SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ ] ' ન સાપરાગઃ પ્રતિમાતિ વા - [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ ૮/૧૬ ઉદ્દાલકની વૈદેહાવસ્થા ત્યાર પછી તે બિબભૂત મહાચેતન્યનું જ અનુસંધાન કરવાના અભ્યાસથી હૃદયમાં સર્વોત્કૃષ્ટ આનંદના ઝરાને પ્રાપ્ત થયો, તેના સ્વાદના લીધે દો અને દાના સંસ્કારોને પણ સર્વશઃ નાશ થઈ જતાં, દોને પ્રકાશ આપનારા મહાચતન્યપણાના વ્યવહારથી પણ છૂટી જઈને તે સર્વમાં એકરસ તથા અંતથી રહિત એવા શ્વસ્વરૂપવાળે પરમ શાંતિને પ્રાપ્ત થયો. જેના સમાન બીજે કંઈ પણ આનંદ નથી એવા આનંદને લીધે સુશોભિત લાગતા મુખવાળો, અંતે જેના આનંદના ભાવો સૂચવનારા રોમાંચો પણ શાંત થઈ ગયેલા છે એવા તે ઉદ્દાલકને જીવન્મુક્તિની પ્રાપ્તિ થયા પછી પ્રારબ્ધને ભોગનો નાશ થતાં અવિદ્યાના આભાસથી પણ રહિત થયેલ અને જેનો દોના મનન આદિ સંસાર સંબંધી ભ્રમ તો ઘણું કાળથી નાશ પામેલો હતો એ એ મડાધીર ઉદાલક મુનિ, ચિત્રમાં આલેખેલા જેવો નિશ્ચળ તથા શરઋતુના સ્વચ્છ આકાશમાં સઘળી કળાઓથી પૂર્ણ થઈ રહેલા ચંદ્ર જેવો ભરપૂર થઈને રહ્યો. જેમ હેમંતઋતુમાં વૃક્ષનો રસ સૂર્યનાં કિરણોનાં નિર્મળ તેજમાં શાંત થાય છે, તેમ જન્મનો દશામાંથી નીકળી ગયેલે એ ઉદ્દાલક મુનિ ધીરે ધીરે કેટલાક દિવસે પોતાના નિર્મળ સ્વરૂપમાં શાંત થશે એટલે વિદેહમુક્તિને પામ્યો. અજ્ઞાનના વિલાસરૂપી સઘળી ઉપાધિઓથી તથા કલ્પનાઓથી રહિત થયેલ, નિવિકાર શુદ્ધ સ્વરૂપ એ ઉદ્દે લક બ્રમને ઐશ્વર્ય સુધીનાં સઘળાં સુ નાં મૂળભૂત એવા આદ્ય સુખને પ્રાપ્ત થયે કે જે સુખમાં ઇદ્રનું રાજ્ય તથા લકમી સંબંધી સુખ તો જળ ના પૂરમાં ખડની પેઠે તણાઈ જાય છે. એ બ્રાહ્મણ અંતથી રહિત એવો પરમસુખરૂપ થશે કે જે સુખ અનંત બ્રહ્માંડની અપરિમિત આકાશમાં વ્યાપ્ત થયેલી સઘળી દિશાઓમાં ભરેલું છે, સઘળી વસ્તુઓમાં ભરપૂર છે, સઘળા બ્રહ્માંડમાં અધિષ્ઠાનરૂપ છે, ઘણું ઘણા મઠામાં પુરુષો વડે સેવાય છે, જે વર્ણન કરી શકાય એવા ગુણેથી પર છે, સત્ય છે, આનંદરૂપ છે અને કાળની મર્યાદાથી પણ પર છે. સાંખ્ય, ભક્તિ અને ગદ્વારા દેહત્યાગ કરવાથી મળનારી પરમગતિ ભગવાન કહે છે: હે અર્જુન ! આ રીતે મેં તને ગર્ભ તથા સગર્ભ પ્રાણાયામ વડે તેમજ ધારણાભ્યાસ વડે દેહત્યાગ કરી પરમપદની પ્રાપ્તિ શી રીતે થાય છે તે ક્રમ કહી સંભળાવ્યો. એટલું જ નહિ પરતુ જ્ઞાનયોગ (સાંખ્ય) તથા ભકિત ગદ્વારા દેત્યાગ થવાથી એટલે નિત્યપ્રતિ “હું કશું નહિ પણ આત્મા (વૃક્ષાંક ૧) છું’ એવા પ્રકારની ભાવના વડે મારું સ્મરણ કરી દેહત્યાગ કરનાર પણ અંતે પરમપદને જ ( દિવ્ય પુરુષને જ) પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું છે. अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः । तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥१४॥ પરમપદપ્રાપ્તિને સુલભ ઉપાય જે, હું શરીરધારી કૃષ્ણ નહિ પણ આત્મા(વૃક્ષાંક ૧) છું એવો દ નિશ્ચય વડે અનન્ય (અન= હિ+ =મીજે) એટલે આત્મસ્વરૂપ એવા મારાથી બીજે કંઈ છે જ નહિ એ પ્રકારે ચિત્તને કેવળ એક આત્મરૂપ એવા મારામાં જ પરોવીને જે આત્મસ્વરૂ૫ મારું જ નિત્યપ્રત સ્મરશું કરે છે, શરીર, વાણી, બુદ્ધિ વગેરે દ્વારા જે જે કાંઈ વિષયાદિક સંક૯પ અંતઃકરણમાં સ્કરે તે તમામને તરત જ આ સર્વ આત્મસ્વરૂપ છે એવી રીતના દઢ નિશ્ચય વડે દાબી દે છે અને અંત:કરણમાંથી આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એવી રીતે નિત્ય આત્મસ્વરૂપ એવા મારા(ક્ષાંક ૧)માં જ ચિનને જેણે યુકત કરેલું છે તેવા યોગીને હું(આત્મા) સુલભ છું. ઉપર બનાવેલા ઉપાયો પિછી આ જ ઉપાય વગર કરે પરમાદની પ્રાપ્તિ કરાવનાર અને અત્યંત સુલભ છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy