SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] આત્મરૂપ દેવને મેળવી ધીરે (તત્ત્વો) હશેકને તજે છે. [ ૫૯ ધર્મને માટે જ ધનની જરૂર હોય છે મિથુન, માંસભક્ષણ, સુપાનાદિ મનેર વડે વ્યાકુળ થયેલા લોકો પ્રિય એવા આત્માનું શ્રવણ કરતા નથી તથા ધનને અયોગ્ય ઉપગ કરે છે. ધર્મ કરે એ જ ધનનું ખરું ફળ છે કારણ કે ધર્મ કરવાથી પરોક્ષજ્ઞાન ઈબાદ મે તુરત શાંતિ આપે એવું અપરોક્ષજ્ઞાન (સાક્ષાત્કાર) થાય છે. આ રીતે ધન કમાવવાના મૂળ ઉદ્દેશને ભૂલી જઈ આ લાકે ધનને પોતાના દેહાદિકના સુખનું સાધન સમજીને તેને દેહના પિષણના કામો માટે જ વાપરી નાખે છે, તથા દેહાદિકને માથે ફર્યા કરતા પ્રબળ એવા મૃત્યુને ધ્યાનમાં પણ લેતા નથી. જાણે દેહ અમર જ છે એવી માન્યતા તેએાની હોય છે. વેદમાં હિંસાની છૂટ નથી વેદમાં જે સુરાપાન આદિની યજ્ઞાદિકમાં છૂટ આપેલી છે તે ઉપર કહેલા ધર્મના પ્રકારે પછી બીજા એટલે કે વ ધમ થાય અને તમે આત્મસાક્ષાત્કાર થાય તે પ્રકારની છે એમ સમજવું. સરાપાન કરવું એટલે નાક વડે સરાને સંઘવી એટલી જ વેદની આજ્ઞા છે નહિ કે પીવાની. તેમજ યજ્ઞમાં પશુનું પણ માત્ર આલભન (આલંબન એટલે દેવતાઓને ઉદેશીને યજ્ઞમાં પશનો વધ કરવામાં આવે છે તે) જ કરવાનું કહ્યું છે. આવી હિંસા તે હિંસા નથી કારણ તે હિંસાવંડે મરનાર પશુને સૂર્યાદિ શ્રેષ્ઠ લેકની પ્રાપ્તિ થાય છે, જે જન્મ તે મનુષ્યાદિ શ્રેષ્ઠ યોનિને માટે પણ અત્યંત દુર્લભ હોય છે. તાત્પર્ય એ કે, દેવતાઓને ઉદેશીને યજ્ઞમાં હિંસા કરવા માટે જે કહેવામાં આવેલું છે તે હિંસા નથી પરંતુ પોતાના માટે માંસભક્ષણું કરવાની ઉંસા કરવામાં આવે છે તે જ હિંસા કહેવાય છે અને તેવા પ્રકારની હિંસાની વેદમાં છૂટ નથી. મૈથુન કરવાની ક્ટ આપી છે તે પણ પ્રજા ઉતપન્ન કરવા પૂરતી જ; નહિ કે ઇંદ્રિયને તૃત કરવા માટે. આ રીતે મનોરથવાદીઓ એટલે પોતાના મનને અનુકૂળ એ વેદનો અર્થ માની લેનારા અથવા સગવડિયો ધમ માનનારા તેમ જ પોતાને કર્મકાંડી કિંવા વેદવાદી સમજનારાઓ, પવિત્ર અને અત્યંત શુદ્ધ એવા આ ધર્મને નહિ જાણવા છતાં ઉદ્ધતપણાથી પોતામાં સપુષપણાનું અભિમાન ધરાવનારા હાઈ પાપાદિને નહિ માનતા જે લોકો નિઃશંક રહીને આમ કરવાથી અમારા મનોરથ પૂર્ણ થશે એવો વિશ્વાસ રાખીને પશઓનો - દ્રોહ કરી તેની હિંસા કરે છે, તે લોકેાના મરણ પછી તેમને તે પશુઓ જ ખાય છે. “એટલે ખાનારે છું તેને “ણઃ” એટલે જેનું માંસ ખાધું છે તે (પશુ) પરલોકમાં ખાશે, એવો આ માંસ” શબ્દનો અર્થ છે, એમ વિદ્વાનો કહે છે. પોતાના આત્મસ્વરૂપ એવા ભગવાન કે જેઓ પશુપક્ષ્યાદિના શરીરમાં પણ વાસ્તવ્ય કરીને રહેલા છે તેનો ઠેષ કરનાર તથા પોતાના શબતુલ્ય શરીરમાં અને તેના પુત્રાદિક પરિવારમાં જ નેહ બાંધનારા એ મૂખ લોકે ખરેખર અંતે દુર્ગતિમાં જ પડે છે. અર્ધદગ્ધોની સ્થિતિ અજ્ઞાનીએ તત્વજ્ઞાનીઓના અનુગ્રહ વડે તરી જાય છે તથા તત્વજ્ઞાનીઓ તો પિતાથી જ તરે છે: પરંતુ અધવચ લટકતા એટલે જેઓ અત્યંત અજ્ઞાની પણ નથી અને તત્ત્વજ્ઞાની પણ નથી એવા અર્ધદગ્ધ લોક ધર્મ, અર્થ અને કામને જ મુખ્ય માને છે તથા ઉપશમ એટલે શાંતિનું ક્ષણમાત્ર પણ અવલંબન નહિ લેવાથી પોતાના હાથે જ પિતાને વિનાશ કરે છે અર્થાત સ્વસ્વરૂપને નહિ જાણવાથી જન્મમરણને જ પામ્યા કરે છે. આ રીતના આત્મવિનાશકે શાંતિ રહિત કર્મને જ જ્ઞાનરૂ૫ માનનારા અને જેઓના નશ્વર મનોરથ પ્રાપ્ત થયા પછી પણ કાળથી નાશ પામનારા હોઈ એવા લેકે પિતાનું જે અવશ્યમેવ કર્તવ્ય હોય છે તેને કર્યા વિના જ મરી જાય છે. આ રીતે આત્મસ્વરૂપ એવા ભગવાનથી વિમુખ રહેનારા આ લોકોને પોતે આખો જન્મારો પરિશ્રમ કરીને મેળવેલા ઘર, સંતાન, સંબંધીઓ વગેરે પોતાની ઈચ્છા નહિ હોવા છતાં પણ છોડવા પડે છે તથા તેવાઓ અંતે અધમ યોનિમાં પડે છે(ભા રકં૦ ૧૧ અ૦ ૫ શ્લોક ૨ થી ૧૮). સકામીએ ગમનાગમનને પામતા રહે છે આત્મરવ૫ એવા ભગવાન શ્રીકૃષ્ણ કહી રહ્યા છે કે અને ! આમ વેદનું ખરું તાત્પર્ય નહિ સમજનારા તથા ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ પુરુષાર્થોની સિદ્ધિ બતાવી આમિષ એટલે પ્રલોભન
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy