SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ]. તેને જ અન્યપણાને ભાવ ગ્રહણ કરીને [ ૪૮૩ કહેનારા સ્થળે સ્થળે નજરે પડે છે અને તેવા અર્ધદગ્ધ પૈકી કેટલાકે તો જાણે મોટા મહાત્મા બની ગયા હોય એમ લોકોમાં ભક્ત કહેવરાવી નશાના ધેનમાં ચકચૂર થએલાઓની જેમ વિચરતા જોવામાં આવે છે પરંતુ તે તે એક પ્રકારનું પાખંડ ગણાય. વાસ્તવિક તે આ પ્રમાણેની પ્રત્યક્ષ સ્થિતિ સ્વભાવસિદ્ધ રીતે જ્યાં સુધી થતી નથી ત્યાં સુધીને માટે તે નિરર્થક જ છે આ રીતે સર્વત્ર ભગવાન(આત્મા)નો સાક્ષાત્કાર એટલે પછી ફરીથી પતે તે થકી અલગ નહિ રહેતાં એટલે સાક્ષીભાવમાં સ્થિત નહિ રહેતાં તેની સાથે એકરૂપ થતાં સુધી તેને અભ્યાસ કરવો પડે છે અને જ્યારે આમ પોતાનો ભગવાનમાં પૂર્ણ તાદામ્યભાવ સિદ્ધ થાય ત્યારે જ તે કતકર્યો અને જ્ઞાતય બને છે આનું નામ જ ભક્ત. શાસ્ત્રમાં જેને જીવન્મુકત કડે છે તેને જ ભક્તિમાર્ગમાં ભક્ત કહે છે; પરંતુ ઘણાખરા મૂઢો તે ભક્ત બનવાને બદલે અભક્ત બને - છે તથા તેને જ ભક્ત એમ સમજે છે. તેવામાં તો કેવળ દયાને પાત્ર જ ગણાય. સગુણ સાક્ષાત્કારની પદ્ધતિ વેદની પરિભાષાની દૃષ્ટિએ વિચાર કરીશું તો પણ જણાશે કે આ ભક્તિમાર્ગનો સમાવેશ પ્રથમ જે સર્વાત્મભાવ અને નિઃશેષભાવ એવા બે અભ્યાસમાર્ગો બતાવેલા છે, તે પિકી સેહમ' એટલે સર્વાત્મભાવ અર્થાત હું, તું, આ, તે છત્ય દિ સર્વ આત્મસ્વરૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના અભ્યાસક્રમના પેટામાં થાય છે. આ “સોહમ' વા સર્વાત્મભાવનો અભ્યાસ તથા ભક્તિમાર્ગને અભ્યાસ એ બંનેમાં ભેદ ફક્ત એટલો જ છે કે આ “હું, તું, આ, તે ઈત્યાદિરૂપે ભાસતું ચરાચરદય તથા તેના સાક્ષી ઇત્યાદિ તમામ આમરૂ૫ છે, આવા પ્રકારના દઢ નિશ્ચય વડે નિઃશંક બની અભ્યાસ કરવા પડે છે; ત્યારે ભક્તિમાગ વાળાઓની દષ્ટિએ પોતપોતાના ઇષ્ટ જેમકે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, દેવી, ગણેશ, સૂર્ય ઇત્યાદિ પિકી ના જે પ્રિય દેવતા હોય તે જ આ હું, તું, તે, આ ઇત્યાદિ સર્વારૂપે છે, એવા પ્રકારના દઢ નિશ્ચય વડે તદ્દન નિઃશંક બની જઈ તેમાં એકાગ્રતા થતાં સુધી અભ્યાસ કરવો પડે છે. આથી પરિણામ એ આવે છે કે જેમના જે ઉપાસ્ય દેવતા હોય તે દેવતા ઉપાસકની દૃષ્ટિએ તો ઉપાસકને સગુણરૂપ છે. એમ જણાય છે પરંતુ તે તે દેવતા પિતાને માટે તે હું પોતે દેહધારી કિવા ગુણોવાળો નહિ પણ આત્મરૂપ છું એવા દ નિશ્ચયવાળા હોય છે, એટલે કે તે તે દેવતાઓ પોતે તો આત્મસ્વરૂપ જ હોય છે, તેથી તેઓની સાથે ત૮૫ થવાથી ભક્ત પ્રથમ તે તે દેવતારૂપ બને છે, અને તેમાં પૂર્ણ તદ્રુપતા થવાથી તેના સાચા અનિર્વચનીય એવા આત્મવરૂપમાં જ તે વિલયને પામે છે. જ્યારે સાધકને આકાશ, પાતાળ, પૃથ્વી, વગેરેમાં હું, તું, તે, આ ઇત્યાદિ તમામ ભાવોને પિતામહ વિલય થઈ સર્વત્ર એક પિતાનો ઈષ્ટ દેવતા જ જોવામાં આવે છે, તેના સિવાય બીજો કોઈ પણ ભાવ દેખવામાં આવતો નથી, અને આ રીતનો જ્યારે તેને પ્રત્યક્ષ અનુભવ. થાય છે. ત્યારે જ તે ઉપાસક ભકત થયે એમ જાણવું. ત્યારબાદ પોતે તે દેવતાને સાક્ષીભાવ વડે પોતાનાથી અલગ જોતો હતો તે સાક્ષીભાવનો પણ વિલય કરી જ્યારે તે પૂર્ણ એકાકાર બની જાય છે, ત્યારે તેને પોતાના ઈષ્ટ દેવ, આ બધું દશ્ય અને પોતે, એ ત્રણેમાં ભિન્નતા છે એ સ્વપ્નમાં પણ કદી ખ્યાલ આવતો નથી. એટલે આ બધું દશ્ય, પોતે અને દેવતા એમ ત્રણે ભાવના વિલય કોઈ પણ પ્રયત્ન વગર સહજભાવે જયારે સિદ્ધ થાય છે, ત્યારે જ આ ભક્તિયોગની સમાપ્તિ થઈ એમ જાણવું. આવો ઉપાસક એ જ ખરો ભક્ત કહેવાય. જેને સગુણ ઉપાસના કિવા ભક્તિમાર્ગ કહે છે, તે દ્વારા સાક્ષાત્કાર કરવાની આ મુજબની પદ્ધતિ છે. સર્વાત્મભાવ વડે સાક્ષાત્કાર જેઓ આ, હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે જે જે કાંઈ ભાસે છે તે તમામ આત્મસ્વરૂ૫ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવી રીતે દઢ નિશ્ચય કરી નિઃશંક બનીને અભ્યાસ કરે છે તથા તે પ્રત્યક્ષ અનુભવ લઈ બાદ સાક્ષીભાવનો પણ વિલય કરીને સ્વાભાવિક રીતે એટલે વગર અભ્યાસક્રમને માટે કિરણાંશ ૨૨ પૃષ્ઠ ૫૭ થી ૫૯ તથા અધ્યાય ૨ શ્લોક ૩૯ પાન ૧૬૭ થી ૧૬૯ જુએ.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy