SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] ન વા મા સુપરત છે . [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીર અ. ૮/૧૧ સ્થાન, કળા અને સ્વરને પરસ્પર સંબંધ હંમેશ સવારે વક્ષ:સ્થળે એટલે ઉરમાં રહેલા સ્વર સાથે સિંહની ગર્જના જેવો અવાજ કાઢીને મંદરવરે પઠન કરવું (પ્રાતઃસંધ્યા જુઓ); મધ્યાહે કંઠમાં રહેલા સ્વર સાથે સૂર્યની રાહ જોતો ચક્રવાફપક્ષી વિયોગ વડે અવાજ કાઢે છે, તે કૂજન જેવા મધ્ય સ્વર સહિત પાઠ કરવો (મધ્યાહન સંધ્યા જુઓ) અને તૃતીય (સાય) સવન શિરમાં રહેલા તાર સ્વરવાળું હોવાથી તથા તે સાયંકાળ હંમેશ શિરમાં રહેલા રવર સાથે નિગડિત સંબંધવાળો હોવાથી મેર, હંસ અને કેયલના જેવા અવાજ સાથે પાઠ કરવો. સારાંશ પ્રાત:કાળનો રવર મંદ્ર હોઈ તેનો સંબંધ વક્ષ:સ્થળ (ઉર) સાથે, મધ્યાહનનો સ્વર મધ્ય હોઈ તેનો કંઠ સાથે તથા તૃતીયસવન અર્થાત સાયંકાળનો સ્વર તાર હોઈ તેને સંબંધ શિરની સાથે છે. મદ્રસ્વર સિંહ જેવા નાદવાળો. મધ્યસ્વર ચક્રવાફ પક્ષીના નાદ જેવો તથા તાર રવર મેર, હંસ અને કોયલના નાદ જેવો હોય છે; તેથી પાઠકે તે તે સમયે તે પ્રમાણેના અવાજે પાઠ કરે. પ્રયત્ન અને અનુપ્રદાન વર્ણોના (૧) સ્વરથી, (૨) કાળથી (૩) સ્થાનથી, (૪) પ્રયત્નથી તથા (૫) અનુદાન વડે એ રીતે પાંચ વિભાગે હવાનું પ્રથમ કહેલું છે. તે પૈકી સ્વર, કાળ અને સ્થાન એ ત્રણે વિભાગોનું તેના પેટા ભાગો સહિતનું વર્ણન ઉપર આપવામાં આવેલું છે. હવે (૪) પ્રયત્ન તથા (૫) અનુપ્રદાનથી વર્ણન પડતા વિભાગનું વર્ણન કહું છું. પ્રયત્ન વડે વર્ણોમાં પડતા વિભાગ પ્રયત્નો બે પ્રકારના છે; (૧) આત્યંતર કિંવા અંતર અને (૨) બાહ્ય કિંવા અનુપ્રદાન. પ્રથમના એટલે આત્યંતર પ્રયત્નના પાંચ ભેદે છે; (૧) સ્પષ્ટ, (૨) ઈસ્કૃષ્ટ, (૩) ઈષદ્વિવત (૪) વિકૃત અને (૫) સંવત. તેમાં (૧) પૃષ્ટ પ્રયત્ન પાઁનો હોઈ તેમાં ૪ થી ૫ સુધીના પચીશ સ્વરો વા વર્ગો (વ્યંજનો) ને સમાવેશ થાય છે. આ પ્રયત્ન વખતે જિજ્ઞાદિ સ્વસ્વ સ્થાનોમાં સંપૂર્ણતઃ સ્પર્શ કરીને વહેંચાર કરાય છે. (૨) ઈષસ્કૃષ્ટ પ્રયત્ન અંતઃસ્થાને હોઈ તેમાં( વ એટલે ય, ર, લ અને વ નો સમાવેશ થાય છે. તેને ઉચ્ચાર સ્વસ્વ સ્થાનોને થોડો સ્પર્શ કરીને જ થઈ શકે છે. (૩) ઈષદ્વિવૃત કિંવા નેમપૃષ્ટ પ્રયત્ન ઉમાક્ષરોને હોઈ તેમાં ફાસ્ટ એટલે શ, ષ, સ અને હ નો સમાવેશ થાય છે. તેને જિફથી કિંચિત સ્પર્શ કરી શુદ્ધ ઉચ્ચાર કરાય છે. (૪) વિદ્યુત કિવા અસ્પષ્ટ* પ્રયત્ન સ્વરોને હાઈ તેમાં મગ્ન એટલે એ, ઈ, ઉ, *, , એ, એ, ઓ અને ઔ નો સમાવેશ થાય છે, આનો ઉચ્ચાર કરતી વખતે કંઠયાદિ સ્થાને નહિ અડતાં જિને અલગ રાખી કંઠને ખુલ્લો કરી પછી જ ઉચ્ચાર કરાય છે. (૫) સંવૃત પ્રયતન હવે એ કાર રવર વા વર્ણન તેના ઉચ્ચાર વખતે કંઠને સંકેચીને બોલવાનો પ્રયત્ન કરવામાં આવે છે (પ્રકારના હસ્વભેદ સંબંધમાં પૃ. ૪૩૮ અ, ૬, ૩, ૪ ના બાર ભેદ એ શીર્ષક નીચેનું વિવરણ જુઓ), પરંતુ ઇતર (કાર્ય) સયે વિવૃત એટલે મોઢાને પહોળું કરીને બોલવાનો પ્રયત્ન થાય છે. આંતર પ્રયત્ન સંબંધમાં આ સંક્ષેપમાં કહેવામાં આવ્યું. હવે અનુપ્રદાન અર્થાત બાહ્ય પ્રયત્ન વડે વર્ષોના થતા વિભાગોને સંક્ષેપમાં વિચાર કરીશું. તે વિભાગો નીચે મુજબ છે. અનુદાન વડે વર્ણોમાં થતા વિભાગે બાહ્ય પ્રયત્નના (૧) વિવાર, (૨) સંવાર, (૩) શ્વાસયુક્ત, (૪) નાયુક્ત, (૫) ઘોષ, (૬) અશેષ, (૭) અપપ્રાણ, (૮) મહાપ્રાણુ, (૯) ઉદાત્ત, (૧૦) અનુદાત્ત, અને (૧૧) સ્વરિત એ મુજબ અગિયાર વિભાગો છે. વર્ગો એટલે કુ (ક વર્ગ), ચુ (ચ વર્ગ), ટુ (ટ વર્ગ), તુ (ત વગે) અને પુ (૫ વર્ગ); એ વર્ગોના તેના પ્રથમના બે વર્ણ એટલે કે ક વર્ગમાં ક, ખ; ચ વર્ગમાં ચ, છ, 2 વર્ગમાં ટ, ઠ; ત વર્ગમાં ત, થ; ૫ વર્ગમાં પ, ફ, શ, ષ, સ, હ એ ચાર ઉમાબો તેમજ જિલીય (*), ઉપપ્પાનીય કિંવા પરાશ્રિત (2) તથા કું, ખું, ગું, શું એ ચાર યમે પિકી પડેલ ને બીજે યમ ૬ (છ) અને બીજે ડું (-)એ બે યમો મળીને કુલ અઢાર વરોના ઉચ્ચાર વિવત કંથી અત્યંત કંઠને ફેલાવીને યાને પાળે કરીને શ્વાસાનપ્રદાન યુક્તિથી એટલે કે ઉથારગુ કર્યા પછી શ્વાસને મુક્ત કરી અને અર્થ એટલે સૂમ ધ્વનિને આજન૨૫ ક્રિયા કરીને કર જોઈએ. - પાણિનિએ વિવૃત પ્રયત્નની બે માત્રા અને સંસ્કૃત પ્રયત્નની એક માત્રા કહેલી છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy