલ દેતાઓમાં મુખ્ય એવા વરણુદેવ પણ હું જ છે. સંમત પિતૃઓમાં શ્રેષ્ઠ એ “અર્યમા' નામનો પિતૃઓનો રાજા તેમ જ સંયમન કરનારાઓમાં એટલે ન્યાય કરવામાં પક્ષપાત રહિત એવો ન્યાયાધીશ અને દરેક જીવોનાં કર્મો પ્રમાણે બરોબર રીતે ફળ આપનારો તથા સર્વ શાસન કરનારાઓમાં શ્રેષ્ઠ એવો જે જીવન્મુક્ત સમદર્શી યમરાજ તે પણ હું જ છે. દેત્યોમાં મારો પરમ ભક્ત એવો પ્રહલાદ સર્વને સફાચટ કરી નાખનારો એવો અખંડ ' એટલે જે ગણનાથો પર છે તથા ખંડ એટલે જેની ગણના થઈ શકે છે તે આ બંને રીતનો જે કાળ તે પણ હું જ છે. મૃમમાં મૃગેન્દ્ર અર્થાત વનના પશુઓમાં વનરાજ એવો સિંહ અને પક્ષીઓમાં સર્વનો રાજા, સર્વથી અત્યંત વેગવાળા તથા વૈધ લોક સુધી ગમન કરી શકે તેમ જ વિષ્ણુના વાહનરૂપ એ ગરુડ પક્ષી પણ હું જ છે. વજન: વરાત્રિ : શમૃતામF I झषाणां मकरचास्मिस्रोतसामहिम जाह्नवी ॥ ३१ ॥ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ એ રામ પણ હું જ છે સર્વને પવિત્ર કરનારે જેને વેગ કરી પણ રોકી ન શકાય એવો વેગવાનમાં શ્રેષ્ઠ પવન હું જ છે. સર્વે શસ્ત્રધારીઓમાં જેનું બાણ કદીપણ નિષ્ફળ નહિ જાય એવો એકબાણ શ્રીરામાવતાર કે જેણે નીતિ શાસ્ત્રાદિનું પ્રત્યક્ષ આચરણ કરીને જગતમાં મર્યાદાની પુનઃ સ્થાપના કરી છે એ પૂર્ણાવતારી રામ હું જ છે. જળમાં રહેનારાં માછલાઓ વગેરે જળચરોમાં શ્રેષ્ઠ એવો જે ગરમ તે ૫ણુ હું જ છે, તેમ જ વહેનારી નદીઓમાં પરમ પવિત્ર તથા અત્યંત વેપવાળી જાહવી એટલે જલંઋષિએ પ્રાશન કરેલી અને ભગીરથ રાજાના તપ વડે પ્રસન્ન થઈ પુનઃ પ ની જાંઘ ચીરીને તેમાંથી કાઢેલી તથા સગર રાજાના પુત્રોના ઉદ્ધાર માટે રવર્ગમાંથી આવેલી તે શ્રી ગંગા નદી પણ હું જ છે. सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन । अध्यात्मविद्या विद्यानां धा : प्रवदतामहम् ॥ ३२ ॥ વિદ્યાઓને રાજા એવી અધ્યાત્મવિદ્યા હું જ છે હે અર્જુન ! તું જે જે કાર્યોની ઉત્તિ થયેલી છે અર્થાત આ સર્વ સર્ગ કિંધા દસ્થ સૃષ્ટિ (વૃક્ષક ૩ થી ૧૫) છે તેને આદિ, મધ્ય અને અંત એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય પણ હું જ છે. વિવાની પ્રાપ્તિ જ્ઞાન મેળવવાના હેતુપ છે અર્થાત જ્ઞાનની પ્રાપ્તિ માટે વિદ્યા ભણવામાં આવે છે અને દુઃખની અત્યંત નિવૃત્તિ થવી એ જ તેને હેતુ છે; આવી રીતે દુઃખનિવૃત્તિ કરનાર વિદ્યાના ચૌદ પ્રસ્થાને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy