SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા વાહન] અગાના બાપને(વિષયનુખકરી આત્મામાં જ)સ્થિર કરવાના વજનથી અશ્વને જ પામી એક જ થઈ. એમ કરતાં કરતાં રાતના અગિયાર થવા આવ્યા. મહર્ષિવર્ધનું અગાધ જ્ઞાન જેઈ શિક્ષા અતિશય આનાહત બન્યા. બાદ શ્રી એ જવાની પરવાનગી માગી કેમ કે આખી રાત તેઓ વગડામાં જ કરતા હતા. શિક્ષકે પૂરું કે રાત્રે આપ કયાં જશે માત્માત્રીએ એ તો પોતાને નિત્યક્રમ છે એમ જ માગ્યાથી. કરીથી મારવાની વિનંતિ સહિત શિક્ષકે પરવાનગી આપી. ત્યાં થી મહાત્મા નીકળ્યા. તે બીજે દિવસે સવારે એક નદીના તટે પહેમા. ત્યાં સ્નાનાદિ નિત્યકર્મ આપી થોડું અંધારું હતું એવામાં જ એક ગામના પાદરે રસ્તા ઉપર સડક બાંધવા માટે કપચી (પત્થરના ટુકડા)નો ઢગલો કર્યો હતો તે ઉપર ડે સમય વિશ્રાંતિ માટે બેઠા. ત્યાં તેઓશ્રીને ઝોકું આવી ગયું અને જાગૃત થઈ જુએ છે તે સૂર્યોદય થઈ રહ્યો હતો. પાસે એક નાનો સરખો બેઠા પાટો બંગલો અને બહાર ના સરખો બગીચો હતો અને તેમાં એક હિંચકો હિતે. તે ઉપર એક ગૃહસ્થ બેઠા હતા. દેવગવશાત એ ગૃહસ્થ એ જ ગઈ કાલના વકીલ દસ્થ સામે નજરોનજર થતાં તેઓએ કહ્યું. “કેમ બાબા, આજે આ ગામમાં પધાર્યા છો? તમારે લોકોને સારું છે. કોઈ વાતની કશી પંચાત કે ચિંતા નહિ.” શ્રીજી એ સ્મિત કરી ઉત્તર આપ્યો, “હા, આજે આ સામનો ચોર આવ્યો છે.” વકીલ બોલ્યા, ગઈ કાલે તે તમારું મે સીવેલું હતું અને આજે કયાંથી I ખાય એમ તો તેઓ ભલા હતા. તેમણે શ્રીજીને “ત્યાં પથર ઉપર કેમ બેઠા ? અહીં આવો,” એમ | કહી બગીચામાં બોલાવ્યા. મહાત્માજી અંદર ગયા અને બગીચામાં એક સ્થળે બેઠા. વકીલ બોલ્યા, “ કહે તો મેં સીવેલું હતું અને આજે ખુલ્લુ કેમ? કાંઈ કામધં કરો. લોકેાને કેમ ભાર૩૫° થાઓ છો?” I મહાત્માત્રીએ કહ્યું કે, “ગઈ કાલે તમે જે કહી રહ્યા હતા તે બધું હું સાંભળો હો અને પછી એના શિક્ષકે કહ્યું તે પણ સાંભળ્યું. પણ મને વિચાર કરતાં લાગ્યું કે તમારું કહેવું ઠીક છે, આપણે લોકોને ભારરૂપ શા માટે થવું? આથી મેં નોકરી કરવાનો વિચાર કર્યો અને પછી વિચાર્યું કે ઉપદેશ કરનાર પેલા વકીલ જ આ વાત પુરતા આપણા ગુજ, એટલે બીજે કશે જવા કરતાં કરીને માટે તેમની પાસે જ જઈએ. આથી હું અહીં આવ્યો.” બિચારા એ તે ઘણું ભલા લાગ્યા. તેમણે પૂછયું, “એમ ! મારા ભાષણથી તમારા મનને એકદમ પલટો થઈ ગયે ?” શ્રીજી બોલ્યા, “હા.” તેઓ તે જાણે વર્ષમાં આવી ગયા અને પોતાની સ્ત્રીને બોલાવી કહ્યું. “જો તું કહેતી હતી કે તમે ખાલી ભાષણો કર્યા કરો છો. જુઓ મારા કહેવાથી આ સાધુબાવાના દિલમાં કે પલટ થશે!” બાઈએ ખાસ લક્ષ ન આપ્યું. તેઓ અંદર ચાલી ગયાં. આ બાજુ વકીલ વિચારમાં પડ્યા. તેમણે પુછ્યું, “સાધુજી કાંઈ ભણયા ગયા છે અથવા કાંઈ હુનર જાણે છે?" મહાત્માથી એ કહ્યું, “ના, હું તે સાવ અક્ષરશત્ર અને મૂઢ છે.” વકીલ મનમાં વિચાર કરે છે કે આ કોઈ લાગે છે તે હથિયાર જેવો ૫ણુ ભણેલો નથી, માટે એને શાની કરી આપવી? એમને વિચારમાં પડેલા જોઈ શ્રીજી બોલ્યા કે તમે વિચાર કરતા હશે કે મને શી નોકરી આપવી. પણ સામાન્ય નિયમ છે કે ભણેલાઓને કારની, ગુમાસ્તાગારી કે એવો કોઈ નોકરીમાં રાખી શકાય અને મારા જેવા અભણને તો વાસ માંજ વાં, વાસિ વાળવું, કપડાં ધોવા, વગેરે પ્રકારની નોકરીમાં રાખી શકાય. તેઓ વિચારમાં પડ્યા. તેમને લાગ્યું કે આ વાતે તે ડાહી ડાહી કરે છે, પણ ભણેલા નથી એટલે શું થાય? વકીલ બો૯યા, “સાધુબાબા, તમારું નામ શું ?” મહાત્માજી બોલ્યા. મને યાદ નથી.” “તમે નાનપણથી સાધુ થયા હશે. હું તમને રામ કહીશ, સમજ્યા ને ?' એમ કહી વકીલે પૂછ્યું, “રામ તું પગાર શું લઈશ?” મહર્ષિજી બોલ્યા, “પ્રથમ મને કામ આવડે છે કે નહી તે જગ્યા સિવાય પગારની નિશ્ચિતતા શી રીતે થાય ? પગારની ઉતાવળ નથી. હું પ્રથમ ઉમેદવારી કરીશ.” વકીલ ખુશ થયા અને કહ્યું, “ભલે પ્રથમ કામ શીખો. પછી દિવાળી ઉપર જોવાશે.” ત્યારબાદ બાઈને બહાર બોલાવી કહ્યું, “આ સાધુને આપણે ત્યાં જ રાખીએ, કામમાં સારી રીતે ટેવાશે એટલે પછી બીજ મહીયે. એને ટેવ નથી. માટે પ્રથમ એમને સાદુ કામ આપજે. ધીરે ધીરે એને સ્વાવલંબી બનાવવો પડશે.” તેમના ધર્મપત્ની બન્યાં. “તમો વગર ઓળખે ગમે તેને પકડી લાવે છે. મને તો લાગે છે કે આ કેાઈ સારા સાધુ છે. તેમની અને તમારી અત્યાર સુધી થયેલી બધી વાતચિત મેં સાંભળી T
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy