SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદોહન ] આ બધે દશ્યરૂપ ખજાને અનિત્ય છે, એમ હું સારી રીતે જાણું છું. [ ૪૮૭ (૧) બ્રહ્મદેવના દિવસને કલ્પ કહે છે, તથા (૨) બ્રહ્મદેવનું પોતાની ગણત્રી મુજબ સે વર્ષનું આયુષ્ય પૂર્ણ થાય તેને પણ કલ્પ કહે છે. સરળ અને સ્પષ્ટ રીતે સમજી શકાય એટલા માટે બ્રહ્મદેવનો અહોરાત્ર તે કલ્પ અને તેનું પિતાના કાળની દૃષ્ટિએ સો વર્ષોનું આયુષ્ય પૂર્ણ થાય તેને મહાકલ્પ કહેવામાં આવે છે. જ્યારે બ્રહ્મદેવના ક૯૫ની પૂર્ણતા થાય છે ત્યારે એટલે બ્રહ્મદેવની રાત્રીએ બ્રહ્મદેવ વિષ્ણુની નાભિ (વૃક્ષાંક ૧૨)માં લીન થાય છે તથા ચૌદ-લોકે સહ આ સમગ્ર બ્રહ્માંડમાંના છો અને આ બધું સ્થાવર જંગમાદિ સર્વ, અવ્યકત (વૃક્ષાંક ૪)માં લીન થઈ રહે છે અને જ્યારે તેના દિવસની શરૂઆત થાય છે ત્યારે બ્રહ્મદેવ આ અવ્યકતમાં લીન થયેલા જીવોને પ્રથમના ક૯૫ની જેમ ફરીથી પોતાના સંકલ્પબળે નિર્માણ કરે છે. આ રીતનો તેનો કાર્યક્રમ તેનાં સો વર્ષોનો આયુષ્યકાળ પૂર્ણ થતાં સુધી ચાલ્યા જ કરે છે તેને દૈનંદિન, નિત્ય કિવા ક૫પ્રલય કહે છે. આમ જ્યારે બ્રહ્મદેવનાં સો વર્ષો પૂર્ણ થાય છે ત્યારે મહાપ્રલય થાય છે તે સમયે બ્રહ્મદેવ પોતે તો આત્મા(વૃક્ષાંક ૧)માં એકરૂપને પામે છે તથા સમગ્ર બ્રહ્માંડ તેમાંના તમામ સહ સ્વપ્નની જેમ અવ્યકતપ્રકૃતિ (વૃક્ષાંક ૪)માં લીન થઈ રડે છે. અવ્યકતમાં લીન થઈ રહેલા તે છો થકી જેમની હું બ્રહ્મદેવ થાઉં એવા પ્રકારની દઢ વાસના હોય છે તે જીવે વાસ્તવિક અનિર્વચનીય એવો આત્મા હોવા છતાં મિથ્યા વાસનાવશાત હું(વૃક્ષાંક ૩)ના રૂ૫ નિયતિ વરૂપે બની તેણે નિયત કરેલા નિયમાનુસાર જ બ્રહ્મદેવ(વૃક્ષાંક ૧૩) રૂપે બની ક૯૫ના (બ્રહ્મદેવના પ્રથમ દિવસના) આરંભમાં ફરીથી અવ્યકત (લક ક)માં રહેલા તમામ જીવોને જેમની તેમની વાસનાવશાત સંકલ્પરૂપે સળું છું. આ રીતે આ મારી સંક૯પત યા માનસિક સૃષ્ટિ વાસ્તવિક મિથ્યા હોવા છતાં જાણે સત્ય જ ન હોય એ મુજબ તે સુષ્ટિમાં રહેનારા જીને ભાસે છે. બાકી વાસ્તવિક રીતે તે જેમ સ્વપ્નસૃષ્ટિ સ્વપ્નચૈતન્યથી ભિન્ન નથી તેમ આ દસ્યરષ્ટિ પણ આત્મચેતન્યથી તદ્દન અભિન્ન જ છે. કલ્પના આરંભમાં ફરીથી હું આ ભૂતસમુદાયને સર્જી છું. બ્રહ્મદેવનું તેના પોતાના સો વર્ષનું આયુષ્ય પૂર્ણ થાય છે એટલે તે પોતે આત્મસ્વરૂપમાં લીન થઈ વિદેહ કેવલ્યને પામે છે, પરંતુ સવ અજ્ઞાની છોનો જ્યાં સુધી દસ્યરૂપી મિથ્યા ભ્રમ નષ્ટ થતો નથી ત્યાં સુધીને માટે તેઓ અનેક પ્રકારની વાસનાઓ મનમાં રાખ્યા કરે છે. આમ જ્યાં સુધી વાસનાઓ શેષ ડાય ત્યાં સુધી તેઓને મોક્ષ કદી પણ થતા નથી. અથોત તેવાઓને આ મિથ્યા માહ ભ્રમ કરી પણ મટતો નથી. તેવા અસંખ્ય વાસનાત્મક જીવો બ્રહ્મદેવનો સ્વરવરૂપમાં વિલય થતાં આ અવ્યકત પ્રકૃતિ (વૃક્ષાંક ૪)માં રહે છે. તે પૈકી જે જીવની વાસના હું બ્રહ્મદેવ થાઉં એવા પ્રકારની દઢ અને તીવ્રતર ભાવનાવાળી હોય તે દ્વારા તેની તેવી વાસનાવશાત હું વાસ્તવિક રીતે તો અનિર્વચનીય એવો આભરવરૂપ હોવા છતાં પણ “હું” “હું” એવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩)રૂપ કુરણું તથા તેના સાક્ષી વા ઈશ્વર(વૃક્ષાંક ૨)રૂપ બની પછી તે ઈશ્વરાંશ વડે પ્રથમ બ્રહ્મદેવ રૂપે પ્રકટ થયો હોઉં તેમ તે તે સૃષ્ટિમાંના છાને ભાસે છે, તથા અવ્યકત(વૃક્ષાંક ૪)ની અંદર રહેલા અનંત જીવો પૈકી જે જીવાત્માના આ બ્રહ્મદેવ બનેલા જીવાત્માને અનુરૂપ સંક હોય, તે તમામના સંકલ્પ સમૂહ વિશાત બ્રહ્મદેવરૂપે પ્રગટેલે સર્વનો સાક્ષી ઈશ્વર(વૃક્ષાંક ૨)ના અંશયુકત અનિર્વચનીય એવો હું જ પ્રથમ સર્વાત્મરૂપ સંકલ્પ કરું છું તથા તે સંકલ્પ પ્રમાણે મારી અવ્યકતપ્રકતિ (વૃક્ષાંક ૪)માં વાસનારૂપે રહેલા તમામ જીવોને પોતપોતાની વાસનાવશાત્ ફરીથી જાણે પોતે ઉત્પન્ન થયા હોય એવા વ્યષ્ટિ ભાવને અનુભવ કરાવું છું. આ મુજબ આ સ્વપ્નવત્ દાળનો વાસ્તવમાં આત્મરૂપ એવા મારા(વૃક્ષાંક ૧)માં કિંચિત્માત્ર પણ અંશ નહિ હોવા છતાં મિથ્યાભાસ ખડો થઈ જાય છે અને જેમ સ્વપ્નમાં જણાતું પોતાનું શરીર તથા પારકાનાં શરીરો તેમ જ સ્થાવર જંગમાદિ તમામ દો સ્વપ્નનું ચૈતન્ય કે જેને સ્વતન્ય કહેવામાં આવે છે, તે થકી કિંચિત્માત્ર પણ ભિન્ન હતાં નથી તેમ આ તમામ દશ્ય જાળ વાસ્તવિક રીતે તો ચૈતન્ય કિવા આત્મરૂપ હોઈ તેથી જરા પણ ભિન્ન નથી. સ્વપ્ન જેમ સ્વમદષ્ટિએ સત્ય તથા જાગૃતદષ્ટિએ મિયા ભાસે છે, તેમ આ તમામ દશ્યજાળ અજ્ઞાન દષ્ટિએ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy