SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જ ] શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૮. [મહર્ષિવર્ધનું આ વૃત્ત તેમ છે (જુઓ અધ્યાય ૧૮ ઉપસંહાર છઠ ૮૯૦-૮૯૧). પત્થરમાં રને પાકે, કોલસામાં હીરે નીપજે, શાહ બીજ હોય તો તેમાંથી રસથી ભરપૂર અને ઉત્તમ સ્વાદવાળાં ફળ પાકે છે તેમ સદાચારસંપન્ન થઈ શાઅશુદ્ધ, વર્ણાશ્રમધર્માનુસાર કરવામાં આવતા શુદ્ધ ગૃહસ્થાશ્રમના પાલન થકી જગતમાં શુદ્ધ, પ્રભાવશાળી અને ઈશ્વરના અંશરૂપ સંતતિ પેદા થાય છે. ઈશ્વર પેટે અવતાર, અંશાવતાર અને પ્રતિઅંશાવતાર ઇત્યાદિ અનેકરૂપે જગતમાં અજ્ઞાની અને અવિવેકી લોકોના દુઃખને નાશ કરવાના ઇરાદે જન્મ ધારણ કરવા ઈચ્છે છે, પરંતુ ઈશ્વરને તેવા અવતાર ધારણ કરવાને માટે જગત મ ભૂમિ પણ શુદ્ધ જ હોવી જોઈએ. આથી જ નીતિ, ન્યાય, સંયમાદિ નિયમોનું પાલન તથા તપશ્ચર્યાદિ કરવા શાસ્ત્રકારો પોકારી રહ્યા છે, જ્યાં ગૃહરથધર્મનું સદાચાર, શાસ્ત્રશુ, નીતિ, ન્યાય અને વર્ણાશ્રમોચિત રીતે યથાર્થ પાલન કરવામાં આવતું હોય ત્યાં ઈશ્વરાંશયુક્ત એવી શુદ્ધ સંતતિ જ નિર્માણ થાય છે. એવો નિયમ છે કે શાસ્ત્રમાન્ય એવા વર્ણાશ્રમધર્મનું સદાચારયુક્ત યથાર્થ પાલન કરનારા કંટુંબમાં દર ત્રીજી પેઢીએ યશ, શ્રી, લક્ષ્મી, એશ્વર્યા વગેરે એહિક સંપત્તિ ઉપરાંત તપ, ગુણયુક્ત ઈશ્વરને અંશ, પ્રતિઅંશ જન્મ લે છે. નદીનું મૂળ અને ઋષિનું ફળ મહાત્માઓનું ચરિત્ર અદભુત હેય છે એમ કહેવામાં આવે છે એ કાંઈ ખોટું નથી. ધન્ય છે એ પવિત્ર કુળને અને જેની કુખમાં સાક્ષાત ભગવાને અવતાર ધર્યો તે ભગવત સ્વરૂપ માતાને ! અમોએ આ અવતારી મહાત્માશ્રીનો સંક્ષેપમાં પરિચય આપવાનું શુટ કાર્ય માથે લીધું છે કેમ કે તેમનું ચરિત્ર તે તેઓ પોતે પ્રગટ કરે તે જ બની શકે તેમ છે. તેમને વિનતિ કરતાં તેઓ કહે છે કે, “નદીનું મૂળ નહિ અને ઋષિનું કુળ નહિ” જેમનું જીવન પૂર્ણ થયું છે એટલે જ ભાવનો પૂર્ણપણે વિલય થયો હોય તે જ જીવાત્મા મટી મહાત્મા બને છે. આ ન્યાયે મહાત્માઓનું જીવન કયાંથી સિલકમાં હેય? તેમને જીવન સંબંધમાં કોઈ વાડ્મય પ્રસિદ્ધ નથી. સિવાય કેટલાકે તરફથી તેમનાં વૃત્તાંતના ચિત્રવિચિત્ર પ્રસંગો મળે છે. તે ઉપરથી જડભરત અને રહુગણુ રાજાનું ભાગવતમાં આવેલું દૃષ્ટાંત યાદ આવે છે. “ આપ કેણુ છો? બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા આપ ગુપ્ત રીતે વિચરનારા કેશુ છે? આપ અહીં કયા કારણે ગુપ્તપણે વિચારી રહ્યા છો ? મને લાગે છે કે જગકરયાણ કરવાના ઇરાદા વડે પધારેલા આપ સાક્ષાત વૈકુંઠાધિપતિ તે નથી ને? મને મહાત્મા પુરૂનું અપમાન કરવાથી જેવો ભય લાગે છે તે ઈન્દ્રના વજીને, મહાદેવના ત્રિશળને, યમદેવના દંડને કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુ તથા કુબેરના અસ્ત્રને પણ લાગતો નથી; માટે હે મહાત્મન ! આપ મને આપનું સાચુ વરૂપ કહો. આપ સંગરહિત છવભુત છતાં જડની પેઠે વિચરો છો. આપને વિજ્ઞાનરૂપી પ્રભાવ જો કે ગુપ્ત છે છતાં આ૫ જ્ઞાનના સાગર છે. આપનો મહિમા અનંત છે. આપનો મહિમા જાણવા કાણ સમર્થ છે? જગતનું કલ્યાણ કરવા માટે આપ આમ ગુપ્ત રીતે વિચારી રહ્યા છે ? વગેરે (જુઓ ભાઇ & ૫, અધ્યાય ૧૦ થી ૧૬ ).’ આ મુજબ અવધૂત સ્વરૂપ આ મહર્ષિવર્યના જીવન સંબંધમાં અમોને જે જે પ્રસંગે ઉપલબ્ધ થતા જાય છે તે ઉપરથી તેઓ અવશ્ય જગતમાં ગુપ્ત રીતે વિચરનારા કે અવધૂત છે, એવું અનુમાન દઢ થતું જાય છે. તે પિકી કેટલાક પ્રસંગે અમે આપીએ છીએ. સ્થળે સ્થળે એમનાં અનેક નામો જણાય છે, પૂર્વાશ્રમ સંબંધી પોતે કોઈને કાંઈ ખાસ કહેતા નથી એટલે કે પોતપોતાની મનસ્વી રીતે તેઓની જુદી જુદી સંજ્ઞાઓ રાખે છે. કેઈ બુવા, કેઈ મૌની, કઈ સાંકળીવાળા, કેઈ પલાળવાળા, કોઈ ફરાળી બાબા, કઈ વનવિહારી, કેઈ પંડતવાળા, કેાઈ મહામાં દાણી, કેઈ મહારાજ, કોઈ મહાત્મા, કેઈ દુર્વાસા ઇત્યાદિ તેમનાં નામની અનેક સંજ્ઞાઓ હેવાનું મળી આવે છે. આશ્ચર્યની વાત તે એ કે ત્રણ જણાઓ તરફથી તેમને જન્મ પિતાના કુટુંબમાં થયે હેવાને દાવો કરવામાં આવે છે! કેટલાકે કહે છે કે તેઓ મોટા તપસ્વી ને યોગી હોવાથી શરીરમાં ફેરફારો કર્યા કરે છે. વગેરે આવી પરિસ્થિતિમાં તેમનું જીવન મત આપવા કાર્ય પરેખર ઘણું મટેવ છે હતાં અરે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy