SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ * ગૌતાહન ] આ ધનની પ્રાપ્તિવાળા મઢના માર્ગને પ્રાપ્ત થયે નહિ,– [ ૪૩૫ सर्वस्य धातारमचिन्त्यरूपमादित्यवर्ण तमसः परस्ताव ॥९॥ प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव । भुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् स ते परं पुरुषमुपैति दिव्यम् ॥१०॥ વારંવાર આત્મસ્વરૂપનું સ્મરણ કરનારે દિવ્ય પુરુષને પામે છે સર્વને ધારણ કરનાર તથા બધાન નિયમમાં રાખનાર અણુ કરતાં પણ અણું અર્થાત સૂક્ષ્મથી પણ અતિ સુક્ષમ એટલે જેનું કદી ચિતન પણ થઈ શકે નહિ એવા ચિત્તવાળા, અજ્ઞાનથી પણ પર, આદિત્ય જેવા વર્ણવાળ એટલે સ્વયંપ્રકાશમાન; પુરાતન અને કવિ એટલે સર્વજ્ઞ અર્થાત આત્મવિ૨૫ એવા મારું જે પ્રયાણુકાળે અચળ ભક્તિ સહિત આત્મસ્વરૂપમાં યુક્ત થએલા મન વડે યોગબળથી પ્રાણને બે ભકુટિ અર્થાત બે ભમ્મરની મધ્યમાં સમ્યફ એટલે યથાર્થ રીતે સ્થાપન કરીને વારંવાર તેનું યાને આત્મસ્વરૂપનું જ. સ્મરણ કરે છે, તે દિવ્ય એવા પરમપુરુષને પામે છે. પરમ દિવ્યપુરુષને તે જ પામે છે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સર્વ ભૂતાદિક, તેઓના ધર્મ, તેમના કર્મ અને તે કર્મના ચિત્રવિચિત્ર પો. આ બધાને કોઈ પણ જાતના વ્યવધાન એટલે સાધન અથવા લક્ષ્ય વિના સ્વાભાવિક રે તે જ કવિ એટલે સર્વજ્ઞ એ આત્મા (વૃક્ષાંક ૧) કહેવાય છે, અને તે જ સર્વને નિયમમાં રાખનાર છે. તે સર્વના હદયમાં સાક્ષીરુપે સ્થિત હેવાથી તે પોતાની માયાશક્તિના આધારે સર્વનું શાસન કરે છે એટલે સર્વને શિસ્તમાં રાખે છે. સર્વ પ્રાણીમાત્રના અનેક કલ્પમાં કરેલાં કર્મો અને તેનાં ફળને ધારણ કરતો હેવાથી તે સર્વને ધાતા કહેવાય છે. સર્વથી સૂમ ભૂતાક શહેઈ તે કરતાં સમમાં સૂક્ષ્મ ચિત્તાકાશ તથા તેથી પણ પર એવું ચિદાકાશ એટલે બ્રહ્મ છે. આ રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મનું પણ કારણ હેઈ અતિ સૂક્ષ્મ હોવાથી તે પુરાણું એટલે અનાદિ છે. મન વડે પણ ચિંતન ન થઈ શકે એવો અચિત્ય છે આદિત્ય વર્ણનો વર્ણરૂપ યાને સ્વયંપ્રકાશમાન છે. તમે એટલે મોહરૂ૫ અજ્ઞાન તેનું કાર્ય તથા તે બેના સાક્ષીભાવથી પણુ પર એવા પરમ પુરુષને જે હંમેશાં નિશ્ચળ મન વડે અનન્ય ભક્તિથી સ્મરે કિવા આસન, પ્રાણાયામ વગેરે યોગમાર્ગમાં બતાવેલી રીતિ પ્રમાણે યોગબળથી બે ભમ્મરની મધ્યમાં પ્રાણુને યથાર્થ રીતે વિધિપુરઃસર સ્થાપન કરે છે, તે યોગી દિવ્ય તથા એક એવા પરમ પુરુષને પામે છે. આ સંબંધે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કથન છે. ગીએ દેહ ત્યાગ શી રીતે કરવું ? જે કરતાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ પણ નીચી કેટીમાં છે એવા જગન્નિયંતા, અનિર્વચનીય તથા સવના દ્રષ્ટા ચૈતન્યધન ઈશરૂ૫ પરમાત્મામાં દઢ ભક્તિ ન થાય ત્યાં સુધી યોગીઓએ પણ પોતાના પ્રાણાયામાદિના જાળિયામાંથી પ્રસરનારા પ્રકાશમાં જે બારીક બારીક રજકણ ઊડતાં જોવામાં આવે છે તે ત્રસરેણુ કહેવાય, તેના છ ભાગ કરવાથી પરમાણુ થાય છે તથા પરમાણુના બે ભાગને રેણુ અને રેણુના બે ભાગને અણુ. આ રેણુને પણ અણુ (વધુ માટે મહાકાળ પુરુષ વર્ણન ભાગ ૧ જીએ). - - - - - -
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy