SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ કર૪] સૌ જરા વિવિન િવદા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અવ ૮/૩ આત્માનુભવી ઉત્તમ સિદ્ધને આશ્રય લે સતખ્યાતિ, અસખ્યાતિ અને અનિર્વચનીયખ્યાતિવાળાના મતો પણ તેની પિતપોતાની દષ્ટિએ સત્ય જ છે (ખ્યાતિ માટે અધ્યાય ૧૦ જુ બા); કેમ કે બ્રહ્મ સર્વશક્તિમાન હેઈ તેની માયાશકિત અનિર્વચનીય છે. તે શૂન્ય નથી અને અન્ય પણ નથી, તેથી તેને અનિર્વચનીય કહેવામાં આવે છે. જે પુરુષ જેવા નિશ્રયમાં સ્થિર થઈ રહ્યો હોય છે તેમાંથી જે સુવિચારદ્વારા પોતાના બાળકબુદ્ધિથી પાછો ન હડે તે પિતાના નિશ્ચયાનુસાર તે સુખરૂપ કિંવા દુઃખ૩૫ ફળ અવશ્ય મેળવે છે; માટે બુદ્ધિમાન પુરુષે અનુભવસિદ્ધ એવા તત્વો સાથે વિવેકયુકત વિચાર કરી તવરૂપ વસ્તુ વિષેના દઢ નિશ્ચયનું ગ્રહણ કરવું જોઇએ, પરંતુ મનસ્વી દુરાગ્રહ રાખી ગમે તેવો સિદ્ધાંત ગ્રહણ કરે નહિ જોઈ એ તત્વશાસ્ત્રોનું * અધ્યયન તથા સદ્વ્યવહારથી મનુષ્ય ઉત્તમ બુદ્ધિમાન બને છે; માટે જે કઈ તેવો અનુભવસિદ્ધ આત્માનુભવી બુદ્ધિમાન મહાપુરુષ ભાગ્યને મળી જાય તે ગમે તે ભોગે તેનો આશ્રય લેવો. ઉત્તમશાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કરનારા અપરોક્ષાનુભવી શ્રેષ્ઠ એવા આ જીવન્મુકત પુરુષોની સભામાં પણ દેવયોગે વાણી તથા મનાદિ દેવવશત આત્મસ્વરૂપના નિશ્ચય બતાવનારી પદ્ધતિમાં કાંઈ વિવાદ ઉપન્ન થાય છે તેમાં પણ સત્ય અને સ્પષ્ટ કહેનાર, નિર્ભય, સોનું સમાધાન કરી યોગ્ય ઉત્તર આપનાર તથા સર્વને આનંદ ઉપજાવનાર તેમ જ નિષિદ્ધ આચરણથી રહિત હોય તેવા પુરુષને જ શ્રેષ્ઠ સમજી જિજ્ઞાસુએ ગમે તે મેગે તેને જ આશ્રય કરી બેયની પ્રાપ્ત કરી લેવી જોઈ એ. શ્રેયને આશ્રય જ ગ્રહણ કરે જળ જેમ હંમેશા નીચાણવાળા પ્રદેશ તરફ જ ગતિ કરે છે તેમ સર્વ પ્રાણીમાત્ર પણ અહોનિશ પ્રેયનો ઇચ્છા મનમાં એવી તે મેળવવાના માર્ગ તરફ જ દોડે છે; માટે દુરાગ્રહ છેડી નિરભિમાનવૃત્તિથી સાચું શ્રેય શામાં છે તેને સંપૂર્ણ વિચાર કરીને શ્રેયનો જ આશ્રય ગ્રહણ કરવો. આ સંસારરૂપી સાગરમાં મને રથની પરંપરાઓ રૂપી તરંગે વડે પ્રાણુઓ તણાયા કરે છે, તેમના બધા દિવસો ઘાસની ઉપર પડેલા બિંદુઓની પિઠે અણદેખ્યા વૃથા જ ચાલ્યા જાય છે, પોતાનું સાચું હિત શામાં છે તે તેઓ સમજી શકતા નથી તેથી તેઓ ઉપર બતાવેલી પામર દષ્ટિને જ આશ્રય કરે છે; જ્યારે કેટલાક વિચારશીલ પુછે યોક્તિક અને તવંદષ્ટિના આશ્રય વડે સાચું ધ્યેય સાધ્ય કરી શકે છે; પરંતુ વસ્તુતઃ આત્મા તે તદ્દન અસંગ નિર્વિકાર અને અભેદ હોવાથી સર્વ પ્રકારની દૃષ્ટિથી પર છે, તાત્પર્ય એ કે, ઉપર બતાવેલી પ્રથમની બે દષ્ટિના આશ્રય વડે જોનારાઓને આત્મામાં ભેદો હોવાનું પ્રતીત થાય છે તે કેવળ વ્યવહાર દષ્ટિએ સમજાવવા પૂરતું જ છે, પરંતુ અનિર્વચનીય આત્મપદમાં વાસ્તવિક દૃષ્ટિ જેવું કશું યે નથી. સર્વ વાદીઓમાં શ્રેષ્ઠ કોણ? સ્પષ્ટતા માટે દષ્ટાંત કહું છું તે સાંભળ. ધારો કે એક આંબાનું ફળ છે. તેની માહિતી જેઓને નથી તેવામાં તેને કેઈ લીંબુ, કેઈ સંત, કઈ દાડમ, કેઈ જામફળ, કેઈ મોસંબી, કેઈ ચિક ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક નામ વડે ઓળખે છતાં પણ વાસ્તવિક તે તે આંબાનું જ ફળ છે તેમાં કાંઈ ફેરફાર થતો નથી. તેમજ દરેક કહેનારાઓના કથનનું મૂળ તે આમ્રફળ બતાવવાની જ સૌ સૌની મનીષા (મનની ઇચ્છ) હોવાથી સર્વ જે કે પોતપોતાની દૃષ્ટિએ સાચા જ છે; પરંતુ તેમાં યે આ આમ્રફળ છે એવું જાણનારો એ જ ખરે અનુભવી કહેવાય; તેમ ઉપર કહેલા આ સર્વ મતમતાંતરે છે કે પોતપોતાની દષ્ટિમાં સત્ય છે, છતાં તેમાં પરોક્ષવાદ કરનારાઓ કરતાં અપરોક્ષાનુભવીએ જ શ્રેષ્ઠ છે, એમ જાણું. હે પાર્થ! આ જગતમાં અનત પ્રાણીઓના સમડો જોવામાં આવે છે ખરા, પરંતુ તેમાં જંગલમાં જેમ ફળ અને પલના સમાવાળાં ક્ષે ઘણાં હોય પણ કલ્પવૃક્ષો તે કવચિત જ જોવામાં આવે છે, તેમ આ બધા પ્રાણીમાત્રના સમયમાં "
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy