SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ] स्वयं धीराः पण्डितंमन्यमानाः । [ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી અ૦ ૮/૧૧ માલવાની વિદ્યા જેણે લેાકાને શીખવી છે અને અજ્ઞાનજન્ય અધકારના જેણે નાશ કર્યો છે તે પાણિનિને નમસ્કાર । ! અજ્ઞાનવડે આંધળા બનેલા લેાકેાની આંખ, જ્ઞાનરૂપી આંજણુની સળી વડે જેણે ઉધાડી છે, તે પાણિનિને નમસ્કાર હા ! જે દ્વિજ હ ંમેશાં વિનયપૂર્ણાંક અવિદ્યાને નાશ કરનારી ભગવાન ત્રિલેાચન રાકરના મુખેથી કહેવાયેલી આ વિદ્યાનું પઢનપાદન કરે છે તે છહ તથા પરલેાકમાં સુખ શાંતિને પ્રાપ્ત કરે છે. (વેદાંગ શિક્ષા અનુવાક્ ૧ થી ૪, સિદ્ધાંતકૌમુદી તથા દેગ્ય ઉપનિષદ્ પ્રપાઠક ૨, ખંડ ૨૨ જુઓ). ૐ પરમાત્મા વાચક કેમ ? આ રીતનું અકારાદિ ચેાસઠ વર્ણીવાળું વૈખરી વાણીનું રૂપ છે. તે મૂલ પ્રથમતઃ વિરાટ પુરુષ તથા પછી સમષ્ટિના તથા ત્યાર ખ઼ાદ ચરાચર વ્યષ્ટિના સમુદાયમાં પ્રસરેલુ છે. આ વિરાટાદિ સર્વનું મૂલ ખીજ તે અનિચનીય એવા આત્મા(વૃક્ષાંક ૧) જ છે; આથી ખીજાકુર ન્યાયાનુસાર આ સર્વ પણ આત્મરૂપ જ છે. અનિર્વાંચનીય એવા આત્મામાં સૌથી પ્રથમ છે, તેથી તે કાર જ અનિવ ચનીય એવા પરમાત્માને વાચક્ર ગણાય છે. જેમ વ્યવહારમાં સગુણ પરમાત્માનાં નામેા રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, દેવી વગેરે કહેવામાં આવે છે તેમ નિર્ગુણું પરમાત્માના અનિર્વચનીયતાના એધદશ કે નામરૂપાદિ સંજ્ઞાએથી પરવરૂપને દ્યોતક આદ્યાક્ષર એ જ ૐ છે અને તે સ્વતઃસિદ્ધ જ છે. જ્યારે સાધક તરૂપ બની અપરેાક્ષાનુભવના માગે વળે છે ત્યારે તેને આ સ્વતઃસિદ્ધ કારના કાઈપણ સાધન વગર અંદરથી નિત્યપ્રતિ જપ ચાલુ હોવાનું સ્પષ્ટ અનુભવમાં આવે છે. આ સ્થિતિની ખાતરી એ છે કે, જ્યારે તેને આ રીતે અનુભવ થવા માંડે છે ત્યારે વ્યાવહારિક બધા વિષયા ઉપર સ્વભાવિક રીતે જ અપ્રીતિ ઉત્પન્ન થાય છે, મન અંદરને અંદર ડૂબી રહેલુ હાવાથી તે બાહ્ય પ્રવૃત્તિમાં રસહીન બને છે, તે નિત્ય આનંદમાં જ મગ્ન રહે છે, કાઈ પરાણે ખવરાવતા ક્રિવા પીવરાવતા ડાય એવી રીતની તેની સ્થિતિ બને છે. ઉદ્દેશ એ કે, આ મુજબ પરમાત્મા જ સૌથી પ્રથમ રૂપે બનેલા હોઈ તે જ આ સ` વૈખરી વાણીના વિલાસ રૂપે પ્રતીત થયેલા છે. પરમાત્મા સવરૂપ શી રીતે છે? જે અગ્નિ આકાશમાં અફ્રુટ ગરમી રૂપે સદા રહ્યા છે તે અગ્નિ બળથી ચકમકના પત્થર ક્રવા કામાં મંથન કરતાં પવનની સહાયતાથી ઝીણા તણુખા રૂપે પ્રકટ થાય છે, પછી તે જ અગ્નિ છાણાને ભૂકા પડવાથી કાંઈ વિશેષ રૂપે પ્રજ્વલિત બને છે તથા પછી ઘીની આદ્ભુત પડવાથી તે ભડકારૂપે વૃદ્ધિને પામે છે, આમ એક જ અગ્નિ જેમ ચાર રૂપે પ્રકટ થાયછે તેમ પરમાત્મારૂપ એવે એક હું જ પરા પતી, મધ્યમા તે વૈખરી એ ચાર રૂપે પ્રકટ થાઉં છું. વાણી જેમ અતિસૂક્ષ્મ, સૂક્ષ્મ, સ્થૂળ અને અતિસ્થૂળ એ ચાર રૂપે પ્રકટ થયેલી હાઇ તે આત્મારૂપ એવા મારું (વૃક્ષાંક ૧નું)જ રૂપ છે, તેના હાથની વૃત્તિરૂપ ખળ, પગની વૃત્તિરૂપ ગતિ, પાયુ અને ઉપસ્થની વૃત્તિરૂપ વિસગ; સૂંધવુ, રસન, દર્શન, સ્પેન, શ્રવણુ, મનની વૃત્તિરૂપ સંકલ્પ, બુદ્ધિ અને ચિત્તની વૃત્તિરૂપ વિજ્ઞાન, અહંકારની વૃત્તિરૂપ અભિમાન, પ્રધાનની વૃત્તિરૂપ સમષ્ટિ પ્રાણ તથા સત્ત્વ, રજ, અને તમના વિકારરૂપ સધળા પ્રપંચ પણ અતિસૂક્ષ્મ (વૃક્ષાંક ૩), સૂક્ષ્મ (વૃક્ષાંક ૪થી ૬), સ્થૂળ (વૃક્ષાંક થી ૧૨) અને અતિસ્થૂળ (વૃક્ષાંક ૧૭થી ૧૫ ૫) એ ચાર રૂપે પ્રકટ થયેલા છે તે સર્વ ઈશ્વર રવરૂપ એવા મારું (વૃક્ષાંક રતુ) જ રૂપ છે, અને તે ઈશ્વર આત્મા(વૃક્ષાંક ૧)થી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી. આત્મસ્વરૂપ શ્વર (વૃક્ષાંક ૨) કે જે પ્રથમ ભિન્ન ભિન્ન રૂપે પ્રકટ નહિ થયેલ અને એક રૂપ જ હતા તે જ ઈશ્વર કાળરૂપ ક્ષણને લીધે માયા શક્તિના મિથ્યા આવરણુ વડે જાણે ઇંદ્રિયાક્રિક રૂપે ધણા પ્રકારે થયેલા હેાય એવા જણાય છે. આ શ્વિર જ જાણે ગુણેાના આશ્રયરૂપ લેાકાત્મક કમળના બીજરૂપ છે. જેમ એક જ ખોજમાંથી અનેક બીજની ઉત્ત્પત્તિ થાય છે, તેમ આ આદિ ઈશ્વર (વ્રુક્ષાંક ૨) પશુ કાળ ગતિથી માયાને પામીને સધળા પ્રપંચરૂપ થયેલા ભાસે છે છતાં તે આત્માથી જરા પણ ભિન્ન નથી. આ રીતે સમષ્ટિ, વ્યષ્ટિરૂપ મિથ્યા અવિદ્યા વડે આત્મામાં અભ્યાસ કરી રહેલુ` આ પ્રપંચરૂપ વૃક્ષ વાસ્તવિક રીતે આત્મસ્વરૂપજ છે (ભા॰ ક૦ ૧૧ અ૦ ૧૩ શ્લોક ૧૮ થી ૨૦).
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy