SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ]. મળીયાનયતામg માજાનું | ઇ. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૪ બીજા મહર્ષિઓએ આત્મજ્ઞાન સંબંધીના ગુહ્ય અને શ્રેષ્ઠ એવા વિચારે કેમાં પ્રકટ કર્યા અને તે જ્ઞાન પ્રથમ રાજાઓને આપ્યું. આ મુજબ આ ગુહ્ય એવી આત્મવિદ્યાનો પ્રચાર પ્રથમ રાજાઓમાં થયે અને પછી તે વિદ્યા લોકોમાં વિસ્તારને પામી, આથી આ ઉત્તમ એવું આત્મજ્ઞાન રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવાવા લાગ્યું ( મુ. સ. ૧૧ ૦ ૩થી ૧૮). જાણ્યા પછી આચરણમાં આવે તે જ ખરું જ્ઞાન ભગવાન કહે છેઃ હે અર્જુન ! જગતમાં ઉપર મુજબની પરિસ્થિતિ જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે મહાપુ દ્વારા જગતમાં આત્મજ્ઞાનને પ્રચાર થવા પામે છે. આજે પૂર્વ પુણ્યનો મોટો ઉદય થવાને લીધે એ ઉત્તમ જ્ઞાન સાંભળવા માટે તું અધિકારી બન્યો છું. તમામ વાસનાઓને વિલય થઈ પ્રયત્ન વગર જ આત્મા સિવાય બીજું બધું સૂઝવાનું તદ્દન બંધ થવું, તે જ અપરોક્ષજ્ઞાન અથવા મોક્ષ છે. હે અર્જુન ! આત્માનું ઉપલકિયું જ્ઞાન અથવા શાબ્દિક વા શુષ્ક જ્ઞાન તો થોડા પરિશ્રમ વડે પણ થાય છે; પરંતુ વિષયો ઉપર વિરાગ્ય થઈ વૃત્તિનું આત્મામાં તદાકાર થયું એટલે સાક્ષાત્કારયુક્ત અપરોક્ષ અનુભવ પ્રાપ્ત થવો, એ તે ઘણા પરિશ્રમથી જ થઈ શકે છે. પરમતત્વનું સત્ય સ્વરૂપ જાણવામાં જેટલી ન્યૂનતા હોય તેટલી વૈરાગ્ય ન્યૂનતા રહે છે. પરમતત્ત્વનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરનારે તો તે જ કહેવાય છે, જે જાણ્યા પછી તેનો અપરોક્ષ અનુભવ એટલે સાક્ષાત્કાર કરે, આ પ્રમાણે જેની બુદ્ધિ અપરોક્ષઅનુભવ લેવા તરફ કદી પણ પ્રવૃત્ત થતી નથી તેવાએ મને આત્માનું જ્ઞાન થયું છે તેવા માત્મવરૂપ સમજાયું છે એમ કહે તો તેમ કરનારની સ્થિતિ ગધેડાની પીઠ ઉપર જેમ હાથીની અંબાડી મૂકવામાં આવે તે પ્રમાણેની જ સમજવી. આથી હું પથિી ! નારામાં મને હવે જ્ઞાન થયું છે એવી રીતનું ખોટું અભિમાન ઘૂસી જવા નહિ પામે એટલા માટે તથા તું અસૂવા અર્થાત્ દષ્ટિ એટલે નિ:શંક અને દુરાગ્રહ વિનાને હોવાથી આ પરમગુહ્ય વિજ્ઞાન(અનુભવ)યુક્ત જ્ઞાન તને કહી રહ્યો છું, તે તું લક્ષ્ય પૂર્વક સાંભળ. સજજનના શબદમાં અવિશ્વાસ રાખવો એ મહાન શત્રુ સમાન છે. તેવા મુખોએાને લેમી, કીત તથા સુખ વગેરે તમામ છોડીને ચાલ્યો જાય છે. શ્રદ્ધા એ જ જગતનો આધાર છે. શ્રદ્ધા વગર જે કાંઈ સાંભળવામાં આવે છે તે સર્વ નિરર્થક જ છે. વળી સાંભળ્યા પછી તે વર્તનમાં નહિ આવે તો પણ વ્યર્થ જ ગણાય. માટે હવે હું તને આ જે ગુહ્ય વિજ્ઞાન સહિત જ્ઞાને કહું છું તે તું ધણી જ દક્ષતાથી સાંભળ. વારંવાર બોધ કેમ કરે પડે છે? હે પાર્થ! હું તને વારંવાર એનો એ જ ઉપદેશ યુક્તિ પ્રયુક્તિ વડે આપું છું એમ સમજીને તું તે તરફ અનાસ્થા કિવા દુર્લક્ષ નહિ કર, કારણ કે હું તને જે વારંવાર કહી રહ્યો છું તે તારા બોધની દઢતાને માટે જ છે. દેવતાઓને ફક્ત એક જ વખત આત્મજ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે તે પણ બસ થાય છે; પરંતુ મનોને તે વારંવાર (નિત્યપ્રતિ) અભ્યાસ વિના આત્મસ્વરૂ૫ની ભાવના ખીલતી નથી. જેનું અવિદ્યા એવું બીજું નામ છે તે અજ્ઞાનને લીધે અતિ બળવત્તર બનેલું હોઈ હજારો જન્મથી સર્વત્ર દશ્યસ્વરૂપે ઓતપ્રોત પ્રસરેલું હોવાને લીધે બહુ જ ઘાટું થઈ ગયેલું છે. તેના નાશ કિંવા નિવારણ માટે એકવારના ઉપદેશથી મનુષ્યોને બોધ થતો નથી. અરે ! મનુષ્યોમાં પણ જનકાદિ જે કવચિત કઈ અંત સૂમ બુદ્ધિશાળી મળી આવે છે કે જે એક વખત સાંભળતાની સાથે જ આત્મસ્વરૂપનો નિશ્ચય કરી અપરોક્ષઅનુભવ પ્રાપ્ત કરી કૃતાર્થ બને છે; પરંતુ એવા ઉદાહરણે તો અપવાદાત્મક કવચિત જ જોવા મળે છે, તે તું ધ્યાનમાં રાખ. તને આ જ્ઞાનનો ઉપદેશ કરવાનું કારણ તું નિર્દોષ, પવિત્ર અને નિર્મળ અંત:કરણવાળ હોઈ મને અત્યંત પ્રિય છે, માટે હું તને તે વારંવાર સમજાવીને કહી રહ્યો છું. તમારા હવે નિઃશંક થઈ તદ્દન એકાગ્રચિત્ત વડે હું કહું છું તે અનુભવયુક્ત જ્ઞાન તું સાંભળ, તથા અનાત્મદષ્ટિને ત્યાગ કરી આત્મદષ્ટિમાં જ સ્થિર થા. વળી હું આ શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ આત્મા છું, એવું જે તને વખતે વખત કહેવામાં આવેલું છે, તે ઉપરથી તને શંકા થઈ હતી કે કદાચ શ્રદ્ધાથી તેમ માનવામાં આવે તો અધઃપતન તે થતું નથીને? તારી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy